બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / south cinema famous comedian and actor allu ramesh dies at 52 due to cardiac arrest

મનોરંજન / ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો: ફેમસ કોમેડિયન એક્ટરનું કાર્ડિયક એરેસ્ટથી મોત, 50થી વધુ મુવીમાં કરી ચૂક્યાં છે કામ

Manisha Jogi

Last Updated: 03:56 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

52 વર્ષીય અભિનેતા અલ્લૂ રમેશને કાર્ડિયાક અરેસ્ટ આવતા તેમનું મૃત્યુ થયું છે. અલ્લૂ રમેશના અનેક ફેન્સ, સહયોગીઓ શોક વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.

  • કાર્ડિયાક અરેસ્ટ આવતા 52 વર્ષીય અભિનેતાનું મૃત્યુ.
  • ફિલ્મોમાં કોમેડિયન પાત્ર ભજવવા માટે ફેમસ હતા. 
  • ફેન્સ અને સહયોગીઓએ આપી શ્રદ્ધાંજલી.

અલ્લૂ રમેશ (Allu Ramesh) એક ભારતીય અભિનેતા છે, તેઓ મુખ્ય રૂપે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. ફિલ્મોમાં કોમેડિયન પાત્ર ભજવવા માટે ખૂબ જ ફેમસ હતા, તમે તેમને સાઉથ સિનેમા જગતના કોમેડિયન પણ કહી શકો છો. આ કોમેડિયન અભિનેતાનું બે દિવસ પહેલા જ મૃત્યુ થયું છે. આ 52 વર્ષીય અભિનેતાને વિશાખાપટ્ટનમમાં 18 એપ્રિલના રોજ કાર્ડિયાક અરેસ્ટ આવતા તેમનું મૃત્યુ થયું છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિર્દેશક આનંદ રવિએ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી હતી. અલ્લૂ રમેશના અનેક ફેન્સ, સહયોગીઓ શોક વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. 

આનંદ રવિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, ‘તમે પહેલા દિવસથી મારા સૌથી વધુ સપોર્ટ રહ્યા છો. હું હજુ પણ તમારો અવાજ સાંભળી શકું છું. તમારું નિધન થયું છે, તે હું માની શકતો નથી. તમે અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી છે. મિસ યૂ. ઓમ શાંતિ.’ અલ્લૂ રમેશે થિએટરમાં કામ કરીને તેમના અભિનયના કરિઅરની શરૂ હતી. વર્ષ 2001માં તરુણ કુમાર અભિનીત ફિલ્મ ‘ચિરજલ્લૂ’ સાથે ટોલીવુડમાં કામ કરીને ફિલ્મ કરિઅર શરૂ કર્યું હતું. ત્યારથી તેઓ સતત આગળ વધી રહ્યા છે. 22 વર્ષના કરિઅરમાં 500 ફિલ્મોમાં કામ કર્યું છે. નેપોલિયન (Napoleon) અને થોલુબોમ્મલતા (Tholubommalata) જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યા બાદ તેમને ઓળખ મળી છે. તેમની કોમેડી એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. 

તેલુગુ ફિલ્મોમાં હાસ્ય અભિનેતા તરીકે કામ કર્યું છે. ફિલ્મોમાં લાંબા સમય સુધી કામ ના કર્યું તેમ છતાં અલ્લૂ રમેશને તેમની એક્ટિંગના કારણે એક ખાસ ઓળખ મળી છે. જનતાએ તેમને ખૂબ જ પ્રેમ આપ્યો છે. તેમણે ફિલ્મ ટોલૂ બોમ્બલતા, મથુરા વાઈન, વીધી, બ્લેડ બાબજી અને નેપોલિયન જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2022માં તેમની અંતિમ ફિલ્મ અનુકોની પ્રાણમ (Anukoni Prayanam) રિલીઝ થઈ હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ