બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Share market today: Sensex nifty investors lost crores while trading, HDFC became the top looser

બિઝનેસ / કડડભૂસ થયું શેરબજાર: સેંસેક્સ 796 પોઈન્ટ તૂટ્યો, લોકોના 3 લાખ કરોડ રૂપિયા સ્વાહા, જાણો કયા શેરના ભાવ થયા ધડામ

Vaidehi

Last Updated: 05:08 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેંસેક્સમાં શામેલ 30માંથી માત્ર 6 શેર પ્રોફીટમાં જ્યારે બાકીનાં તમામ શેરોમાં જબરો ઘટાડો નોંધાયો છે. રિલાયંસ ઈંડસ્ટ્રીઝથી લઈને HDFC બેંકોનાં શેર ટોપ લૂઝર્સ બન્યાં.

  • સેંસેક્સમાં આજે મોટો કડાકો
  • 800 જેટલા પોઈન્ટસ જેટલો ઘટાડો
  • HDFC બેંકનાં શેર બન્યો ટોપ લૂઝર

ગણેશ ચતુર્થીની રજા બાદ આજે શેર બજારમાં ભારે ઘટાડો નોંધાયો. હેવી વેટ શેરમાં ચારેય તરફ વેંચાણને લીધે BSE સેંસેક્સ 796 અંકથી નીચે પડ્યો. ઘટાડા બાદ 66800.84 અંક પર બંધ થયો. સેંસેક્સમાં શામેલ 30માંથી માત્ર 6 શેર ગ્રીન સાઈન પર બંધ થયાં જ્યારે બાકીનાં 24માં મોટો ઘટાડો થયો. HDFC બેંકનાં શેર 3.84%થી ઘટીને 1565.50 રૂપિયા પર બંધ થયાં. રિલાયંસનાં શેરોમાં પણ 2%નો ઘટાડો થયો.

નિફ્ટી50ની સ્થિતિ 
નિફ્ટી50 222.85 અંકનાં ઘટાડા સાથે 19910.45નાં અંક પર બંધ થયો. બજારમાં આજે રોકાણકારોને ભારે નુક્સાન થયું છે. એક દિવસમાં રોકાણકારોનાં લાખો રૂપિયા ડૂબી ગયાં છે. 18 સપ્ટેમ્બરનાં BSEમાં લિસ્ટેડ કંપનીઓમાં 3.23 લાખ કરોડની મૂડી હતી. આજે બજાર બંધ થઈ ત્યારે લિસ્ટેડ કંપનીઓની મૂડી ઘટીને 3.20 લાખ કરોડ થઈ. એક દિવસમાં રોકાણકારોને 2.34 લાખ કરોડનું નુક્સાન થયું.

સેંસેક્સ 800 પોઈન્ટસ ઘટ્યું
ટ્રેડિંગનાં અંતમાં બોમ્બે સ્ટોક એક્સચેંજનાં 30 શેરોવાળા સેંસેક્સ 796.00 અંકોથી ઘટીને 66800.84 પર બંધ થયું.  સેંસેક્સમાં 23 શેર લાલ નિશાની પર બંધ થયાં જેમાં HDFC બેંક ટોપ લૂઝર બન્યું. આ સિવાય JSW Steel, રિલાયંસ ઈંડસ્ટ્રી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને મારુતિ સુઝુકીનાં શેરોમાં 1.45%થી લઈને 2.51% જેટલો ઘટાડો નોંધાયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ