બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Son Umar's serious allegation on father Mukhtar Ansari's death

નિવેદન / 'મારા પિતાને ધીરે-ધીરે ઝેર...', પિતા મુખ્તાર અંસારીના મોત પર પુત્ર ઉમરનો ગંભીર આક્ષેપ

Priyakant

Last Updated: 08:57 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mukhtar Ansari Death Latest News: પિતાની લાશ જોયા બાદ ઉમરે કહ્યું કે, તેના પિતાને ઝેર આપવામાં આવ્યું હતું, લોકોને ICUમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે પરંતુ તેઓએ મારા પિતાને જેલમાં ધકેલી દીધા

Mukhtar Ansari Death : મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ તેમના નાના પુત્ર ઉમર અંસારીએ મોટું નિવેદન સામે આવ્યું છે. પિતાની લાશ જોયા બાદ ઉમરે કહ્યું કે, તેના પિતાને ઝેર આપવામાં આવ્યું હતું. ઉમરે કહ્યું કે, લોકોને ICUમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે પરંતુ તેઓએ મારા પિતાને જેલમાં ધકેલી દીધા. ધારાસભ્ય (મુખ્તાર)એ કોર્ટ સમક્ષ લખ્યું કે, 19મીએ તેમના ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ પછી તેની તબિયત લથડી હતી. આ પછી તેને ICUમાં લાવવામાં આવ્યો હતો. 12 કલાક સુધી એટલું દબાણ હતું કે ડોક્ટરો પણ તેની યોગ્ય સારવાર કરી શક્યા ન હતા.

મુખ્તાર અંસારીના નાના પુત્ર ઉમર અંસારીએ કહ્યું કે, તમે ક્યાંય સાંભળ્યું નથી કે ICUમાંથી લોકોને સીધા જેલમાં મોકલવામાં આવે છે. શું તેને આઈસીયુમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે પરંતુ તેઓએ મારા પિતાને જેલમાં ધકેલી દીધા છે. જ્યારે ઉમરને પૂછવામાં આવ્યું કે શું તેને કોઈ પર શંકા છે તો ઉમરે કહ્યું કે તેણે પિતાએ કહ્યું હતું કે, તેમને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે. પણ કોઈ સાંભળતું નથી. હવે આખા દેશને પણ ખબર પડી ગઈ છે.

વધુ વાંચો: દાદા સ્વાતંત્ર્ય સેનાની, કાકા ઉપ રાષ્ટ્રપતિ તો પુત્ર ઇન્ટરનેશનલ ખેલાડી..., મુખ્તાર અંસારીના પરિવારનો ઇતિહાસ છે ગૌરવશાળી

19 માર્ચે ડિનરમાં આપવામાં આવ્યું ઝેર 
મુખ્તાર અંસારીના મૃત્યુ પર પુત્ર ઉમર અંસારીએ કહ્યું કે, તેમને વહીવટીતંત્ર દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. મને મીડિયા દ્વારા આ વિશે ખબર પડી. બે દિવસ પહેલા હું તેને મળવા આવ્યો હતો, પરંતુ મને મળવા દેવામાં આવ્યો ન હતો. અમે પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહી રહ્યા છીએ કે તેને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. ઉમરે કહ્યું કે, 19 માર્ચે તેને રાત્રિભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. અમે ન્યાયતંત્રનો સંપર્ક કરીશું, અમને તેમાં પૂરો વિશ્વાસ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ