બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sita is India daughter Adipurush film dialogue creates uproar in Nepal, Mayor Ballen tweets warning to makers

મનોરંજન / 'સીતા ભારતની દીકરી છે': આદિપુરુષ ફિલ્મના આ ડાયલોગથી નેપાળમાં મચ્યો હંગામો, મેયર બલેને ટ્વીટ કરીને મેકર્સને આપી ચેતવણી

Megha

Last Updated: 02:31 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'આદિપુરુષ' આજે દેશભરમાં રિલીઝ થઈ છે. એક તરફ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ નેપાળમાં આ ફિલ્મને લઈને ભારે હોબાળો મચી ગયો છે

  • ફિલ્મ 'આદિપુરુષ' આજે દેશભરમાં રિલીઝ થઈ છે
  • નેપાળમાં ફિલ્મ આદિપુરુષને લઈને હોબાળો 
  • નેપાળમાં ફિલ્મની સ્ક્રીનિંગ મોકૂફ રાખવામાં આવી શકે

ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'આદિપુરુષ' આજે દેશભરમાં રિલીઝ થઈ છે. એક તરફ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ નેપાળમાં આ ફિલ્મને લઈને ભારે હોબાળો મચી ગયો છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. આ જોતાં નેપાળમાં 'આદિપુરુષ'ની સ્ક્રીનિંગ અને રિલીઝ ડેટ પણ મોકૂફ રાખવામાં આવી શકે છે. 

નેપાળમાં ફિલ્મ આદિપુરુષને લઈને હોબાળો 
કાઠમંડુના મેયર બલેન શાહે ગુરુવારે ફિલ્મમાં ડાયલોગ્સની એક લાઇન સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં સીતાને 'ભારતની પુત્રી' તરીકે દર્શાવવામાં આવી હતી. આ વાતને લઇને એમને સોશિયલ મીડિયા પર લખ્યું કે 'સીતા નેપાળની પુત્રી માનવામાં આવે છે' અને કહ્યું કે નિર્માતાઓ પાસે આ લાઇન બદલવા માટે ત્રણ દિવસનો સમય છે જો તેઓ ઇચ્છે છે કે ફિલ્મ શેડ્યૂલ મુજબ રિલીઝ થાય. આ બાદ મેયર શાહે હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે મેયર શાહની આ માંગણી 'આદિપુરુષ'ની રિલીઝને કેવી અસર કરશે.

મેયર બલેને સોશિયલ મીડિયા પર એક ચેતવણી ટ્વિટ કરી હતી 
મેયર બલેને પણ સોશિયલ મીડિયા પર એક ટ્વિટ દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “જ્યાં સુધી દક્ષિણ ભારતીય ફિલ્મ 'આદિપુરુષ' ફિલ્મનો ડાયલોગ 'જાનકી ભારત કી બેટી હૈ' ના નારાને માત્ર નેપાળમાં જ નહીં, ભારતમાં પણ ખોટું જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી કાઠમંડુ મેટ્રોપોલિટન સિટીમાં કોઈપણ હિન્દી ફિલ્મને ચાલવા દેવામાં આવશે નહીં. તેને સુધારવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. નેપાળ સેન્સર બોર્ડે વિવાદાસ્પદ સંવાદ પછી ફિલ્મ પાસ કરી, જેમાં દાવો કરવામાં આવ્યો કે 'સીતા ભારતની પુત્રી છે', તેને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે ઓમ રાઉતે 'આદિપુરુષ'નું નિર્દેશન કર્યું છે. ફિલ્મમાં પ્રભાસ રાઘવની ભૂમિકામાં છે જ્યારે કૃતિ સેનન જાનકીના રોલમાં જોવા મળી રહી છે. જ્યારે સૈફ અલી ખાને લંકેશનો રોલ કર્યો છે અને સની સિંહે લક્ષ્મણનો રોલ કર્યો છે. જ્યારે દેવદત્ત નાગે હનુમાનના રોલમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ