બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill And Sara Tendulkar Are Back In A Relationship After Their Brief Breakup, Reports Claim

પ્રેમીપંખીડાનો ઈશ્ક / શુભમન ગિલ અને સારા તેંડુલકર ફરી આવ્યાં રિલેશનશીપમાં ! બન્યું એવું કે ઉપડી જોરજોરથી ચર્ચા

Hiralal

Last Updated: 09:37 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાના સ્ટાર ખેલાડી શુભમન ગિલ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ફરી રિલેશનશીપમાં આવ્યાં હોવાની જોરજોરથી ચર્ચા ઉપડી છે.

  • શુભમન ગિલ-સારા તેંડુલકરના સંબંધની ફરી ઉપડી ચર્ચા
  • સારાએ શુભમનની બહેન શહનિલને ઈન્સ્ટા પર ફોલો કરવાનું શરું કર્યું 
  • બન્ને વચ્ચેના સંબંધો સુધર્યા, બન્ને વચ્ચે સુમેળ વધી રહ્યો છે 

બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારનાર ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરના સંબંધો ફરી વાર ચર્ચામાં આવ્યાં છે. થોડા સમય પહેલા બંનેના બ્રેકઅપના સમાચાર વહેતા થયા હતા જોકે ત્યારે પણ સત્તાવાર રીતે કંઈ કહેવાયું નહોતું પરંતુ હવે ફરી ખબર છે કે શુભમન અને સારાના સંબંધો ફરી એકવાર મજબૂત બન્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલના સંબંધોમાં હવે બધુ ઠીક છે. એટલું જ નહીં સારા તેંડુલકરે પણ શુભમનની બહેન શહનિલ ગિલને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કરી દીધું છે.

જૂના સ્ક્રીનશોટ વાયરલ થયા
તમામ અટકળો વચ્ચે શુભમન અને સારા વચ્ચે કેટલાક જૂના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આમાંથી એકમાં ભારતીય ક્રિકેટરના જન્મદિવસના લાઇવ સેશન દરમિયાન સારાએ કોમેન્ટ કરી હતી - HBDDDDDDD’, જ્યારે હાર્દિક પંડ્યાએ શુભમનનો પગ ખેંચવાની કોમેન્ટ કરી હતી. લખ્યું હતું - તેમના તરફથી સ્વાગત છે.

બન્ને વચ્ચે બ્રેકઅપ થયું હોવાના હતા સમાચાર
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગિલ અને સારાનું બ્રેકઅપ થયું હોવાના સમાચાર આવ્યાં હતા. બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કર્યાં હતાં. ત્યારબાદ શુભમન ગિલનું નામ અભિનેત્રી સારા અલી ખાન સાથે જોડાયું હતું. તે વખતે લોકોએ એવી મજાક પણ કરી હતી કે શુભમનને સારા નામ વિના નથી ચાલતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ