બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / senior citizen can claim to live alone in the property

ચુકાદો / વહુ-દીકરાના ઝઘડા વૃદ્ધોએ સહન કરવાની જરૂર નથી, હાઈકોર્ટે પ્રોપર્ટીમાં હકને લઈને આપ્યો આ ચુકાદો

Pravin

Last Updated: 11:14 AM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિ-પત્ની વચ્ચે વૈવાહિક ઝઘડાના કારણે વૃદ્ધ માતા-પિતાના ઉત્પીડનના અસંખ્ય કેસો સામે આવે છે. હવે દિલ્હી હાઈકોર્ટમાં આવો જ એક કેસ આવ્યો છે.

  • પારિવારિક સંપત્તિને લઈને કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
  • કોર્ટમાં વૃદ્ધ માતાએ દિકરા વિરુદ્ધ આપી દલીલો
  • દિકરાએ પિતાની સંપત્તિ પર દાવો ઠોક્યો હતો

પતિ-પત્ની વચ્ચે વૈવાહિક ઝઘડાના કારણે વૃદ્ધ માતા-પિતાના ઉત્પીડનના અસંખ્ય કેસો સામે આવે છે. હવે દિલ્હી હાઈકોર્ટમાં આવો જ એક કેસ આવ્યો છે, જે વાલીઓના પક્ષને વધારે મજબૂત કરે છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, વૃદ્ધ નાગરિકો પ્રોપર્ટીમાં એકલા રહેવાનો દાવો રજૂ કરી શકે છે. હકીકતમાં એક કેસમાં સુનાવણી કરતા સંપત્તિમાંથી બરતરફ કરેલા દિકરાને પિતાની સંપત્તિમાં હક જોઈએ છે. પણ તેની વૃદ્ધ માતા દિકરાથી અલગ રહેવા માગે છે. કોર્ટે કહ્યું કે, મહિલાનો દિકરો લાંબા સમયથી પ્રોપર્ટી છોડીને જતો રહ્યો છે. 

વૃદ્ધ માતાએ કોર્ટમાં કરી હતી અપીલ

મધ્યસ્થતા દરમિયાન પારિવારિક સમાધાન વિરુદ્ધ તેમની વૃદ્ધ માતાએ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલ પર કાર્યવાહી રોકવા માટે દિકરાએ સંબંધિત ટ્રિબ્યૂનલ પાસે માગ કરી હતી. આ અગાઉ ટ્રિબ્યૂનલે અને હવે હાઈકોર્ટે રદ કરી દીધી છે. કોર્ટે માન્યું છેકે, વસીયત વૃદ્ધ મહિલાના પક્ષમાં છે અને એટલા માટે આ સંપત્તિ તેની જ માનવામાં આવશે. 

માતાની મદદના સવાલ પર દિકરાએ મોઢામાં મગ ભરી લીધા

વૃદ્ધ મહિલાએ દિકરાને પ્રોપટીમાં પોતાના હકને લઈને તમામ દલીલો આપી હતી, પણ પોતાની વૃદ્ધ માતાને આર્થિક મદદ સાથે જોડાયેલ સવાલ પર કંઈ બોલી શક્યો નહોતો. તથ્યોને જોતા કોર્ટે માન્યું કે, દિકરો અને તેની પત્ની વચ્ચે વૈવાહિક ઝઘડાના કારણે માતા-પિતા ખૂબ જ ભાવાનાત્ક આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે. 

સમય પર વસીયત બનાવવી ખૂબ જ જરૂરી

સમય પર વસીયત બનાવવી ખૂબ જ જરૂરી છે. તે ભવિષ્યની લડાઈ અને ઝઘડાથી બચાવે છે. કોરોના કાળમાં આપણે વસીયતના મહત્વને ખૂબ જ સારી રીતે સમજી ચુક્યા છીએ. કોરોના મહામારી દરમિયાન કેટલાય પરિવારોમાં વૃદ્ધ લોકોના મોત થઈ ગયા છે. વસીયત નહીં હોવાના કારણે આવા પરિવારોમાં સંપત્તિને લઈને વહેંચણીમાં મોટી સમસ્યા આવે છે. કેટલાય પરિવારોમાં ઝઘડા શરૂ થઈ ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ