બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Shailesh Lodha Won Case Against TMKOC Makers Asit Modi will have to give so much money

TMKOC / 'તારક મહેતા' જીત્યા કેસ: આસિત મોદીએ આપવા પડશે આટલા રૂપિયા, શૈલેષ લોઢાએ કહ્યું આખરે સત્યની જીત થઈ

Megha

Last Updated: 03:02 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shailesh Lodha news: અસિત કુમાર મોદી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે. શૈલેષ લોઢાએ તેની બાકી રકમની ચુકવણી માટે અસિત કુમાર મોદી વિરુદ્ધ કેસ કર્યો હતો જેનો ચુકાદો શૈલેષની તરફેણમાં આવ્યો છે

  • શૈલેષ લોઢાએ અસિત કુમાર મોદી વિરુદ્ધ કેસ કર્યો હતો 
  • આખરે એ કેસનો ચુકાદો શૈલેષની તરફેણમાં આવ્યો છે
  • શૈલેષ લોઢાને 1 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી  

Shailesh Lodha Won Case Against TMKOC Makers:'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ ટેલિવિઝન પરના સૌથી પ્રખ્યાત શોમાંનો એક છે. આ શોમાં શૈલેષ લોઢાએ 'તારક મહેતા'નું પાત્ર ભજવ્યું હતું. શોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો પણ એપ્રિલ 2022માં એમને સીરિયલ છોડી દીધી હતી. એ બાદ આ વર્ષની શરૂઆતમાં અભિનેતાએ નિર્માતા આસિત કુમાર મોદી વિરુદ્ધ તેમના કામનું વળતર ન આપવા બદલ કેસ દાખલ કર્યો હતો અને આખરે ચુકાદો શૈલેષની તરફેણમાં આવ્યો છે.

અસિત કુમાર મોદી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે
એ વાત તો નોંધનીય જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત કુમાર મોદી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે. આ શોમાં શ્રીમતી રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે દાવો કર્યો હતો કે અસિત કુમાર મોદી અને અન્ય બે વ્યક્તિઓએ તેની સાથે જાતીય સતામણી કરી હતી. આ સાથે જ સીરિયલ છોડી ચૂકેલા ઘણા સ્ટાર્સે પણ દાવો કર્યો છે કે સેટ પર ભેદભાવ અને રાજકારણ ચાલી રહ્યું છે.

શૈલેષ લોઢાએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)નો સંપર્ક કર્યો હતો
આ બધા પહેલા આ વર્ષની શરૂઆતમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સ્ટાર શૈલેષ લોઢાએ તેની બાકી રકમની ચુકવણી માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)નો સંપર્ક કર્યો હતો અને નાદારી સંહિતાની કલમ 9 હેઠળ કેસની સુનાવણી કરવામાં આવી હતી અને શૈલેષ લોઢા અને અસિત કુમાર મોદી વચ્ચે સમજૂતી થઈ હતી. 

શૈલેષ લોઢાને 1 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી  
એક અહેવાલ મુજબ, ચુકાદો મે મહિનામાં આવ્યો હતો અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીએ શૈલેષ લોઢાને પતાવટની રકમ તરીકે રૂ. 1,05,84,000 ચૂકવવા પડ્યા હતા.

લડાઈ પૈસા વિશે ક્યારેય ન હતી
આ મામલે વાત કરતા શૈલેષ લોઢાએ કહ્યું, 'આ લડાઈ ક્યારેય પૈસાને લઈને નહોતી. તે ન્યાય અને સ્વાભિમાનની શોધ વિશે હતું. મને લાગે છે કે મેં યુદ્ધ જીત્યું છે અને હું ખુશ છું કે સત્યની જીત થઈ છે. આગળ કહ્યું કે 'તે ઇચ્છતો હતો કે હું મારા બાકી ચૂકવવા માટે કેટલાક કાગળો પર સહી કરું. તેમની કેટલીક શરતો હતી કે તમે મીડિયા અને અન્ય બાબતો સાથે વાત કરી શકતા નથી. હું એમને આ શરત સામે ઝૂક્યો નહીં. મારા પૈસા મેળવવા માટે હું કોઈ કાગળ પર શા માટે સહી કરીશ?' શૈલેષ લોઢાએ એ પણ ખુલાસો કર્યો કે નિર્માતાઓએ ત્રણ વર્ષથી અન્ય અભિનેતાનું પેમેન્ટ આપ્યું નથી. જોકે, તેણે અભિનેતાનું નામ આપવાનો ઇનકાર કર્યો હતો. 

અન્ય અભિનેતાને પણ મદદ મળી 
શૈલેષનું માનવું છે કે આ કાનૂની લડાઈથી અન્ય કલાકારોને પણ મદદ મળી છે.અન્ય એક અભિનેતાને પણ 3 વર્ષ સુધી પૈસા આપવામાં આવ્યા ન હતા.જ્યારે તેણે પ્રોડક્શન હાઉસ સામે કેસ કર્યો ત્યારે અભિનેતાને બોલાવીને પૈસા ચૂકવવામાં આવ્યા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ