બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Side effects :using mobile screen for a long time can lead to blindness

હેલ્થ ટિપ્સ / એલર્ટ.. એલર્ટ.! વધારે પડતો ફોન જોતાં હોય તો ચેતી જજો, આંખોની રોશની ગુમાવવાનો આવશે વારો, એક્સપર્ટેની આ સલાહ પાળજો

Vaidehi

Last Updated: 05:58 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ કલાકો સુધી મોબાઈલ ફોન ચલાવવાથી આંખોની રોશની પર નેગેટિવ અસર પડે છે અને તેના કારણે ડ્રાઈ આઈઝની સમસ્યા થઈ શકે છે. આ આદત ગ્લૂકોમાને પણ જોખમમાં મૂકી શકે છે જેના લીધે આંધળાપણું આવી શકે છે.

  • મોબાઈલનો વધુ પડતો ઉપયોગ હાનિકારક
  • આંખોનાં સ્વાસ્થ્ય પર પડી શકે છે અસર
  • ગ્લૂકોમા જોખમમાં મૂકાવાથી આંધળાપણું આવી શકે છે

જો તમે દિવસભર મોબાઈલ ચલાવ્યાં કરો છો તો ચેતી જજો કારણકે આ આદત તમારી આંખોની રોશની છીનવી પણ શકે છે. હેલ્થ એક્સપર્ટસ પણ સ્માર્ટફોનનાં સાઈડ ઈફેક્ટસ બાબતે ચેતવણી આપતાં રહે છે. કારણકે તેના સાથે સંબંધિત અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતો ફોનનો ઉપયોગ કરવાથી ગ્લૂકોમાની બીમારી પણ થઈ શકે છે જેના કારણે આંધળાપણું આવી શકે છે.સ્ક્રીનથી નિકળતી બ્લૂ લાઈટ્સ આંખો માટે ખતરનાક હોય છે. તેથી સ્માર્ટફોનથી આંખોનું રક્ષણ કરવું આવશ્યક છે.

ફોકસ કરવામાં મુશ્કેલી
હેલ્થ એક્સપર્ટસ્ અનુસાર સ્માર્ટફોનની આભાસી દુનિયા મગજને વિચલિત કરી શકે છે. તે મગજ પર ખોટી અસર કરે છે. તેના લીધે ભ્રમની સ્થિતિ પેદા થવા લાગે છે. જે બાળકો વધુ સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે તેમને ભણતર પર ફોકસ કરવામાં મુશ્કેલી થાય છે.

મેન્ટલ હેલ્થ પર અસર
સ્માર્ટફોન પર વીડિયોગેમ અને અન્ય એપનો વધુપડતો ઉપયોગ બાળકો સહિત વયસ્કોમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનની સ્થિતિ પેદા કરે છે. તે મેન્ટલ હેલ્થને પ્રભાવિત કરે છે. સતત ફોનનો ઉપયોગ કરવાથી માથાનો દુ:ખાવો અને માઈગ્રેનનું પણ જોખમ વધી શકે છે. તેથી તમારે સ્ક્રીન ટાઈમને ઓછો કરવો જોઈએ.

સૂવાનાં એક કલાક પહેલાં ફોન છોડી દેવો
એક્સપર્ટ અનુસાર રાત્રીમાં સૂવાનાં આશરે એક કલાક પહેલાં સ્ક્રીનનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આ સિવાય નોટિફિકેશન મેનેજ કરવી જેથી વારંવાર ફોન વાગે ત્યારે આપણું ધ્યાન ફોન તરફ ન જાય. મોબાઈલ પર આઈપ્રોટેક્શન પણ લગાડવું જોઈએ જેથી આંખોને નુક્સાનથી બચાવી શકાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ