બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / sourav ganguly revelation about kohli said i did not remove him from captaincy

ક્રિકેટ / સૌરવ ગાંગુલીનો સૌથી મોટો ખુલાસો, કહ્યું મેં વિરાટ કોહલીને કેપ્ટનશીપથી નથી હટાવ્યો, એને તો...

Arohi

Last Updated: 11:14 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sourav Ganguly Revelation About Kohli: BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોહલી પાસેથી કેપ્ટન્સી છીનવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે તેમાં મારો હાથ ન હતો.

  • સૌરવ ગાંગુલીનો સૌથી મોટો ખુલાસો 
  • કોહલીની કેપ્ટન્સીને લઈને કરી મોટી વાત 
  • કહ્યું, મેં કોહલીને કેપ્ટનશીપથી નથી હટાવ્યો...

ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને જ્યારે કેપ્ટન્સીથી હટાવવામાં આવ્યા ત્યારે તે મામલો ખૂબ જ વિવાદમાં રહ્યો હતો. કોહલીના ફેંસ સોશિયલ મીડિયા પર બીસીસીઆઈ સહિત બધા અધિકારીઓ પદ પર બેઠેલા દિગ્ગજોને તેના માટે જવાબદાર ગણાવી રહ્યા હતા. ફેંસ ઈચ્છતા હતા કે કોહલી હજુ કેપ્ટન્સી કરે. 

ખબર એવી પણ આવી હતી કે કોહલી ટી20 ફોર્મેટમાં કેપ્ટન્સી કરવા માંગતા હતા. પરંતુ તેમની પાસેથી કેપ્ટન્સી છીનવી લેવામાં આવી. તેને લઈને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીને પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. પરંતુ હવે ગાંગુલીએ પોતે કહ્યું કે તેમણે કોહલીને કેપ્ટન્સીથી નથી હટાવ્યા. 

ગાંગુલીને માનવામાં આવી રહ્યા હતો જવાબદાર 
કોહલી પાસેથી વર્ષ 2021માં જ કેપ્ટન્સી લઈ લેવામાં આવી હતી. હવે 2 વર્ષ બાદ આ મામલો ફરી એક વખત સામે આવ્યો છે, જ્યારે સૌરવ ગાંગુલીએ તેના પર નિવેદન આપ્યું છે. ફેંસ જેને કોહલીને કેપ્ટન્સીથી હટાવવા માટે વિલન સમજી રહ્યા હતા. હવે તેમણે પોતે કહી દીધુ છે કે કોહલીને કેપ્ટન્સીથી હટાવવાની પાછળ મારો હાથ નથી. 

કોહલી પાસેથી કેમ પરત લેવામાં આવી કેપ્ટન્સી? 
સૌરવ ગાંગુલીએ એક શૉ વખતે કહ્યું કે તેમણે વિરાટ કોહલીને કેપ્ટન્સીથી નથી હટાવ્યા. કોહલી ટી20 ફોર્મેટમાં કેપ્ટન્સી ન હતા કરવા માંગતા. કોહલીને તેમાં કોઈ રૂચિ ન હતી. તેના કારણે જ કેહલીને કહેવામાં આવ્યું કે જો તમે ટી20માં કેપ્ટન્સી નથી કરવા માંગતા તો યોગ્ય રહેશે કે તમે વાઈટ બોલ ક્રિકેટની કેપ્ટન્સી જ છોડી દો. માટે કોહલીએ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ કોહલીની જ ઈચ્છા હતી કે તે ટી20 ફોર્મેટની કેપ્ટન્સી ન કરે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ