બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Some of the leaders in Gujarat may join Jayanarayan Vyas Congress and Vipul Chaudhary may join AAP.

રાજકારણ / ગુજરાતના નેતાઓમાં ભાગમભાગ: AAPમાં દિગ્ગજ ચહેરાની એન્ટ્રીની તૈયારી, ભાજપ-કોંગ્રેસમાં વ્યાસની અદલાબદલી

Dinesh

Last Updated: 06:30 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં નેતાઓની ભાગમભાગ; ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં વ્યાસની અદલાબદલી, તો વિપુલ ચૌધરી અને અર્બુદા સેના 'આપ' સાથે જોડાઈ શકે

  • ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં વ્યાસની અદલાબદલી
  • વિપુલ ચૌધરી અને અર્બુદા સેના 'આપ' સાથે જોડાઈ શકે
  • જયનારાયણ વ્યાસે અશોક ગેહલોત સાથે કરી હતી મુલાકાત


ગુજરાત વિધાનસભાની બ્યૂગલ વાગી ચૂંક્યા છે. અને રાજકીય પક્ષોની પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્રણય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહી છે. પરંતુ જેમ જેમ પક્ષોમાં ઉમેદવારોની નામની જાહેરાત થાય છે તેમ તેમ નેતાઓની પક્ષપલટાઓ શરૂ થયા છે. ત્રણય પક્ષોના નેતાઓની અદલા-બદલીનો ફરી દોર શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં કેટલા નેતાઓએ રાજીનામા અને અને એકમાંથી બીજી પાર્ટીમાં ગુલાટ મારવારનું શરૂ કર્યું છે. આજે જયનારાયણ વ્યાસ ભાજપમાંથી રાજીનામુ ધર્યું છે. તો હિમાંશુ વ્યાસ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યું છે. તો ગઈકોલે ઇન્દ્રનિલ રાજ્યગુરૂ AAPને અલવિદા કઈ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. બીજી તરફ ચર્ચાઓ ચાલી રહી છે કે,  વિપુલ ચૌધરી અને અર્બુદા સેના પણ આપમાં જોડાઈ શકે છે. આ તમામ સમીકરણો પર એક નજર કરીએ

જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું રાજીનામું
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ લાંબા સમયથી ભાજપથી નારાજ હતા. તેમણે પાટણ જિલ્લા ભાજપથી કંટાળીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. તેમણે ચૂંટણી લડવાનો હુંકાર કરતા જણાવ્યું કે, હું ચૂંટણી લડીશ. સિદ્ધપુરના ગરીબ લોકો માટે કામ કરવા રાજકારણમાં આવ્યો છું. મારા માટે કોંગ્રેસ અને આપ બન્નેમાં દ્વાર ખુલ્લા છે. મારી પાસે કોંગ્રસ અને આમ આદમી પાર્ટી બંને ઓપ્શન છે. હવે જયનારાયણ વ્યાસ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. ચર્ચા અનુસાર તેઓ કોંગ્રસમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જયનારાયણ વ્યાસે અમદાવાદના સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી. ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 

વિપુલ ચૌધરી AAPમાં જોડાશે?
વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી  AAPમાં જોડાઇ તેવી સુમાહિતગાર સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અર્બુદા સેનાને હવે રાજકીય રંગ લાગી શકે છે. આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અર્બુદા સેનાના આગેવાનને ટિકિટ આપી મેદાનમાં ઉતારી શકે તેવી પ્રબળ શકયતાઑ સેવાઇ રહી છે. વિપુલ ચૌધરી અને અર્બુદા સેના આપ સાથે આવશે. તેવી જાણકારી મળી રહી છે. આવી ચર્ચા વચ્ચે વિધાનસભા ચૂંટણી અગાઉ ડેરીની પેટાચૂંટણીની પણ ચર્ચા જાગી છે. જો આમ કરવામાં નહી આવે તો વિપુલ ચૌધરી આપમાં જોડાઈ શકે છે. આમ ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં AAP મોટો ખેલ પાડે તેવી શક્યતા રહેલી છે. 

કોંગ્રેસ નેતા હિમાંશુ વ્યાસનું રાજીનામું
કોંગ્રેસ દ્વારા ગતમોડી સાંજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવ્યા બાદ આજે કોંગ્રેસ નેતા હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું હતુમ. તેઓએ AICCના સેક્રેટરી પદેથી પણ રાજીનામું આપ્યું છે. તેઓએ કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ થઈને રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.  સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી કોંગ્રેસે બે વખત ટિકિટ આપી હતી. જેમાં બન્ને વખત ભાજપના ઉમેદવાર સામે પરાજય થયો હતો. હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે. 

ઇન્દ્રનિલ રાજ્યગુરૂ AAPને અલવિદા કઈ કોંગ્રેસમાં ઘરવાપસી
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ આમ આદમી પાર્ટીનો અપ્રિલમાં જ ખેસ ધારણ કર્યો હતો જ્યારે તેઓ નવેમ્બરમાં ફરી કોંગ્રેસમાં જોડાયાં છે.  તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે AAP પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મારા પિતાના સમયથી અમે કોંગ્રેસમાં જોડાયેલા છીએ અને મારા પરિવારજનો પણ મારા કોંગ્રેસ છોડવાના નિર્ણયથી સહમત ન હતા તેમણે જણાવ્યું હતું કે,  જેમ ભાજપ લોકોને મુર્ખ બનાવે છે તેમ AAP પણ મુર્ખ બનાવે છે અને ભાજપની બી ટીમ તરીકે જેમ કામ કરતા હોય તેવું AAPમાં લાગ્યુ છે તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની જનતા જાણે છે કે હું ખેસ ન પહેરુ છતા પંજાની સાથે જ હતો તેમજ ભાજપ બાજુ મે ક્યારેય વળીને જોયુ નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હંમેશા દેશને આગળ રાખીને પક્ષને પાછળ રાખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ