બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Shehbaz Sharif, Pakistan Opposition Leader, Elected New PM

સંસદમાં મતદાન / BIG NEWS : શેહબાઝ શરીફ સર્વાનુમતે ચૂંટાયા પાક.ના નવા પ્રધાનમંત્રી, શાહ મોહમ્મદ કુરૈશીનો પરાજય

Mayur

Last Updated: 05:55 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની સંસદમાં થયેલા મતદાનમાં વિપક્ષી નેતા શેહબાઝ શરીફને સર્વાનુમતે નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં છે.

  • પાકિસ્તાની સંસદમાં થયું વોટિંગ 
  • શેહબાઝ શરીફને મળ્યાં 174 વોટ
  • વિપક્ષી ઉમેદવાર મહેમૂદ કુરૈશીને એક વોટ પણ ન મળ્યો 
  • ઈમરાનની પાર્ટીએ મતદાનનો કર્યો બહિષ્કાર 
  • ઈમરાનની પાર્ટીના તમામ સાંસદોએ આપ્યાં રાજીનામા 

પાકિસ્તાનમાં નવા પ્રધાનમંત્રીની પસંદગી માટે આજે સંસદનું વિશેષ સત્ર બોલાવાયું હતું. વોટિંગમાં વિપક્ષી નેતા અને પાકિસ્તાની મુસ્લિમ લીગના નેતા શેહબાઝ શરીફને સર્વાનુમતે નવા પ્રધાનમંત્રી ચૂંટી કાઢવામાં આવ્યાં છે. 

શેહબાઝને 174 વોટ  મળ્યાં, શાહ મહમૂદ કુરૈશીને એક વોટ પણ ન મળ્યો 

પાકિસ્તાની સંસદ નેશનલ એસેમ્બલીમાં થયેલા મતદાનમાં શેહબાઝને 174 વોટ  મળ્યાં હતા. તો વિપક્ષી ઉમેદવાર શાહ મહમૂદ કુરૈશીને એક વોટ પણ મળ્યો નહોતો. 

સ્પીકરે ભૂલથી નવાઝ શરીફને પ્રધાનમંત્રી જાહેર કર્યાં 
સંસદમાં થયેલા વોટિંગ બાદ સ્પીકર અયાઝ સાદિકે ભૂલથી પ્રધાનમંત્રી તરીકે નવાઝ શરીફનું નામ જાહેર કર્યું હતું પરંતુ ભૂલનો અહેસાસ થતા તેમણે તાત્કાલિક સંભાળી લીધું હતું અને માફી માગી હતી. તેમણે કહ્યું કે મિયા મોહમ્મદ નવાઝ શરીફ સાહેબ દિલ અને દિમાગમાં વસ્યાં છે તેથી આવી ભૂલ થઈ. 
આજે રાતે ઈસ્લામાબાદમાં લેશે પ્રધાનમંત્રી પદના શપથ

નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ આજે રાતે ઈસ્લામાબાદમાં પ્રધાનમંત્રીના શપથ લેશે. 

ઈમરાનની પાર્ટીના તમામ સાંસદોના રાજીનામા 

ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ વડાપ્રધાન પદની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ સાથે ઇમરાનની પાર્ટીના તમામ સાંસદોએ પણ નેશનલ એસેમ્બલીમાંથી રાજીનામું આપી દીધું છે. સાંસદોની સાથે સાથે ડેપ્યુટી સ્પીકરે પણ રાજીનામું આપી દીધું હતું.તેના થોડા સમય પહેલાં જ સંસદમાં પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી કરવાનું શરૂ થયું હતું.

ઈમરાને કહ્યું, ચોરની સાથે સંસદમાં બેસવા તૈયાર નથી

રાજીનામાની જાહેરાત કરનાર પૂર્વ પીએમ ઈમરાન ખાને કહ્યું કે તેઓ સંસદમાં ચોર સાથે બેસવા તૈયાર નથી. 

કોણ છે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી 

ઈમરાન ખાનને સત્તામાંથી હાંકી કાઢ્યા બાદ પ્રધાનમંત્રી બનનાર શેહબાઝ શરીફ  પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રમુખ છે.  ત્રણ વખતના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના 70 વર્ષીય નાના ભાઈ શાહબાઝ  દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા અને રાજકીય રીતે મહત્વના પંજાબ પ્રાંતના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ પહેલીવાર છે જ્યારે તેમની પાર્ટી પીએમએલ-એન - ખાસ કરીને તેના સુપ્રીમો નવાઝ શરીફ - વડા પ્રધાન પદ માટે તેમના નામ પર સંમત થયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના સહ-અધ્યક્ષ આસિફ અલી જરાદ્રિએ સંયુક્ત વિપક્ષી બેઠકમાં વડાપ્રધાન પદ માટે શેહબાઝના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ઈમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવી દેવાયા 

ઈમરાન ખાનને પ્રધાનમંત્રી તરીકે હટાવી દેવા માટે વિપક્ષો અવિશ્વાસની દરખાસ્ત લઈ આવ્યાં હતા જેમાં ઈમરાનની પાર્ટીનો કારમો પરાજય થતા તેમણે પીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું. 

પ્રધાનમંત્રી બનતા પહેલા શેહબાઝે ભારતને લઈને આપ્યું આ નિવેદન 
પાકિસ્તાનના વડાપ્રધાન બનતા પહેલા જ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા શાહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે અમે ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ, જે કાશ્મીર વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી શક્ય નથી. શાહબાઝ શરીફ સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના નેતા શાહબાઝે કહ્યું, "અલ્લાહે પાકિસ્તાનની કરોડો માતાઓ અને બહેનો, વડીલોની નમાઝ સ્વીકારી છે. પાકિસ્તાનમાં આજે એક નવી સવાર શરૂ થવાની છે. અમે પાકિસ્તાનને કાઈદ-એ-આઝમનું પાકિસ્તાન બનાવીશું.નેતાઓને પાકિસ્તાનની જેલોમાં કેવી રીતે મોકલવામાં આવ્યા, અમે તે માજી પાસે જવા માંગતા નથી. અમે પાકિસ્તાનને વધુ સારું બનાવવા માંગીએ છીએ. હું કહેવા માંગુ છું કે અમે આ લોકોના ઘાને મટાડવા માંગીએ છીએ. અમે કોઈની સાથે બદલો નહીં લઈએ. અમે કોઈને જેલમાં નહીં મોકલીએ, પરંતુ કાયદો પોતાનું કામ કરશે. ન્યાયનો વિજય થશે. આપણે સૌ મળીને આ દેશને ચલાવીશું અને પાકિસ્તાનને કાઈદ-એ-આઝમનું પાકિસ્તાન બનાવીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ