બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Shivalik Bimetal Controls shares raised by 31000 percent in last 10 years current price is 556.30 rupee
Vaidehi
Last Updated: 05:52 PM, 26 August 2023
ADVERTISEMENT
એક નાની કંપનીનાં શેરોએ છેલ્લાં 10 વર્ષોમાં ઘણું મોટું રિટર્ન આપ્યું છે. આ કંપની શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સ છે. કંપનીનાં શેરોએ રોકાણકારોને માલામાલ કરી દીધું છે. છેલ્લાં 10 વર્ષોમાં શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સનાં શેર આશરે 2 રૂપિયાથી 550 રૂપિયાને પાર પહોંચ્યાં છે. કંપનીનાં શેરોએ આ સમયગાળામાં ઈનવેસ્ટર્સને 31000%થી વધારેનું રિટર્ન આપ્યું છે.
10 હજાર રૂપિયાનાં બનાવ્યાં 31 લાખ
શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સનાં શેર 21 ઑગસ્ટ 2013નાં BSEમાં 1.75 રૂપિયા પર હતાં. કંપનીનાં શેર 25 ઑગસ્ટ 2013નાં BSEમાં 556.30 રૂપિયા પર પહોંચી ગયાં છે. જો કોઈ વ્યક્તિએ 10 વર્ષ પહેલાં શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સનાં શેરોમાં 10000 રૂપિયા લગાડ્યાં હતાં અને રોકાણને જાળવી રાખ્યું હતું તો આજે આ શેરોની વેલ્યૂ 31.78 લાખ રૂપિયા છે.
ADVERTISEMENT
3 વર્ષોમાં શેરોમાં 1900% ઊછાળો
શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સનાં શેરોમાં છેલ્લાં 3 વર્ષોમાં જબરદસ્ત તેજી આવી છે. કંપનીનાં શેરો 4 સપ્ટેમ્બર 2020નાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 27.10 રૂપિયા પર હતાં. શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સનાં શેર 25 ઑગસ્ટ 2023નાં BSEમાં 556.30 રૂપિયા પર બંધ થયાં છે. કંપનીનાં શેરોએ છેલ્લાં 3 વર્ષોમાં 1953%નું રિટર્ન આપ્યું છે. શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સનાં શેરોનું 52 અઠવાડિયાનું હાઈલેવલ 730 રૂપિયા છે. કંપનીનાં શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 359.40 રૂપિયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.