બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Mukhtar Ansari's family history is glorious, grandfather a freedom fighter

મુખ્તાર અંસારી નિધન / દાદા સ્વાતંત્ર્ય સેનાની, કાકા ઉપ રાષ્ટ્રપતિ તો પુત્ર ઇન્ટરનેશનલ ખેલાડી..., મુખ્તાર અંસારીના પરિવારનો ઇતિહાસ છે ગૌરવશાળી

Priyakant

Last Updated: 08:41 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mukhtar Ansari Death Latest News: મુખ્તાર અંસારીના દાદા ડો.મુખ્તાર અહેમદ અંસારી જે 17 વર્ષથી વધુ સમયથી જેલમાં હતા તેઓ સ્વતંત્રતા સેનાની હતા

Mukhtar Ansari Death : બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું ગુરુવારે સાંજે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. જેલમાં તેમની તબિયત બગડ્યા બાદ તેમને ગંભીર હાલતમાં દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં  આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માફિયા ડોન મુખ્તાર અંસારીના પરિવાર વિશે જાણીને લોકો માનતા નથી કે, મુખ્તાર જેવો માફિયા ખરેખર પ્રતિષ્ઠિત પરિવારનો હતો.

કોણ હતો મુખ્તાર અન્સારી? 
મુખ્તાર અંસારીનો જન્મ ગાઝીપુર જિલ્લાના મોહમ્મદબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ સુભાનુલ્લાહ અંસારી અને માતાનું નામ બેગમ રાબિયા હતું. ગાઝીપુરમાં મુખ્તાર અન્સારીનો પરિવાર પ્રતિષ્ઠિત રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મુખ્તાર અંસારીના દાદા ડો.મુખ્તાર અહેમદ અંસારી જે 17 વર્ષથી વધુ સમયથી જેલમાં હતા તેઓ સ્વતંત્રતા સેનાની હતા. ગાંધીજી સાથે કામ કરતી વખતે તેઓ 1926-27માં કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા. મુખ્તાર અંસારીના દાદા બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને 1947ના યુદ્ધમાં શહીદ થવા બદલ મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. મુખ્તારના પિતા સુભાનુલ્લાહ અંસારી પોતાની સ્વચ્છ છબી સાથે ગાઝીપુરના રાજકારણમાં સક્રિય હતા. ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી મુખ્તાર અંસારીના કાકા હતા.

મુખ્તારે મૌમાં રમખાણો ભડકાવવાના કેસમાં ગાઝીપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારથી તે જેલમાં હતો. અગાઉ તેને ગાઝીપુર જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી તેને મથુરા જેલમાં મોકલી દેવામાં આવ્યો. ત્યારબાદ તેને મથુરાથી આગ્રા જેલમાં અને આગ્રાથી બાંદા જેલમાં મોકલવામાં આવ્યો હતો. એ પછી મુખ્તારને બહાર આવવાનું નસીબ નહોતું મળ્યું. ત્યારબાદ એક કેસમાં તેને પંજાબની જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં પૂર્વાંચલમાં તેમનું વર્ચસ્વ ચાલુ રહ્યું. જેલમાં રહીને પણ તેઓ ચૂંટણી જીતતા રહ્યા. 

કેટલાક લોકો માટે અન્સારી રોબિન હૂડ જેવી છબી ધરાવતા હતા. તેઓ કોન્ટ્રાક્ટ, ખાણકામ, ભંગાર, દારૂ અને રેલવે કોન્ટ્રાક્ટમાં સામેલ હતા. જેના આધારે તેમણે પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. પણ આ રોબિનહુડ અમીરો પાસેથી લૂંટે છે તો ગરીબોમાં પણ વહેંચી દે છે. મઠના લોકોનું કહેવું છે કે, આ માત્ર તેમનું વર્ચસ્વ નથી પરંતુ ધારાસભ્ય તરીકે મુખ્તાર અંસારીએ તેમના વિસ્તારમાં ઘણું કામ કર્યું છે. આ રોબિનહુડ તેના MLA ફંડ કરતા 20 ગણા વધુ પૈસા રસ્તા, પુલ, હોસ્પિટલ અને શાળા-કોલેજો પાછળ ખર્ચતો હતો.

મુખ્તાર અંસારીના દાદા લશ્કરમાં બ્રિગેડિયર હતા
મુખ્તાર અંસારીના દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેમના દાદા લશ્કરમાં બ્રિગેડિયર હતા. તો પછી મુખ્તાર અંસારી માફિયા કેવી રીતે બન્યો ? મજબૂત મૂછવાળા આ ધારાસભ્ય આજે ભલે આ દુનિયામાંથી ગુજરી ગયા હોય પરંતુ મુખ્તાર અંસારી મૌ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રખ્યાત હતા. એક સમય એવો હતો જ્યારે મુખ્તારના નામથી આખું રાજ્ય ધ્રૂજતું હતું. તેઓ ભાજપ સિવાય ઉત્તર પ્રદેશની દરેક મોટી પાર્ટીમાં સામેલ હતા. મુખ્તાર અંસારી 24 વર્ષ સુધી યુપી વિધાનસભામાં પહોંચતા રહ્યા.

પરિવારનો ભવ્ય ઈતિહાસ હોવા છતાં મુખ્તાર અંસારી સંગઠિત અપરાધનો ચહેરો બની ગયો હતો. પરંતુ ગાઝીપુરમાં તેમનો પરિવાર પ્રથમ રાજકીય પરિવાર તરીકે ઓળખાય છે. માત્ર ડરના કારણે જ નહીં પરંતુ કામના કારણે પણ મુખ્તાર અન્સારીનો પરિવાર વિસ્તારના ગરીબ લોકોમાં આદરણીય છે. પણ કદાચ તમારામાંથી થોડા જ લોકો જાણતા હશે કે મઢમાં અંસારી પરિવારના માન-સન્માનનું બીજું એક કારણ છે અને તે છે આ પરિવારનો ગૌરવશાળી ઈતિહાસ. આ કુટુંબના પ્રભાવનું સ્તર ભાગ્યે જ પૂર્વાંચલના કોઈ કુટુંબ જેટલું હોય છે. બાહુબલી મુખ્તાર અંસારીના દાદા ડૉ. મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્રતા સંગ્રામ ચળવળ દરમિયાન 1926-27માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતા અને ગાંધીજીની ખૂબ નજીક માનવામાં આવતા હતા. તેમની યાદમાં દિલ્હીમાં એક રોડનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

નાના નવશેરા યુદ્ધના હીરો હતા
મુખ્તાર અંસારીના દાદાની જેમ નાના પણ પ્રખ્યાત વ્યક્તિઓમાંના એક હતા. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે મહાવીર ચક્ર વિજેતા બ્રિગેડિયર ઉસ્માન મુખ્તાર અંસારીના દાદા હતા. જેમણે 1947ના યુદ્ધમાં ભારતીય સેના વતી નવશેરાની લડાઈ લડી એટલું જ નહીં પણ ભારતને વિજય અપાવ્યું. જોકે તેઓ પોતે આ યુદ્ધમાં ભારત માટે શહીદ થયા હતા.

પિતા મોટા નેતા હતા અને કાકા હતા ઉપરાષ્ટ્રપતિ
પરિવારનો આ વારસો મુખ્તારના પિતા સુભાનુલ્લાહ અંસારીએ આગળ ધપાવ્યો હતો. સામ્યવાદી નેતા હોવા ઉપરાંત સુભાનુલ્લાહ અંસારી 1971ની મ્યુનિસિપલ ચૂંટણીમાં તેમની સ્વચ્છ છબીને કારણે બિનહરીફ ચૂંટાયા હતા. એટલું જ નહીં ભારતના અગાઉના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ મુખ્તારના કાકા હોવાનું જણાય છે.

વધુ વાંચો: કોંગ્રેસને બેવડો ફટકો: પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે ઈન્કમટેક્સ વિભાગે રૂ. 1700 કરોડની નોટિસ ફટકારી

એક તરફ વર્ષોનો પારિવારિક વારસો હતો તો બીજી તરફ માફિયા ડોન મુખ્તાર અંસારી અનેક ગંભીર આરોપોથી ઘેરાયા હતા. જેમણે પોતાના પરિવારના ભવ્ય વારસાનો અંત લાવી દીધો. પરંતુ જ્યારે તમે આ પરિવારની આગામી પેઢીને મળશો ત્યારે તમને ફરીથી આશ્ચર્ય થશે. મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારી આંતરરાષ્ટ્રીય શૉટ ગન શૂટીંગ પ્લેયર છે. વિશ્વના ટોપ ટેન શૂટર્સમાં સામેલ અબ્બાસ માત્ર નેશનલ ચેમ્પિયન જ નથી રહ્યો. હકીકતમાં તેણે વિશ્વભરમાં ઘણા મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. પરંતુ હવે તે પણ તેના પિતાના કર્મોની સજા ભોગવી રહ્યો છે. મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ