બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / shehnaaz gill reveals blocked salman khan number called offer

બોલિવુડ / 'સલમાન ખાને શહેનાઝ ગિલને ફોન કર્યો તો અભિનેત્રીએ નંબર બ્લોકમાં નાખી દીધો', હવે થયો ઘટનાનો ચોંકાવનારો ખૂલાસો, જુઓ શું બન્યું હતું

Bijal Vyas

Last Updated: 11:23 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેનાઝ ગિલ સલમાન ખાન સાથે આવનારી ફિલ્મના પ્રમોશનમાં લઇને ખૂબ વ્યસ્ત છે, પરંતુ તેની સાથે સાથે અનેક ખુલાસા પણ થઇ રહ્યાં છે. હવે શહેનાઝે કહી ચોકનારી વાત....

  • શહનાઝ ગિલે આ ફિલ્મની રિલીઝ પહેલા એક ખુલાસો કર્યો
  • સલમાનનો નંબર કર્યો હતો બ્લોક 
  • સલમાનને પાછો કોલ બેક કર્યો, સોરી કહ્યું અને પછી તેને આ ફિલ્મમાં કામ મળ્યું.

Shehnaaz Gill Blocked Salman Khan: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ 21 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં બિગ બોસ ફેમ શહનાઝ ગિલ પણ જોવા મળશે. શહનાઝ ગિલે આ ફિલ્મની રિલીઝ પહેલા એક ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે તેને આ ફિલ્મ માટે સલમાન ખાનનો ફોન આવ્યો તો તેણે સલમાનનો નંબર બ્લોક કરી દીધો. હવે તેણે કહ્યું છે કે તેની પાછળનું કારણ શું હતું.

ધ કપિલ શર્મા શોમાં વાતચીત દરમિયાન શહનાઝ ગિલે જણાવ્યું કે જ્યારે તેને સલમાન ખાનનો ફોન આવ્યો ત્યારે તે અમૃતસરમાં હતી. અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તે પરેશાન થવા માંગતી ન હતી. એટલા માટે તેણે સલમાન ખાનનો નંબર બ્લોક કરી દીધો હતો. બાદમાં તેને ખબર પડી કે જે નંબર પરથી કોલ આવ્યો હતો તે બીજા કોઈનો નહીં પણ તેના ફેવરિટ સલમાન ખાનનો હતો.


અભિનેત્રીએ જણાવ્યું કે થોડા સમય પછી તેને ફોન આવ્યો કે સલમાન ખાન તેને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, શહનાઝ ગિલે Truecaller પર નંબરની ચકાસણી કરી અને તે નંબર માત્ર સલમાન ખાનનો હોવાનું જાણ્યુ. આ પછી શહનાઝ ગિલને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે સલમાન ખાનનો નંબર ફરીથી અનબ્લૉક કર્યો. આ પછી તેણે સલમાનને પાછો કોલ બેક કર્યો, સોરી કહ્યું અને પછી તેને આ ફિલ્મમાં કામ મળ્યું.


ફિલ્મની વાત કરીએ તો સલમાન ખાનની ફિલ્મો હંમેશા ઈદના અવસર પર રિલીઝ થાય છે. પરંતુ આ વખતે તેની ફિલ્મ ઈદ પહેલા રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ શામજી કરી રહ્યા છે. આ ફિલ્મમાં પૂજા હેગડે સલમાનની સાથે જોવા મળી છે. આ સિવાય ફિલ્મમાં દગ્ગુબાતી વેંકટેશ, સિદ્ધાર્થ નિગમ, રામ ચરણ, શહનાઝ ગિલ અને પલક તિવારી જોવા મળશે. ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ