બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / side effects of consuming excess amount of sugar

સાઈડ ઈફેક્ટ / શારીરિક જ નહીં માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે ખાંડ: મેન્ટલ હેલ્થ થઈ શકે છે ખરાબ

Arohi

Last Updated: 03:58 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Side Effects Of Sugar: ખાંડ લગભગ દરેક ગળી વસ્તુમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગળી વસ્તુઓના શોખીન લોકો મોટાભાગે વધારે પ્રમાણમાં તેનું સેવન કરે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.

ખાંડ આપણા ભોજનનો એક મહત્વનો ભાગ છે. ગળી વસ્તુઓ કે પછી ચા કે કોફી લગભગ દરેક વસ્તુમાં લોકો મિઠાસ માટે ખાંડનો જ ઉપયોગ કરે છે. તેનો સ્વાદ ઘણા લોકોની જીભને ખૂબ જ પસંદ આવે છે. આજ કારણ છે કે ગળી વસ્તુઓ ખાવાના શોખીન લોકો મોટાભાગે જરૂર કરતા વધારે તેનું સેવન કરવા લાગે છે. જેનાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. વધારે પ્રમાણમાં ખાંડ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરે છે. જાણો તેનાથી માનસિક હેલ્થ પર શું અસર થાય છે. 

મૂડમાં ફેરફાર 
જો તમે નિયમિત રીતે રોજ વધારે પ્રમાણમાં ખાંડનું સેવન કરી રહ્યા છો તો તેનાથી તમારા મૂડમાં ફેરફાર થઈ શકે છે. વધારે પ્રમાણમાં ખાંડના સેવનથી મૂડ સ્વિંગ્સ, એન્ઝાયટી અને ડિપ્રેશન થઈ શકે છે. તેના કારણે તમે મોટાભાગે રાહત માટે ખાંડ ખાવાની ઈચ્છા કરતા રહો છો. 

થાક અને ચિડચિડા પણુ 
ડોપામાઈનના ઝડપથી રિલીઝ થવાના કારણે ખાંડ મૂડ અને એનર્જીમાં થોડો વધારો કરી શકે છે. જોકે અમુક સમય બાદ તેનું વધારે સેવન કરવાના કારણે તમને થાક લાગવો. ચિડચિડા થવું અને વધારે સ્ટ્રેસ થવા જેવી સમસ્યા થઈ શકે છે. 

ખાંડની લત લાગવી 
નશીલા પદાર્થોની જ જેમ ખાંડ પણ મગજના મુખ્ય કેન્દ્રોને ટ્રિગર કરે છે. જેનાથી ક્રેવિંગ્સ અને લત લાગવા જેવા લક્ષણ જોવા મળે છે. જે તમાપા માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. 

બ્રેઈનનો સોજો વધવો 
જરૂર કરતા વધારે ખાંડનું સેવન મગજમાં સોજાને વધારે છે. જે ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાને વધારી શકે છે. 

વધુ વાંચો: શું જાતે જ પોતાનું નામ બદલી શકાય? જાણો ભારતમાં નામ બદલવા માટે શું છે નિયમ, કાયદા અને પ્રક્રિયા

બ્રેન ફોગ 
વધારે પ્રમાણમાં ખાંડ ખાવાથી તમારૂ કોગ્નેટિવ ફંક્શન ખરાબ થઈ શકે છે. તેનાથી યાદશક્તિ ધ્યાન કેન્દ્રીત કરવા અને નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ