બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / 'Sometimes over confidence makes you, the statement given by Shahid Afridi during the World Cup is going viral

ક્રિકેટ / 'ક્યારેક ઓવર કોન્ફિડન્સ તમને...', વર્લ્ડકપ વચ્ચે શાહીદ આફ્રિદીએ આપેલું નિવેદન વધારે ચર્ચામાં, હવે Video થઇ રહ્યો છે વાયરલ

Megha

Last Updated: 10:26 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માએ ઇનિંગ દરમિયાન 31 બોલમાં 47 રન બનાવ્યા હતા અને તે કેચ આઉટ થયા બાદ આફ્રિદીએ કહ્યું કે, 'જ્યારે તમે રમવાનું ચાલુ રાખો છો, ત્યારે ઓવર કોન્ફિડન્સ વધે છે અને એ વસ્તુ તમને મારી શકે છે.'

  • વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો
  • શાહિદ આફ્રિદીને લાગ્યું કે આ પરાજય વધુ પડતા આત્મવિશ્વાસને કારણે થયો છે
  • આ વિશે આફ્રિદીની એક તીખી ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે તમામ મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું પણ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમના વિજયરથનો અંત આણ્યો હતો. હાર બાદ સમગ્ર ભારતમાં શોકની ક્ષણ હતી. તમામ ભારતીય સમજી શક્યા ન હતા કે ભારત આ મેચ કેવી રીતે હારી ગયું. હાર બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને લાગ્યું કે આ પરાજય વધુ પડતા આત્મવિશ્વાસને કારણે થયો છે, જેના સંબંધમાં તેની એક તીખી ટિપ્પણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

વધુ પડતો આત્મવિશ્વાસ તમને મારી શકે છેઃ આફ્રિદી
ભારતની ઇનિંગ દરમિયાન આફ્રિદી પાકિસ્તાનની ચેન પર લાઇવ હતો. એ સમયે મેન ઇન બ્લુને ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરવા માટે આવી હતી. ભારતીય ટીમે તેના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ચાર રનમાં ગુમાવ્યો હતો. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. તે કેચ આઉટ થયા બાદ આફ્રિદીનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું, 'જ્યારે તમે રમવાનું ચાલુ રાખો છો, ત્યારે ઓવર કોન્ફિડન્સ પણ વધે છે. તો એ વસ્તુ તમને મારી શકે છે.

વિરાટ અને રાહુલે ટીમને શાનદાર વાપસી અપાવી હતી 
ભારતની ખરાબ શરૂઆત બાદ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને વિકેટકીપર કેએલ રાહુલે ટીમને ફરીથી સારા ફોર્મમાં લાવી હતી. કોહલી અને કેએલ રાહુલ વચ્ચે 18.3 ઓવરમાં 67 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ તેના આઉટ થયા પછી, બાકીની લાઇન-અપ કંઈ ખાસ કમાલ ન બતાવી શકી અને ભારત સમગ્ર દાવમાં માત્ર 240 રનમાં જ આઉટ થઈ ગયું.

આફ્રિદી ભારતીય દર્શકો પર ગુસ્સે છે
ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન વચ્ચેની ચોથી વિકેટ માટે 192 રનની શાનદાર ભાગીદારીના આધારે ઓસ્ટ્રેલિયાએ સાત ઓવર બાકી રહેતા લક્ષ્યનો પીછો કર્યો હતો. ફાઈનલ પછી આ જ ચેનલ પર બોલતા આફ્રિદીએ હેડના પ્રયત્નોની કદર ન કરવા બદલ ભારતીય દર્શકો પર ગુસ્સો કર્યો હતો. તેણે કહ્યું, 'મને લાગે છે કે આપણે બધાએ અમારી કારકિર્દીમાં કોઈને કોઈ તબક્કે આનો અનુભવ કર્યો છે. જ્યારે પણ અમે ચોગ્ગા ફટકાર્યા કે સદી ફટકારી કે વિકેટ લીધી, ત્યારે (ભારતીય) ભીડ તરફથી ક્યારેય કોઈ પ્રતિક્રિયા આવી ન હતી. ગઈ કાલે ટ્રેવિસ હેડે સદી ફટકારી ત્યારે દર્શકોમાં મૌન છવાઈ ગયું હતું. શા માટે? રમતપ્રેમી રાષ્ટ્ર હંમેશા દરેક એથ્લેટ અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરે છે, પરંતુ ભારતીય ભીડ, જે કહેવાતી શિક્ષિત ભીડ છે, એમના તરફથી તે ન મળવું આશ્ચર્યજનક હતું. તે એટલી મોટી સદી હતી કે ઓછામાં ઓછા કેટલાક લોકો ઉભા થઈને તાળીઓ પાડી શકે. અને જે રીતે ટીમની બોડી લેંગ્વેજ ઘટી રહી હતી, તે જ રીતે ભીડમાં પણ થઈ રહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ