બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Shravan month 2023 vrat katha masik shivratri puja

ધર્મ / શ્રાવણ માસમાં આ એક વ્રત તમને જન્મ-મરણના બંધનમાંથી અપાવશે મુક્તિ! કથા પાછળ રહેલું છે વિશેષ મહત્વ

Arohi

Last Updated: 12:01 AM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shravan month 2023: શ્રાવણ મહિનાની શિવરાત્રીના દિવસે શિવજીને એક લોટો જળ અને એક બિલિપત્ર ચડાવવાથી દરેક પીડા દૂર થઈ જાય છે. શિવ પુરાણમાં શ્રાવણ મહિનાની શિવરાત્રીની કથાનું વર્ણન છે.

  • શ્રાવણની શિવરાત્રીનું વ્રત આપશે સુખ અને સૌભાગ્ય 
  • શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ છે શિવરાત્રીનું વ્રત
  • આ દિવસે શિવ પૂજાથી મળશે શનિ દોષથી મુક્તિ 

શ્રાવણ મહિનાની શિવરાત્રીનું વ્રત સુખ, સૌભાગ્ય અને સફળતા આપનારૂ છે. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ શ્રાવણ મહિનાની શિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ શિવરાત્રી 15 જુલાઈ 2023, શનિવારે છે. આ દિવસે શિવપૂજાથી શનિ દોષથી પણ મુક્તિ મળશે. 

માન્યતા છે કે આ દિવસે શિવજીને એક લોટો જળ અને એક બિલિપત્ર ચડાવવાથી દરેક પીડા દૂર થાય છે. શિવ પુરાણમાં શ્રાવણની શિવરાત્રી વ્રતની કથાનું વર્ણન છે. તેના વગર આ વ્રત અધુરૂ માનવામાં આવે છે. આવો જાણીએ શ્રાવણ મહિનાના શિવરાત્રી વ્રતની કથા. 

શ્રાવણ શિવરાત્રી વ્રત કથા 
શિવ પુરાણમાં શ્રાવણ શિવરાત્રીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. પૌરાણિક કથા અનુસાર વારાણસીના જંગલમાં ગુરૂદ્રુહ નામનો એક શિકારી રહેતો હતો. એક દિવસ જંગલમાં ફરતા ફરતા સવારથી લઈને રાત થઈ ગઈ અને તેને કોઈ શિકાર ન મળ્યો. 

આ દિવસે શિવરાત્રી તિથિ હતી. તે જંગલમાં જ એક બિલિપત્રના ઝાડ પર આરામ કરવા લાગ્યા. ત્યારેજ ત્યાં એક હરણ આવ્યું. તેણે જેવું તીર ચલાવવાનો પ્રયત્ન કર્યો કે ત્યારે જ એક બિલિપત્ર પર વરસાદનું જામેલુ પાણી નીચે સ્થાપિત શિવલિંગ પર પડ્યું. સિકારી દ્વારા અજાણ્યે શિવરાત્રીના જ પહેલા પ્રહરની પૂજા થઈ ગઈ. 

આ રીતે થઈ બીજા પ્રહરની પૂજા 
હરણની નજર શિકારી પર પડી. તેણે શિકારીને કહ્યું કે ઘરમાં બાળક તેની રાહ જોઈ રહ્યા છે. હરણની વાત સાંભળીને શિકારીએ તેને છોડી દીધી. ત્યાર બાદ હરણની બહેન ત્યાંથી પસાર થઈ. પછી ગુરૂદ્રુહે પોતાના ધનુષ અને તીર ચડાવ્યા. ફરી બિલિપત્ર અને જળ શિવલિંગ પર પડ્યા. એવામાં બીજા પ્રહરની પૂજા થઈ ગઈ. તે હરણે પણ પોતાના બાળકોની સુરક્ષિત સ્થાન પર મુકીને ફરી આવવાની વાત કહી. 

શિકારની રાહમાં અજાણ્યામાં કરી શિવ પૂજા 
થોડી વાર પછી હરણ તેમને શોધવા નિકળ્યો. ફરી આખી પ્રક્રિયા અજાણતા જ થઈ અને ત્રીજા પ્રહરની પણ શિવલિંગની પૂજા પુરી થઈ. થોડી સમય બાદ ત્રણેય હરણ શિકારીના આપેલા વચનના કારણે તેની પાસે આવી ગયા. આ બધાને જોઈને ગુરૂદ્રુહ ખૂબ જ ખુશ થઈ ગયા. તે બધાને મારતા તે પહેલા ચોથા પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ. 

શિવજીએ શિકારીને આપ્યો આશીર્વાદ 
સવારથી રાત સુધી કંઈ પણ ખાધા પિધા વગર તેણે અજાણ્યામાં શિવરાત્રીનું વ્રત-પૂજા કરી. આ રીતે તેને પાપોમાંથી મુક્તિ મળી અને તેણે હરણને મારવાનો વિચાર પણ છોડી દીધો. જેના પ્રભાવથી તેના પાપ તત્કાળ ભસ્મ થઈ ગયા. 

સૂર્યોદય થતા જ તેણે બધા હરણને મારવાનો વિચાર ત્યાગ કરી દીધો. ત્યાંરે જ શિવલિંગથી ભગવાન શંકર પ્રકટ થયા અને તેમણે વરદાન આપતા કહ્યું ત્રેતાયુગમાં ભગવાન રામ તેમના ઘરે આવશે સાથે જ ત્યાર બાદ તે જન્મ-મરણના બંધનથી મુક્ત થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ