બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan's fans set a world record, 300 people did SRK's iconic pose together outside Mannat

VIDEO / શાહરૂખ ખાનના ફેન્સે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, મન્નતની બહાર 300 લોકોએ એક સાથે કર્યો SRKનો આઇકોનીક પોઝ

Megha

Last Updated: 12:55 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'પઠાણ' 10 જૂન શનિવારના રોજ ટીવી પર પ્રીમિયર થઈ હતી. પ્રીમિયરના થોડા કલાકો પહેલાં ચાહકો મન્નતની બહાર એકઠા થયા હતા 300 લોકોએ એક સાથે ડાન્સ કર્યો.

  • 'પઠાણ' 10 જૂન શનિવારના રોજ ટીવી પર પ્રીમિયર થઈ હતી
  • 300 લોકોએ 'ઝૂમ જો  પઠાણ' પર ડાન્સ કર્યો
  • શાહરૂખ પણ ચાહકોને શુભેચ્છા આપવા માટે તેની બાલ્કનીમાં બહાર આવ્યો

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ 'પઠાણ' 10 જૂન શનિવારના રોજ ટીવી પર પ્રીમિયર થઈ હતી. ટીવી પ્રીમિયરને અભિનંદન આપવા શનિવારે શાહરૂખના ઘર 'મન્નત'ની બહાર ચાહકોની મોટી ભીડ એકઠી થઈ હતી. આટલું જ નહીં, ફેન્સે મુંબઈ સ્થિત અભિનેતાના ઘરની બહાર પોતાનો એક નાનકડો શો યોજ્યો હતો. 

વાત એમ છે કે પ્રીમિયરના થોડા કલાકો પહેલાં ચાહકો મન્નતની બહાર એકઠા થયા હતા. કેટલાકે ડાન્સ કર્યો અને કેટલાકે સુપરસ્ટારના સન્માનમાં નારા લગાવ્યા હતા. જણાવી દઈએ કે ચાહકોનો પ્રેમ જોઇનએ શાહરૂખ તેના ચાહકોને શુભેચ્છા આપવા માટે તેની બાલ્કનીમાં બહાર આવ્યો અને લોકપ્રિય ગીત 'ઝૂમ જો  પઠાણ' પર ડાન્સ કર્યો. ચાહકોના આ કામને કારણે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો છે.

શાહરૂખ ખાનના લગભગ 300 જબરા ચાહકો મન્નતની બહાર ખાસ પોઝમાં હાથ ફેલાવીને ઊભા હતા. જે બાદ કિંગ ખાન તેની બાલ્કનીમાં બહાર આવ્યો હતો અને તેના સેંકડો ચાહકોના ચહેરા પર સ્મિત લાવ્યો હતો. એક પ્રવક્તાએ કહ્યું, “અમે યાદગાર ફિલ્મના પ્રીમિયર માટે શાહરૂખ ખાનને ખાસ અભિનંદન આપવા માટે ઉત્સાહિત છીએ. આજની સિદ્ધિ માત્ર એક રેકોર્ડ કરતાં વધુ છે. તે શાહરૂખ ખાનના ચાહકોની એકતા અને તેમના સામૂહિક જુસ્સાનું પ્રતીક છે. આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ધારકો તરીકે, માત્ર સ્ટાર ગોલ્ડ પર જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં શાહરૂખ ખાનના દરેક ચાહક આ સિદ્ધિ પર ખૂબ ગર્વ લઈ શકે છે. શાહરૂખ ખાન અને તેના ચાહકો સાથે સ્ટેજ શેર કરવા બદલ અમે સન્માનિત છીએ.'

નોંધપાત્ર રીતે, SRK એ YRF સ્પાય યુનિવર્સની ચોથી ફિલ્મ 'પઠાણ' સાથે મોટા પડદા પર અવિશ્વસનીય રીતે સફળ પુનરાગમન કર્યું, જેમાં દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા, આશુતોષ રાણા અને સલમાન ખાન પણ એક કેમિયોમાં છે. 'પઠાણ' ચીનમાં રિલીઝ થયા વિના વિશ્વભરમાં 1,200 કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. શાહરૂખ હવે એટલીની 'જવાન' અને રાજકુમાર હિરાનીની 'ડંકી'માં જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ