બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / sehwag seen movie adipurush controversial tweet on movie may put in danger

controversial tweet / વીરેન્દ્ર સહેવાગે આદિપુરુષ ફિલ્મ જોઈને કર્યું ટ્વિટ, વાયરલ પોસ્ટથી વિવાદ વધુ ભભૂકી શકે, જુઓ શું લખ્યું

Bijal Vyas

Last Updated: 10:13 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીરેન્દ્ર સેહવાગે આદિપુરુષ ફિલ્મને લઈને વિવાદીત ટ્વીટ કર્યા હતા. તેણે તેને પ્રભાસની અગાઉની સુપર ડુપર હિટ ફિલ્મ બાહુબલી સાથે જોડી દીધી છે.

  • ફિલ્મ જોયા પછી ભૂતપૂર્વ ઓપનરે સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા
  • બોલિવૂડની વિવાદાસ્પદ ફિલ્મ 'આદિપુરુષ' પર ટ્વિટ કર્યું
  • સેહવાગ દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટ વિવાદ સર્જી શકે છે

Adipurush controversial tweet: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાના ટ્વીટના કારણે તે ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં બોલિવૂડ ફિલ્મ આદિપુરુષને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે આ કડીમાં સેહવાગનું નામ પણ જોડાઈ ગયું છે. ફિલ્મ જોયા પછી ભૂતપૂર્વ ઓપનરે સોશિયલ મીડિયા પર તેની પ્રતિક્રિયા આપતા કંઈક લખ્યું જે ફિલ્મ નિર્માતાઓને ખૂંચી શકે છે.

ટીમ ઈન્ડિયાનો પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ સતત પોતાના મજેદાર ટ્વિટ્સને કારણે ચર્ચામાં રહે છે. રવિવારે પણ તેણે બોલિવૂડની વિવાદાસ્પદ ફિલ્મ 'આદિપુરુષ' પર ટ્વિટ કર્યું હતું, જે જોતા જ વાયરલ થઈ ગયું છે. આદિપુરુષ ફિલ્મ રામાયણ પર આધારિત છે જેમાં વિવાદાસ્પદ સંવાદને કારણે વિવાદ ઉભો થયો છે. ફિલ્મમાં પ્રભાસે રામનું પાત્ર ભજવ્યું છે જ્યારે અભિનેત્રી કૃતિ સેનન સીતા માતાનું પાત્ર ભજવી રહી છે.

વીરેન્દ્ર સેહવાગે આદિપુરુષ ફિલ્મને લઈને એક કટાક્ષ કરતુ ટ્વીટ કર્યા હતા. તેણે તેને પ્રભાસની અગાઉની સુપર ડુપર હિટ ફિલ્મ બાહુબલી સાથે જોડી દીધી છે. તેણે ટ્વીટમાં લખ્યું, "આદિપુરુષને જોયા પછી મને ખબર પડી કે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો હતો." આ પોસ્ટની સાથે તેણે હસતા ઈમોજીનો પણ ઉપયોગ કર્યો છે.

Topic | VTV Gujarati

સેહવાગ દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટ વિવાદ સર્જી શકે છે. વિવાદાસ્પદ ડાયલોગના કારણે તેના પર ઘણી જગ્યાએ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે ફિલ્મ મેકર્સને ઘણું નુકસાન થઈ રહ્યું છે. આ ફિલ્મ 600 કરોડમાં બની છે અને પહેલા અઠવાડિયામાં સારું કલેક્શન કર્યા બાદ આ ફિલ્મ ઊંધા મોઢે ધોવાઇ ગઈ છે. હવે સેહવાગ જેવી મોટી હસ્તી આવી ફિલ્મ વિશે લખે તો તેને વધુ નુકસાન થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ