બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / sikh brother met his muslim sister after india pakistan partition

ઈમોશનલ / ભારત-પાક. ભાગલા વખતે નોખા થયેલા શીખ ભાઈની 75 વર્ષ બાદ મુસ્લિમ બહેન સાથે થઈ મુલાકાત, દ્રશ્ય જોનારા રડી પડ્યા

Khevna

Last Updated: 02:19 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પાકિસ્તાન વિભાજન બાદ એક શીખ ભાઈ 75 વર્ષ બાદ પોતાની મુસ્લિમ બહેનને મળ્યા. દ્રશ્ય જોઈ સૌ કોઈની આંખ ભારાઈ આવી.

  • ભારત - પાકિસ્તાનનાં વિભાજન બાદ મળ્યા ભાઈ - બહેન 
  • આસપાસ સૌની આંખો ભરાઈ આવી 
  • સીખ ભાઈની મુસ્લિમ બહેન 

ભારત - પાકિસ્તાનનાં વિભાજન બાદ મળ્યા ભાઈ - બહેન 

વર્ષ 1947માં ભારત-પાકિસ્તાન વચ્ચે ભાગલા સમયે પોતાના પરિવારથી દૂર થઈ ગયેલી બહેન સાથે 75 વર્ષ બાદ મળીને જલંધરમાં રહેતા અમરજીતસિંહની ખુશી છલકાય છે. પાકિસ્તાનના કતારપુર સ્થિત ગુરુદ્વારાનાં દરબાર સાહેબમાં આ સીખ વડીલની પોતાની મુસ્લિમ બહેન સાથે મુલાકાત થઇ. આ દ્રશ્ય જોઇને એ ભાઈ-બહેન ઉપરાંત, સ્થળ પર હાજર સૌ કોઈની આંખો ભીની થઇ ગઈ. 

અમરજીત સિંહનાં મુસ્લિમ માતા-પિતા ભાગલા સમયે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, જ્યારે તેઓ અને તેમની એક બહેન ભારતમાં જ રહી ગયા હતા. પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતનાં ગુરુદ્વારા દરબાર સાહેબમાં બુધવારે વ્હીલચેર પર બેઠેલા સિંહની તેમની બહેન કુલસુમ અખ્તર સાથે મુલાકાત દરમિયાન સૌની આંખો ભીની થઇ ગઈ હતી. 

ગળે મળીને રડતા રહ્યા ભાઈ - બહેન 
રીપોર્ટ અનુસાર, સિંહ પોતાની બહેનને મળવા માટે વિઝા લઈને વાઘા બોર્ડરનાં રસ્તે પાકિસ્તાન પહોંચ્યા હતા. ત્યાં 65 વર્ષીય કુલસુમ પોતાના ભાઈ સિંહને જોઇને પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શકી અને બંને એકબીજાને ગળે  મળીને રડતા રહ્યા. 

ભારતમાં છુટેલા ભાઈ-બહેન વિષે માં પાસેથી સાંભળતી હતી કુલસુમ 
કુલસુમે જણાવ્યું કે તે પાકિસ્તાનમાં પેદા થઇ હતી અને ભારતમાં છુટેલા પોતાના ભાઈ અને બહેન વિષે પોતાની માં પાસેથી સાંભળતી હતી. તેમણે કહ્યું કે તેમને આશા છે કે તે ક્યારેક પોતાના ભાઈ અને બહેનને મળી શકશે. તેમણે જણાવ્યું કે અમુક વર્ષો પહેલા તેમના પિતાના એક મિત્ર સરદાર દ્વારા સિંહ ભારતથી પાકિસ્તાન આવ્યા અને તેમની સાથે પણ મુલાકાત કરી. 

કુલસુમે જણાવ્યું કે જ્યારે તેમને પહેલી વાર જાણ થઇ કે તેમના અસલી માતા - પિતા પાકિસ્તાનમાં છે અને મુસલમાન છે, તો આ તેમના માટે એક ઝટકો હતો. તેમણે ખુદને દિલાસો આપ્યો કે તેમના પોતાના પરિવાર સિવાય ઘણા અન્ય પરિવાર પણ વિભાજન દરમિયાન એકબીજાથી અલગ થઇ ગયા હતા. સિંહ કહે છે કે તેઓ હંમેશાથી પોતાની સગી બહેન અને ભાઈઓને મળવા માંગતા હતા. તેમણે જણાવ્યું કે આ જાણીને ખુશી થઇ કે તેમના ત્રણ ભાઈ જીવિત છે. જોકે, એક ભાઈ જે જર્મનીમાં હતો, તેનું નિધન થયું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ