બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Sharad Pawar's Shocking Statement 'There Can Be Dispute In INDIA Coalition Regarding Seats'

રાજકારણ / 'સીટોને લઇ INDIA ગઠબંધનમાં થઇ શકે છે વિવાદ', શરદ પવારનું ચોંકાવનારું નિવેદન

Priyakant

Last Updated: 04:25 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sharad Pawar Statement News: NCP વડા શરદ પવારે પુણેમાં પત્રકારો સાથે વાત કરી આપ્યું મોટું નિવેદન, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણીને જાણો શું છે પ્લાન ?

  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારનું INDIA ગઠબંધનને લઈને મોટું નિવેદન 
  • INDIA ગઠબંધન સીટોને લઈને સાવચેત રહેશે: શરદ પવાર
  • રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગઠબંધન ભાગીદારો વચ્ચે કોઈ વિવાદ ન થાય તે માત્ર કવાયત 

Sharad Pawar Statement : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારે INDIA ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, શરદ પવારે કહ્યું છે કે, INDIA જૂથ સીટોને લઈને સાવચેત રહેશે, જેથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ગઠબંધન ભાગીદારો વચ્ચે કોઈ વિવાદ ન થાય. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત આ વર્ષના અંતમાં છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં પણ ચૂંટણી યોજાશે.

શરદ પવારે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી
NCP વડા શરદ પવારે પુણે જિલ્લાના બારામતીમાં પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે મરાઠા આરક્ષણ અને ડુંગળી પર નિકાસ ડ્યુટી જેવા અન્ય ઘણા મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાથેની અથડામણ અંગેના પ્રશ્નના જવાબમાં, એનસીપી સુપ્રીમોએ કહ્યું કે, કોંગ્રેસે કેટલીક બેઠકોનો દાવો કર્યો છે. જો કે હજુ સુધી ત્યાં ચૂંટણી નથી. પવારે કહ્યું કે એ વાતને નકારી શકાય નહીં કે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ INDIAના સહયોગી ભાગીદારો વચ્ચે મતભેદો થઈ શકે છે. જોકે અમે આ મુદ્દાને પણ ઉકેલીશું.

કોંગ્રેસ અને અન્ય પક્ષો સાથે ચર્ચા કરશે
NCPના વડાએ કહ્યું કે, હું મુંબઈ પરત આવ્યા બાદ કોંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કરીશ. અમે એ સુનિશ્ચિત કરવાનું ધ્યાન રાખીશું કે ચૂંટણીવાળા રાજ્યોમાં ગઠબંધનના ભાગીદારો વચ્ચે બેઠકોની વહેંચણી પર કોઈ વિવાદ ન થાય. આ પ્રક્રિયા આઠથી દસ દિવસમાં શરૂ થશે.  જ્યારે મરાઠા આરક્ષણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શરદ પવારે કહ્યું કે રાજ્યની શિંદે સરકારે વચન આપ્યું છે કે તે આ મુદ્દાને ઉકેલશે. હવે જોઈએ કે આગામી દિવસોમાં સરકાર શું નિર્ણય લે છે.  ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી અંગેના પ્રશ્નના જવાબમાં, NCP સુપ્રીમોએ કહ્યું કે આ ખેડૂતો સાથે અન્યાય છે. અમારી માંગ છે કે આ નિકાસ ડ્યુટી પાછી ખેંચી લેવામાં આવે. પવારે કહ્યું કે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ મુદ્દે દિલ્હીમાં બેઠક બોલાવી છે. આશા છે કે આ બેઠકના કેટલાક સકારાત્મક પરિણામો બહાર આવશે. જો આમ નહીં થાય તો ખેડૂતોમાં બેચેની વધશે, જેના પર નિયંત્રણ નહીં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ