બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / shreyas talpade after surviving seviour heart attack shares his experinces

બોલિવૂડ / '10 મિનિટ માટે તો હું ક્લિનિકલી મરી જ ગયો હતો...' શ્રેયસ તલપડેએ કહ્યું, આ બે ઉપાયના કારણે હાર્ટઍટેક બાદ મળ્યો પુનર્જન્મ

Vaidehi

Last Updated: 08:10 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસો પહેલાં એક્ટર શ્રેયસ તલપડેને ભયંકર હાર્ટઅટેક આવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેના કારણે તેઓ ક્લીનિકલી મરી ગયાં હતાં. પણ થોડા ઉપાયો અને સમયસર ઈલાજને લીધે તેમને જીવનદાન મળ્યું.

  • બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેએ આપી માહિતી
  • થોડા દિવસો પહેલા આવ્યો હતો હાર્ટઅટેક
  • કહ્યું 10 મિનિટ સુધી હું મૃત હતો..

આપણે સૌ જાણીએ જ છીએ કે આજકાલ યુવાનોમાં હાર્ટઅટેકની ઘટના ઘણી સામાન્ય બની ગઈ છે. ખાણી-પીણી અને લાઈફસ્ટાઈલનાં કારણે નાની ઉંમરમાં હાર્ટઅટેક જેવી ગંભીર હેલ્થની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં થોડા દિવસો પહેલાં બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટઅટેક આવ્યો હતો. તે પોતાની અપકમિંગ ફિલ્મનો એક્શન સીન શૂટ કરી રહ્યાં હતાં અને એકાએક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું જ્યાં તેમની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી.  આ પહેલાં પણ તેમણે મોતનો સામનો કર્યો છે.

"10 મિનિટ માટે મરી ગયો હતો"
એક્ટરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તેઓ 10 મિનિટ માટે તો ક્લીનિકલી ડેડ થઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં દર્દીનું હદય સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને બ્લડ સપ્લાય પણ બંધ થઈ જાય છે. તેમાંથી પાછા આવવાની ઘણી ઓછી સંભાવના હોય છે.

2 ઉપાયોથી મળે છે બીજો જન્મ
શ્રેયસ તલપડેએ જણાવ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડોક્ટરોએ તેમનો જીવ બચાવવા માટે ખૂબ મહેનત કરી. તેમને સતત CPR અને ઈલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો. જે બાદ તેમનું હદય ધબકવા માંડ્યું હતું. આ બધું તેમણે મીડિયાને ઘટનાનાં 20 દિવસ બાદ જણાવ્યું.

વાંચવા જેવું:  કેમ વધી રહ્યા છે ભારતમાં હાર્ટઅટેકના કેસ? આજે જ લાઈફસ્ટાઈલની આ આદતો બદલો, નવા રિપોર્ટમાં ખુલાસો

પહેલા પણ આવ્યો છે હાર્ટ અટેક
47 વર્ષીય એક્ટરે જણાવ્યું કે શૂટિંગ સમયે અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી અને ડાબા હાથમાં દુખાવો થવા લાગ્યો. ચાલવામાં મુશ્કેલી થતી દેખાઈ અને અચાનક જ થાકનો અનુભવ થઈ રહ્યો હતો. આ લક્ષણ મસલ્સ પુલનાં લાગી રહ્યાં હતાં પરંતુ હોસ્પિટલ જતાં સમયે મારો ચહેરો સુન્ન પડી ગયો અને હું બેભાન થઈ ગયો હતો.

શું હતું કારણ?
રિપોર્ટ અનુસાર શ્રેયસ હેલ્ધી ડાયટ અને વર્કઆઉટ ફોલો કરે છે. પણ તેમણે હંમેશા હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાને નજરઅંદાજ કર્યું હતું. એટલું જ નહીં તેમના પરિવારમાં હદય બીમારીની હિસ્ટ્રી પણ રહી છે. આ જ ભૂલનાં કારણે તેમણે આ મોટો હાર્ટઅટેક આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ