જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિ ગોચર કરનાર ગ્રહ છે. શનિ અઢી વર્ષે ગોચર કરે છે. શનિ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિદેવ 4 નવેમ્બરના રોજ વક્રી દશા છોડીને માર્ગી થશે. શનિ ગ્રહ માર્ગી થતા આ 3 રાશિના જાતકોનું જીવન સુધરી જશે, કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
વૃષભ-
શનિદેવ માર્ગી થવાને કારણે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કરિઅરમાં પ્રગતિ થશે, જે પણ કામ કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. બિઝનેસમાં નફો થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. નવી તક મળશે, સમાજમાં માન, સમ્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે, તમામ સમસ્યાનું નિવારણ આવશે.
કર્ક-
કર્ક રાશિના જાતકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તમામ કાર્ય અને બિઝનેસમાં સફળતા મળશે. એક પછી એક સારા સમાચાર પ્રાપ્ત થશે. સખત પરિશ્રમ કરવાથી સારું ફળ પ્રાપ્ત થશે. વિર્ધાર્થીવર્ગને પરીક્ષામાં સફળતા મળશે.
કન્યા
આ રાશિના જાતકોને ઓફિસમાં સારા સમાચાર મળશે. નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ થઈ શકે છે. બિઝનેસમાં લાભ થશે અને બિઝનેસ વિસ્તારિત થશે. પરિવાર માટે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો, બેરોજગારોને નોકરી મળી શકે છે.
આ 3 રાશિના જાતકો પર શનિ ભારે રહેશે
શનિ ગ્રહે 17 જાન્યુઆરીના રોજ કુંભ રાશિમાં ગોચર કર્યું હતું. જેના પરિણામે મકર, કુંભ અને મીન રાશિની સાઢેસાતી ચાલી રહી છે. આ ત્રણ રાશિના જાતકો પર શનિનો પ્રકોપ રહેશે. શનિ દેવ 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં રહેશે, તે સમયે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં સુધી આ રાશિના જાતકોએ શનિની સાઢેસાતીનો સામનો કરવો પડશે.