બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Shocked by police's explanation in Narmada stone pelting case, prosecutor Wasim is totally wrong

ષડયંત્ર / જાતે બ્લેડના ઘા માર્યા, ધમકી ભર્યા કોલમાં સેટિંગ', નર્મદા પથ્થરમારા કેસમાં પોલીસના ખુલાસાથી હડકંપ, ફરિયાદી વસીમ તદ્દન ખોટો

Vishal Khamar

Last Updated: 06:06 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રા પર થયેલ પથ્થરમારા મામલે મહત્વનો ખુલાસો થયો છે. વસીમે લૂંટ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા આરોપ ખોટા સાબિત થયા હતા.

  • નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રામાં થયેલ પથ્થરમારા મામલે ખુલાસો
  • પોલીસે ગુનાની ગંભીરતા લઈ તપાસ હાથ ધરી હતી
  • પોલીસ તપાસમાં ફરિયાદીનાં તમામ આરોપો ખોટા સાબિત થયા

 નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રામાં થયેલ પથ્થરમારા મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા હાથ ધરેલ તપાસમાં ફરિયાદી વસીમ દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા છે તે તમામ ખોટા સાબિત થયા છે. ત્યારે વસીમની દુકાનમાં લૂંટનાં CCTV વાયરલ થયા હતા. જે બાદ લૂંટ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.  

પુત્રી સાથે જતો હતો ત્યારે બાઈકસવારે હુમલો કર્યાની ફરિયાદ કરી હતી
વસીમે કેટલાક બુકાની ધારકો ધમકી આપતા હોવાની ફરિયાદ કરી હતી. તેમજ ધમકી ભર્યા પત્ર બાદ વસીમે વધુ એક ફરિયાદ પોલીસમાં કરી હતી. જેમાં વસીમ પુત્રી સાથે જતો હતો. ત્યારે બાઈક સવારે હુમલો કર્યાની ફરિયાદ વસીમે પોલીસ મથકે કરી હતી. જે બાબતે પોલીસ દ્વારા વસીમ દ્વારા કરાયેલ તમામ ફરિયાદોની પોલીસે તપાસ હાથ ધરતા ફરિયાદી વસીમનાં આરોપ ખોટા સાબિત થયા હતા. 

શોર્ય યાત્રામાં પથ્થરમારો કર્યો હતો

હુમલો થયો નથી પણ વસિમે જાતે બ્લેડના ઘા માર્યા હતા
પોલીસ દ્વારા વસીમે નોંધાવેલ ફરિયાદને ગંભીરતાથી લઈ તે બાબતે તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, વસીમે બીજા પાસે ધમકી ભર્યા કોલ કરાવ્યાની વાત પોલીસ તપાસમાં બહાર આવી છે. તેમજ વસીમ પર કોઈ પણ હુમલો થયો નથી. જેમાં વસીમે જાતે જ બ્લેડનાં ઘા માર્યા હતા. 

પ્રશાંત સુંબે (પોલીસ અધિક્ષક, નર્મદા)

પોલીસે વસીમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વસીમ દ્વારા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરી હતી. નર્મદા પોલીસે સંપૂર્ણ તપાસ બાદ અનેક ખુલાસાઓ કર્યા હતા. આ બાબતે પોલીસે વસીમ સામે વધુ એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ