બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / society culture september 2023 astro remedies for zodiac signs in trouble

Astrology Tips / કન્યા અને મિથુન સહિત 6 રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો રહેશે ભારે: વધી જશે ખર્ચા, બચવા માટે કરો આ ઉપાય |

Kishor

Last Updated: 11:20 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપાધી ઉપાય

  • સપ્ટેમ્બર મહિનામાં કન્યા, મિથુન સહિતની છ રાશિઓમાં ઉતાર-ચડાવ જોવા મળશે
  • આ મહિનામાં અમુક રાશિઓના લોકોએ સમસ્યાનો સામનો કરવો
  • જાણો સમસ્યા અને ઉકેલ

સપ્ટેમ્બર મહિનામાં કન્યા, મિથુન સહિતની છ રાશિઓમાં ઉતાર-ચડાવ જોવા મળશે. તેવું જ્યોતિષશાસ્ત્રના જાણકારો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. આવતીકાલ વિશે જાણવું અશક્ય હોય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રના અમુક નિયમોને પગલે તેના અમુક અંશ વિશે જાણી શકાય છે. જેમાં જાણકારોના મત અનુસાર સપ્ટેમ્બર મહિનામાં અમુક રાશિઓના લોકોએ સમસ્યાનો સામનો કરવો પડે તેવી નોબત આવી શકે છે.
નવા વર્ષથી રાશિ અનુસાર શરૂ કરો આ જ્યોતિષી ઉપાયો, આખુંય વર્ષ જીવનમાં રહેશે  સુખ-શાંતિ અને સમૃદ્ધી | happy new year astro remedies in 2023 to get money  and prosperity
મેષ રાશિ
સપ્ટેમ્બર મહિનોએ મેષ રાશિના જાતકોના કરિયર માટે સારા સંકેતો લાવે તેવો ગણવામાં આવે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવું પણ તેટલું જ જરૂરી છે. જેથી સંતુલિત આહાર લેવો જોઈએ તથા નુકસાનકારક સામગ્રીનું સેવન કરવાથી બચવું જોઈએ. આ ઉપરાંત મહિનાની શરૂઆતમાં જ અમુક ચિંતાજનક સમાચાર પણ સાથે આવી શકે છે. તેમજ અહંકારને પગલે અમુક સંબંધ પર પણ જોખમ તોળાય તેવા ભણકારા વાગી રહ્યા છે.
સંબંધોમાં શીતળતા જાળવવા માટે મંગળવારે હનુમાનજી મહારાજને નારંગી સિંદૂર ચઢાવવો જોઈએ.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળશે. આરોગ્યની સાથે સાથે આ મહિનાની શરૂઆતમાં બહારના સંબંધીઓ સાથે પરિવારનો મતભેદ જોવા મળશે. ઉપરાંત નોકરીમાં પણ અમુક સમસ્યા આવી શકે છે. તો પ્રમોશન સહિતના ધાર્યા કામ અટકે તેઓ સંજોગો વર્તાઈ રહ્યા છે.
સમસ્યાના ઉપાય માટે સ્વાસ્થ્ય માટે ઘરમાં ઔષધી અને વૃક્ષના છોડ વાવવા જોઈએ.તુલસીનો છોડ વાવવાથી જીવનમાં લાભ પ્રાપ્ત થશે.

Topic | VTV Gujarati

કર્ક રાશિ
આ મહિનામાં કર્ક રાશીના લોકોના કરિયરમાં અમુક બાધાઓ આવી શકે છે. તેમજ તેમની ભૂલને પગલે ઘણા આયોજન અટકી શકે છે. જે લક્ષ પ્રાપ્ત કરવામાં બાધારૂપ નીવડશે. આ ઉપરાંત કાર્યક્ષેત્રમાં સિનિયર લોકો સાથ ન આપે તેવું પણ બની શકે છે.
સોમવારે શિવજીની પૂજા કરવી અને દૂધનો અભિષેક કરવો જોઈએ.

કન્યા રાશિ
સપ્ટેમ્બર મહિનો કન્યા રાશિના લોકો માટે પડકારોથી ભરપૂર રહેશે. આ મહિના દરમિયાન અણધારી ઉપાધિ આવી શકે છે. જેને લઈને તમારા લક્ષ્ય પ્રાપ્તિના પ્રયાસો નિષ્ફળ નીકળી શકે છે. આથી અમુક કામો તમારે પોતાને જ હાથમાં લેવા જોઈએ. જેનાથી બીજા પર ભરોસો મૂકવો મુશ્કેલ સાબિત ન થાય. તેમજ આર્થિક જોખમ પણ જોવા મળી રહ્યું છે.

બુધવારના દિવસે ગણપતિજીનું પૂજન કરવું જોઈએ.

વૃષીક રાશિ
વૃષીક રાશિના લોકોના જાતકોના કાર્યક્ષેત્ર પર આ મહિનો ચિંતાજનક રહેશે. કામના મામલામાં ઘણી પરેશાનીઓ સતાવશે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તમે તણાવપૂર્વક સમય પસાર કરશો. બીજી બાજુ માથાનો દુખાવો ઉપરાંત સાંધાના દુખાવા સહિતની અમુક પીડા પણ માથું ઊંચકી શકે છે. 

સ્વાસ્થ્ય માટે સકારાત્મક ઉર્જા મેળવવા માટે મંગળવારે હનુમાનજીની ચાલીસાનું પઠન કરવુ જોઈએ.


કુંભ રાશિ
કુંભ રાશીના લોકોએ આ મહિનામાં ખૂબ જ મહેનત કરવી પડશે. મહેનત કરવા છતાં પણ ધારી પ્રગતિ થશે નહીં અને કાર્યક્ષેત્ર પર વિરોધનો સામનો પણ કરવો પડી શકે તેમ છે.
કરિયરમાં સારી તકોની સંભાવના માટે પક્ષીઓને દાણા નાખવા જોઈએ અને ગાયને રોટલી ખવડાવવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ