બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 09:21 PM, 9 December 2023
ADVERTISEMENT
ફ્રાંસની રાજધાની પેરિસમાં યોગને નામે સેક્સ રેકેટ ચલાવી રહેલા એક ઢોંગી યોગ ગુરુનો પર્દાફાશ થયો છે. પોલીસે તેની ધરપકડ કરીને 50થી વધુ મહિલાઓને છોડાવી છે. ચોંકાવનારી વાત એ છે કે યોગ ગુરુ મહિલાઓને કહેતો કે સેક્સ તો ભગવાનની દેન છે. યોગના ઓથા હેઠળ આ ઢોંગી મહિલાઓનું યૌન શોષણ કરતો હતો અને સેક્સનો ખોટો ખેલ ખેલતો હતો.
[NEWS] @Europol #MostWanted fugitive Gregorian Bivolaru arrested by the French #police https://t.co/aPVS5hD1kc pic.twitter.com/gAq65Tfwx4
— Police nationale (@PoliceNationale) February 26, 2016
ADVERTISEMENT
Yoga guru Gregorian Bivolaru arrested following year-long investigation #FranceNews #FrenchNews #News [Video] Gregorian Bivolaru who was already subject to an Interpol warrant and 41 others were arrested during raids in Paris and other areas of ... https://t.co/bT9Agnmxn4
— Rena Nielsen (@RenaEUNV) December 4, 2023
15 વર્ષે વયે ભોગ બનેલી મહિલા શું બોલી
એગ્રેસ અરબેલા માર્કેસ નામની મહિલાએ કહ્યું કે હું જ્યારે 15 વર્ષની હતી ત્યારે એક યોગ ગુરુને મળી હતી જેના પર આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ હતો તે મહિલાઓને સેક્સ સ્લેબ બનાવતો હતો. આ ઢોંગીનું નામ ગ્રેગોરિયન બિવોલારુ છે જેની ઉંમર 71 વર્ષની છે. તેણે કહ્યું કે 1999ની સાલમાં એક શરમજનક ઘટના બની. બિવોલારુએ મને તેના ઘેર આવવાનું આમંત્રણ આપ્યું હતું જ્યાં મને 50 મહિલાઓ સાથે લેસ્બિયન રિલેશન બાંધવાનું તથા તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરાયું હતું. તેણીએ કહ્યું, "અમને કહેવામાં આવ્યું હતું કે ગુરુ સાથે જાતીય પ્રવૃત્તિ એ એક પવિત્ર વસ્તુ છે, કે તે ભગવાન દ્વારા મંજૂર કરવામાં આવી હતી," પરંતુ તેમ છતાં બિવોલારુએ તેણીને ચેતવણી આપી કે તેણીએ તેનું કૌમાર્ય કેવી રીતે ગુમાવ્યું તેને વિશે કોઈને વાત ન કરવી.
300 મહિલાઓને નગ્ન પરેડ કરાવી
આરોપ એવો પણ છે કે ઢોંગીએ પેરિસમાં 300થી વધુ મહિલાઓને નગ્ન પરેડ પણ કરાવી હતી જેમાં એગ્રેસ અરબેલા પણ સામલે છે જેમાંની કેટલીકે દર્શકોની સામે હસ્તમૈથૂન પણ કર્યું હતું. પોલીસે પેરિસના ઉપનગરમાં દરોડા પાડીને 300થી વધુ મહિલાઓને પણ છોડાવી હતી. પોલીસેને સેકસ ટોય, અશ્લિલ સામગ્રી અને ઢોંગીની તસવીરો પણ મળી હતી.
Romanian guru Gregorian Bivolaru suspected of running international sex sect handed preliminary charges with 14 others https://t.co/CsTgEUHIaE
— Religion News (@religionnews) December 3, 2023
રોમાનિયાની મહિલા પણ ભોગ બની
2018 માં રોમાનિયામાં MISA આશ્રમમાં જોડાનાર 31 વર્ષીય ઓસ્ટ્રેલિયન મહિલા એશ્લે ફ્રેકલટન પણ ઢોંગીના પાપનો ભોગ બની હતી. તેણે કહ્યું કે પેરિસ પહોંચ્યાં બાદ અમને ઉપનગરમાં લઈ જવાઈ જ્યાં અમારી આંખો પર પટ્ટી બાંધવામાં આવી, અમને પોર્નોગ્રાફી દેખાડવામાં આવી અને કેટલીક મહિલાઓને ઢોંગીનું મૂત્ર પણ અપાયું હતું. તે ઉપરાંત રોમાનિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયાની મહિલાઓ પણ ઢોંગીનો ભોગ બની હતી. યોગને નામે મહિલાઓને આશ્રમમાં ભરતી કરાવવામાં આવતી અને પછી તેમનું યૌન શોષણ કરાવવામાં આવતું હતું.
પકડવા પર શું બોલ્યો ઢોંગી
પેરિસ પોલીસે ઢોંગીની ધરપકડ કરી ત્યારે તે એવું બોલ્યો કે જે મહિલાઓ સાથે તેણે યૌન સંબંધ બનાવ્યાં તે બધી તેને પ્યાર કરતી હતી. જોકે પોલીસે તેને દાવો ખોટો પાડ્યો છે તે હકીકતમાં દેહનો સોદાગર હતો. અને મહિલાઓનું યૌન શોષણ કરતો હતો અને સેક્સ રેકેટ ચલાવતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT