બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / અમદાવાદ / So will Ahmedabad's new Nakkor Hatkeswar Bridge be demolished? A shocking claim in a report by IIT Roorkee

BIG BREAKING / તો શું તોડી પડાશે અમદાવાદનો નવો નક્કોર હાટકેશ્વર બ્રિજ? IIT રૂરકીએ આપેલા રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

Vishal Khamar

Last Updated: 04:48 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે તપાસના આદેશ બાદ મનપા કમિશનરે બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે 6 કન્સલ્ટન્સીના રિપોર્ટ IIT રુરકીને મોકલાયા હતા. આજે બ્રિજ મામલે રૂરકીએ અભિપ્રાય આપ્યો હતો.

  •  હાટકેશ્વર બ્રિજ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો - સૂત્ર 
  • રિપોર્ટમાં બ્રિજ તોડવો પડે તેવી પરિસ્થિતિ 
  • બ્રિજ મામલે રુરકીએ આપ્યો અભિપ્રાય  

હાટકેશ્વર બ્રિજ મામલે IIT રૂરકીએ AMC ને રિપોર્ટ સોપ્યો છે. ત્યારે રિપોર્ટમાં બ્રિજ તોડવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે બ્રિજ મામલે રૂરકીએ અભિપ્રાય આપ્યો છે.  જેમાં તેઓએ જણાવ્યું છે કે બ્રિજ ન તોડો તો નાના વ્હીકલ માટે જ ઉપયોગ થઈ શકે છે. ત્યારે 6 કન્સલ્ટન્સીના રિપોર્ટ IIT રુરકીને મોકલાયા હતા. ત્યારે બ્રિજ મામલે AMC અવઢવમાં મુકાવા પામી છે.  હાટકેશ્વર બ્રિજ મામલે વિધાનસભા સત્ર બાદ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. 


બ્રિજનું નિરીક્ષણ કર્યું
સરકારી આદેશ બાદ મનપા કમિશનર બ્રિજની સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે કમિશનરએ જણાવ્યું હતું કે, રૂડકી ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અને જે તે અધિકારી જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે પણ આક્ષેપો કરતા કહ્યું હતું કે, બ્રિજ ને લઈ હજુ સુધી કોન્ટ્રાકટર કે જવાબદાર અધિકારીને નથી નોટિસ અપાઈ. અગાઉ અજય ઇન્ફ્રાસ્ટક્ચરને રૂ 2.36 કરોડ ની પેનલ્ટી લાગી હતી. જોકે અજય ઇન્ફ્રાસ્ટક્ચરને માત્ર  23 લાખ ભરીને પતાવટ કરવામાં આવી હતી. સત્તધીશોના અજય ઇન્ફા સામે કાર્યવાહી નથી થઇ રહી અને તેને છાવરવામાં આવી હોવાના વિપક્ષ નેતા આક્ષેપો કર્યા છે.

કટકી બાજ કોન્ટ્રાક્ટર
હાટકેશ્વર બ્રિજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે માત્ર 5 વર્ષમાં કટકી બાજ કોન્ટ્રાક્ટરએ બ્રિજની હાલત ખખડધજ કરી નાખી અને પ્રજાના ટેક્ષના પૈસા પાણીમાં ડૂબાડ્યા છે. તંત્ર હવે આ બ્રિજને લઇ તપાસ શરૂ કરી છે. બ્રિજના બે એજન્સીના રિપોર્ટ IIT રૂરકી ખાતે  મોકલવામાં આવ્યા છે. સરકારી આદેશ બાદ મનપા કમિશનર બ્રિજની સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે કમિશનર એ જણાવ્યું હતું કે રૂડકી ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અને જે તે અધિકારી જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે. 

બ્રિજને હાલ તોડવો પડે તેવી પરિસ્થિતિ
બ્રિજ અંગે મનપા અસમંજસમાં છે કારણ કે, બ્રિજને હાલ તોડવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે પરંતુ તંત્ર રૂડકીના રિપોર્ટની રાહ જોઈએ રહ્યું છે. ત્યારે સવાલ અહીં કોન્ટ્રકટર અજય ઇન્ફ્રા સ્ટકચરને બચાવવા તંત્ર ક્યાંક ભીનું સંકેલતું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ 2014માં બ્રિજના કામની મંજુરી આપવામાં આવી હતી. અગાઉ અજય ઇન્ફ્રાસ્ટક્ચરને રૂ 2.36 કરોડની પેનલટી લાગી હતી પરંતુ માનીતા એવા અજય ઇન્ફા.ને માત્ર  23 લાખ ભરીને પતાવટ કરવામાં આવી હતી. તો વિપક્ષ નેતા આક્ષેપ કર્યા છે કે સત્તધીશોના માનીતા હોવાથી અજય ઇન્ફા સામે કાર્યવાહી નથી થઇ રહી અને તેને છાવરવામાં આવી રહ્યો છે 

લોકોને હાલાકી
બ્રિજને લઇ સ્થાનિકો છેલા 6 મહિનાથી પરેશાન છે. ધંધા રોજગાર બંધ છે તો ક્યાંક ટ્રાફિકની સમસ્યા અહીંના સ્થાનિકો ને સતાવી રહી છે. સ્થાનિકો ના મત મુજબ બ્રિજ અંગે તંત્ર જલ્દી નિર્ણય લે તેવી માગ કરી રહ્યા છે. 40 કરોડમાં અજય ઇન્ફ્રાએ બનાવ્યો છતાં 5 વર્ષ પણ આ બ્રિજ ન ટકી શક્યો અને બ્રિજ હવે તોડવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અજય ઇન્ફા. દ્વારા હાલ પલ્લવ ચાર રસ્તા બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે. ગોતા રેલવે ઓવરબ્રિજ પણ અજય ઈન્ફાએ બનાવ્યો હતો. ત્યારે હવે આ બ્રિજમાં કૌભાંડ આચારનાર કોન્ટાક્ટર અને અધિકારીઓ સામે શું કાર્યવહી થાય છે તે જોવાનું રહ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ