બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / SHUBHMAN GILL WILL PLAY IN IND VS PAK WORLDCUP 2023 SAYS ROHIT SHARMA

ક્રિકેટ / શુભમન ગિલ પાકિસ્તાન સામેની મેચમાં રમશે? રોહિત શર્માએ આપ્યું અપડેટ, ક્રિકેટ રસિકોની મુંઝવણ દૂર

Vaidehi

Last Updated: 07:28 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલને ટૂર્નામેન્ટ શરૂ થવા પહેલાં ડેંગ્યૂ થઈ ગયો હતો જેથી તે ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની સામે થયેલ મેચમાં રમી નહોતાં શક્યાં. પણ શું હવે તેઓ પાકિસ્તાન સામેની મેચથી વાપસી કરવા જઈ રહ્યાં છે?

  • શુભમન ગિલ કરી શકે છે મેચમાં વાપસી
  • Ind vs Pakમાં શુભમન ગિલ કરી શકે છે ઓપનિંગ બેટિંગ
  • કેપ્ટન રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન

ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ આવતી કાલે થવા જઈ રહી છે. આ મેચથી પહેલા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટું ટેન્શન યુવા ઓપનર શુભમન ગિલની ફિટનેસ છે. થોડા સમય પહેલાં ગિલને ડેન્ગ્યૂ થયો હતો જેના લીધે તે કેટલીક મેચ નહોતા રમી શક્યાં. હવે પાકિસ્તાન સામે થવા જઈ રહેલી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. 

કેપ્ટન રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શુભમન ગિલની આવતીકાલની મેચમાં વાપસી અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે પાકિસ્તાન સામેના મેચને પણ અન્ય મેચની જેમ જ જોઈ રહ્યાં છીએ.અંતિમ બે મેચ રમ્યા એવી જ રીતે આવતીકાલની મેચ પણ રમીશું. આ સિવાય મેચને લઈને અનુભવાતા પ્રેશર પર રોહિત શર્માએ કહ્યું કે પોતાના જ દેશમાં અને પોતાના જ દેશના દર્શકો હોય ત્યારે પ્રેશર જેવું કંઈ લાગતું નથી. શુભમન ગિલની વાપસી પર રોહિત શર્માએ નિવેદન આપ્યું કે ગિલ આવતી કાલની મેચ માટે ૯૯.૯૯%  હાજર રહેશે.”

BCCIનાં પૂર્વ ચીફ સિલેક્ટરનું નિવેદન
BCCI પૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું કે,“ શુભમન ગિલ ચોક્કસપણે આ મેચ રમશે. તેમને માત્ર તાવ હતો. હવે તે સ્વસ્થ થઈ ગયાં છે.” તેમણે આગળ કહ્યું કે “અમે સાંભળ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે ગિલ બીજી મેચ નહોતા રમ્યાં બાકી તેઓ સ્વસ્થ તો થઈ જ ગયાં હતાં. તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સામે આ એક મહત્વપૂર્ણ મેચ છે. જો તે ફિટ છે તો મને ખાતરી છે કે તે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં આવતી કાલે હશે” 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ