બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Know what are the rules, laws and procedure for name change in India

લાઇફસ્ટાઇલ / શું જાતે જ પોતાનું નામ બદલી શકાય? જાણો ભારતમાં નામ બદલવા માટે શું છે નિયમ, કાયદા અને પ્રક્રિયા

Pooja Khunti

Last Updated: 03:30 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારે સૌપ્રથમ નામ બદલવાનું કારણ સોધવું પડશે. આમ તો લગ્ન, છૂટાછેડા અને ધર્મ પરિવર્તન પછી જ લોકો નામ બદલાવતા હોય છે.

ભારતમાં કાયદેસર રીતે નામ બદલવું શક્ય છે. પરંતુ આ એક જટિલ પ્રક્રિયા છે. તેમાં કેટલાક પગલાઓ સામેલ છે. નામ બદલવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેના કારણે નામ બદલાવને સરકાર અને અન્ય સંબંધિત અધિકારીઓ દ્વારા માન્યતા મળી શકે. 

સ્ટેપ 1 
તમારે સૌપ્રથમ નામ બદલવાનું કારણ સોધવું પડશે. આમ તો લગ્ન, છૂટાછેડા અને ધર્મ પરિવર્તન પછી જ લોકો નામ બદલાવતા હોય છે. 

હવે તમારે એક એફિડેવિટ કરાવવાનું છે 
તમારે હવે નામ બદલાવવાનું કારણ સમજાવતું એક એફિડેવિટ તૈયાર કરવાનું છે. એફિડેવિટ એક કાનૂની દસ્તાવેજ છે. તેનો ઉપયોગ શપથ હેઠળ હકીકત જણાવવા માટે કરવામાં આવે છે. 

સૂચના સમાચાર પત્રોમાં પ્રકાશિત થવી જોઈએ 
તમારે હવે નામ બદલવાની પ્રક્રિયાને ભારતના સમાચાર પત્રમાં પ્રકાશિત કરવાની રહેશે. આ સૂચના નક્કી કરેલ ફોર્મેટમાં હોવી જોઈએ અને ઓછામાં ઓછા 2 સમાચાર પત્રોમાં પ્રકાશિત થવી જ જોઈએ. 

વાંચવા જેવું: હવે કોઈ નહીં વાંચી શકે તમારા પ્રાઇવેટ મેસેજ: WhatsApp પર આવી રહ્યું છે ચેટ લોક કરવાનું ફીચર

નેમ ચેન્જ ડીડ
તમારે હવે નેમ ચેન્જ ડીડ માટે અરજી કરવાની રહેશે. આ એક કાનૂની દસ્તાવેજ છે. જેમાં નામમાં કરવામાં આવેલ ફેરફારની પુષ્ટિ કરવામાં આવે છે. જેની અંદર જૂના અને નવા નામોની વિગતનો સમાવેશ કરવામાં આવે છે. 

નેમ ચેન્જ ડીડ માટે અરજી કરવાની રહેશે 
નામ બદલાવનાર વ્યક્તિ જે રાજ્યમાં રહે છે, તે રાજ્ય મુજબ યોગ્ય મૂલ્યના સ્ટેમ્પ પેપર પર નેમ ચેન્જ ડીડ માટે અરજી કરવામાં આવવી જોઈએ. હવે આમાં બે સાક્ષીઓની સહી હોવી જોઈએ.

હવે તમારે આ ડીડ સત્તાધિકારીઓને સબમિટ કરવાની રહેશે 
તમારે હવે આ નવા નામને અપડેટ કરવા માટે પાસપોર્ટ ઓફિસ, બેન્ક અને અન્ય સરકારી એજન્સીઓને ડીડ સબમિટ કરવાનું રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ