બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ગુજરાત / રાજકોટ / Shravan 2023: Enter this Shiva temple in Rajkot, you will be amazed to see turtles, Video

શિવ મંદિર / રાજકોટના આ શિવ મંદિરમાં એન્ટ્રી કરો એટલે જ્યાં જુઓ ત્યાં કાચબા, Video જોઇ દંગ રહી જશો

Megha

Last Updated: 04:25 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં આવેલ પોણા ચારસો વર્ષ જૂના સોમનાથ મહાદેવના મંદિરમાં આજે પણ જીવીત કાચબાના દર્શન થાય છે. મહાદેવનું આ મંદિર કાચબા મંદિર કે કાચબાની જગ્યા તરીકે ઓળખાવા લાગ્યું છે.

  • રાજકોટમાં મહાદેવનું એક મંદિર છે જ્યાં જીવીત કાચબાના દર્શન થાય છે
  • મહાદેવનું આ મંદિર કાચબા મંદિર કે કાચબાની જગ્યા તરીકે ઓળખાવા લાગ્યુ
  • ભગવાન શંકરે  કાચબાને પણ મંદિરમાં સ્થાન આપેલું છે

શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે. ત્યારે સદીઓ જુનું એક મંદિર રાજકોટમાં આવેલું છે. જ્યાં જીવીત કાચબાના આજે પણ દર્શન થાય છે. અહિંયા પોણા 400 વર્ષથી કાચબા છે. જેથી આ મંદિર કાચબા મંદિર તરીકે ઓળખાઈ છે.

મહાદેવનું આ મંદિર કાચબા મંદિર કે કાચબાની જગ્યા તરીકે ઓળખાવા લાગ્યુ
જોકે આવા દૃશ્યો તમને આખા સૌરાષ્ટ્રમાં રાજકોટમાં આજી નદીના કાંઠે આવેલા બેડીનાકા પાસે ખડપીઠ રોડ પર આવેલા પોણા ચારસો વર્ષ જૂના સોમનાથ મહાદેવના મંદિરમાં જોવા મળે છે. મંદિરમાં સ્થાપના થઇ ત્યારથી અહીંયા કાચબા છે. શરૂઆતમાં કોઇ કાચબાની એકી જોડી મૂકી ગયું હતું. તેમાંથી કાચબાની સંખ્યા વધતી ગઇ. મુખ્યત્વે ધૂળિયામાં કાચબા તરીકે આ ઓળખાતા આ કાચબા મહાદેવનું પ્રતિક હોય તેને જ મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું. પછીથી આ મંદિર કાચબા મંદિર કે કાચબાની જગ્યા તરીકે ઓળખાવા લાગ્યુ હતું.

Rajkot Turtle Temple

વર્ષો પહેલા પોણા ત્રણસો કાચબાઓ એક રૂમમાં હતા
આ અંગે મંદિરના પૂજારી કમલેશભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બેડીનાકા ટાવર પાસે નદીના કાંઠે મહાદેવનું કાચબાનું મંદિર આવેલું છે. પોણા 400 વર્ષ જૂનું આ મંદિર છે. પહેલા અહીં ગીરીબાપુ હતા અને તેની સમાધિ પણ મંદિરમાં આવેલી છે. તેઓએ જીવતી સમાધિ લીધી હતી અને સમાધિમાં 7 દિવસ સુધી જીવતા હતા. બાદમાં તેમના ચેલાએ મંદિરનું સંચાલન સંભાળ્યું અને વર્ષો બાદ અમારા વંશ પરંપરા મુજબ હાલ અમે મહાદેવની પૂજા-અર્ચના કરીએ છીએ. વર્ષો પહેલા પોણા ત્રણસો કાચબાઓ એક રૂમમાં હતા. હજી પણ કાચબાઓ મોટી સંખ્યામાં છે. આ મંદિરનું નામ સોમનાથ મહાદેવ રાખ્યું છે પણ મંદિર કાચબા મંદિર તરીકે જાણીતું છે. 

Rajkot Turtle Temple

ભગવાન શંકરે કાચબાને પણ મંદિરમાં સ્થાન આપેલું છે
કોઈપણ શિવજીના મંદિરમાં જતાની સાથે સૌ પ્રથમ પોઠીયો અને ત્યારબાદ કાચબા ના દર્શન થતા હોય છે. પોઠીયો એ શિવજીનું વાહન માનવામાં આવે છે જ્યારે કાચબો એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શંકરે પોઠિયા (નંદી)ની જેમ કાચબાને પણ મંદિરમાં સ્થાન આપેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, કાચબો એ જ્ઞાનનું પ્રતીક છે. જેમ કાચબો પોતાના પગ અને મોઢું સંકોચી લે છે તેમ માણસોએ મહાદેવના દર્શન કરતા પહેલા સારા ખરાબ વિચારો પડતા મૂકીને તમામ ઇન્દ્રિય ઓ સંકોચી લઇ સંયમ જાળવવો જોઇએ. એટલે કે કાચબાના દર્શન પછી તેની પાસેથી જ્ઞાન અને સંયમની શિક્ષા લઇ પછી જ લોકો મહાદેવના દર્શન કરી શકશે તેવું વરદાન ભગવાન શંકરે કાચબાને આપ્યું હતુ. એટલે જ મહાદેવના તમામ મંદિરમાં કાચબાનું પ્રતીક જોવા મળે છે. જ્યારે આ અનોખા મંદિરમાં કાચબાના પ્રતીક નહી પણ જીવતા કાચબાના દર્શન કરી શકાય છે. રાજકોટમાં આવેલા આ મંદિરમાં જીવતા કાચબા એ આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ