બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:34 PM, 21 February 2024
શેર બજારમાં રોકાણ કરવા માટે દરરોજ કુવો ખોદી પાણી પીવા જેવું હોય છે. એક દિવસ નફો થતો બીજા દિવસે ભારે નુકસાનની આશંકા હંમેશા રહે છે. એવામાં રોકાણકારો રોજ નફા વાળા શેર શોધે છે. છતાં ઘણી વખત નુકસાન ઉઠાવવું જ પડે છે. તમારી આ મુશ્કેલીનો અંત ટેક્નીકથી આવી ગયો છે. જેને અલ્ગો ટ્રેડિંગ અથવા ઓટોમેટિક ટ્રેડિંગ કે બ્લેક બોક્સ ટ્રેડિંગના નામથી જાણવામાં આવે છે. તેને હાઈ ફ્રેક્વન્સી ટ્રેડિંગ પણ કહે છે.
ADVERTISEMENT
અલ્ગો ટ્રેડિંગ ખૂબ જ ઝડપથી પોપ્યુલર થઈ રહ્યું છે. આમ તો તેનો મોટાભાગે ઉપયોગ મોટા અને સંસ્થાગત રોકાણકાર એટલે કે બ્રોકરેજ હાઉસથી જ કરવામાં આવે છે. પરંતુ હવે આ નાના રોકાણકારોની વચ્ચે પણ ખૂબ જ ઝડપથી ફેમસ થઈ રહ્યું છે. અમુક બ્રોકરેજ હાઉસ તો અહીં સુધી દાવો કરે છે કે આ ટેક્નીકની મદદથી બજારમાં પૈસા લગાવ્યા તો નુકસાનની આશંકા ખૂબ ઓછી રહે છે. જોકે જિરોધાના ફાઉન્ડર કે નીતિન કામત કહે છે કે અમુક કેસોમાં અલ્ગો ટ્રેડિંગમાં પણ નુકસાન થઈ જાય છે. પરંતુ મોટાભાગે તેનું અનુમાન સાચુ બેસે છે.
ADVERTISEMENT
શું છે અલ્ગો ટ્રેડિંગ
તેના નામથી જ ખબર પડે છે કે અલ્ગો મતલબ કે અલ્ગોરિધમ. જે કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી શેર પસંદ કરવામાં મદદ કરે છે. તેને સોફ્ટવેરમાં માર્કેટ ટ્રેડિંગના ફોર્મુલા પહેલાથી જ નક્કી કરી દેવામાં આવે છે અને જે સ્ટોક તેના પર ખરા ઉતરે છે તેમને ખરીદવાનો ઓર્ડર કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા ઓટોમેટિક રીતે આપવામાં આવે છે. મહત્વનું છે કે નફા વાળા શેર પકડવા માટે તમારે પોતે મહેનત કરવાની જરૂર નહીં પડે.
વધુ વાંચો: વિદેશ જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો, આ દેશોએ ઘટાડ્યા વિઝા
કેવી રીતે રોકાઈ જાય છે નુકસાન?
અલ્ગો ટ્રેડિંગ સંપૂર્ણ રીતે મશીન આધારિત ગણના હોય છે જેનાથી રોકાણકારોના સેંટિમેન્ટનું ટ્રેડિંગ પર કોઈ અસર નથી પડતો. એટલે કે શેરોની પસંદગી તમારી ભવનાઓના આધાર પર નહી પરંતુ માર્કેટના ટ્રેન્ડના આધાર પર થશે. આ ટેક્નીકનો ઉપયોગ કરી તમે આવા શેરોને પસંદ કરવાથી બચી શકો છો જેમાં આવનાર સમયમાં ઘટાડાની આશંકા છે. મોટાભાગે રોકાણકારે પોતાના સેંટિમેન્ટના કારણે ખોટા શેરોની પસંદગી કરે છે અને નુકસાન કરાવી બેસે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT