બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / See how Naradham Sasra played live nude scandal with his daughter-in-law for money

રાજકોટ / રૂપિયા માટે નરાધમ સસરાએ જુઓ પુત્રવધૂ સાથે કેવી રીતે ખેલ્યો લાઈવ ન્યૂડ કાંડ, જેમ ટીપ વધે તેમ અડપલાં વધારતો, 50 ટકા વેબસાઈટનું કમિશન!

Priyakant

Last Updated: 01:00 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: મોડલને જેટલી પણ ટીપ મળી હોય તેની ગણતરી થાય છે અને તેમાંથી 50 ટકા રકમ વેબસાઈટ પોતે રાખે છે અને બાકીની 50 ટકા રકમ મોડલના એકાઉન્ટમાં અપાય છે

  • શરમને નેવે મૂકતા સસરાનો ચર્ચિત કિસ્સો
  • પુત્રવધૂ સાથે ખેલ્યો લાઈવ ન્યૂડ કાંડ
  • પુત્રવધૂ સાથે કેવી રીતે ખેલ્યો લાઈવ ન્યૂડ કાંડ

રાજકોટ યૌન શોષણ: રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે 21 વર્ષીય પરણીતાએ પોતાની અંગતપળોના લાઈવ વીડિયો માટે મજબૂર કરનારા પતિ, સાસુ તેમજ સસરા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ત્યારે સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા 27 વર્ષીય પતિ, 46 વર્ષીય સસરા અને સાસુની ધરપકડ કરી છે. આ તરફ શર્મનાક સસરાએ વહુ પાસે ન્યૂડ શો કરાવી કેવી રીતે કમાણી કરતો તેને લઈ પણ મોટી બાબત સામે આવી છે. 

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. 21 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સાસુ તેમજ સસરા વિરુદ્ધ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે આઇપીસી 356 ડી, આઈટી એક્ટ, 114 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. પરણીતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે.

પોર્ન સાઇટ કઈ રીતે કાર્ય કરે ? 
રાજકોટમાં ખૂબ જ ભદ્ર પરિવારના સસરાએ વહુને પોર્ન સાઇટ પર પીરસી હતી આ પોર્ન સાઇટ કઈ રીતે કાર્ય કરે તે પણ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ પોર્ન સાઇટમાં કરોડોનો વેપાર થઈ રહ્યો છે. વ્યુઅર તેની ઈચ્છા પડે તેટલા ટોકન વેબસાઈટ પરથી ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી શકે છે. બાદમાં આ ટોકન ટીપ તરીકે અલગ અલગ શો કરનારા મોડલને અપાય છે. તે મોડલને જેટલી પણ ટીપ મળી હોય તેની ગણતરી થાય છે અને તેમાંથી 50 ટકા રકમ વેબસાઈટ પોતે રાખે છે અને બાકીની 50 ટકા રકમ મોડલના એકાઉન્ટમાં અપાય છે. મોડલને ચૂકવણું ડોલર અથવા તો ક્રિપ્ટોકરન્સી મારફત થાય છે.

સસરા એ પુત્રવધુ પાસે 10 વખત સેક્સ શો લાઈવ કરાવ્યો
રાજકોટની ઘટનામાં સસરાએ પુત્રવધુ પાસે 10 વખત સેક્સ શો લાઈવ કરાવ્યો હતો. જેમાં તેને 700 ટોકનની કમાણી થઈ હતી. જોક આ રકમ ક્રિપ્ટો મારફત ચૂકવણું સ્વીકારાય તો તે કોઇપણ દેશના ક્રિપ્ટો એક્સચેન્જમાંથી પોતાની રકમ મેળવી લે છે. પીડિતાના સસરાએ જે વેબસાઈટ પર ન્યૂડ શો કરાવ્યા છે તે વિકૃત માનસિકતા ધરાવનારાઓમાં ખુબ જ લોકપ્રિય છે. 

કઈ રીતે વેબ માં કમાણી થાય ? 
મલ્ટી મીડિયા એલએલસી નામની કંપની બે પોર્ન સાઈટથી ભારતમાં કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહી છે છતાં તંત્રને ખબર નથી. વિગતો મુજબ ઓછામાં ઓછી એક ટીપના 10 રૂપિયાથી શરૂ થાય છે. આ સાથે ‘લાઈવ શો’ કરનાર મોડલને 4000 રૂપિયાથી વધુ ટીપ મળે તો જ વેબસાઈટ તેને મહેનતાણું આપે છે.

પોલીસનું નિવેદન
સમગ્ર મામલે રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, ગુના સંદર્ભે પોલીસ દ્વારા હાલ ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. આરોપીઓ દ્વારા ભોગ બનનારને વેબસાઈટ તેમજ એપ્લિકેશન ઉપર 10 વખત લાઈવ પોર્નગ્રાફી જેવો કાર્ય કરાવવામાં આવ્યા હતો. જે અંતર્ગત આરોપીઓ દ્વારા વેબસાઈટમાં જે એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તે એકાઉન્ટના વોલેટમાં 700થી વધુ ટોકન ક્રેડિટ થયા હતા. જે ટોકન ક્રીપ્ટો કરન્સી માંથી જે તે દેશના ચલણમાં કન્વર્ટ થતા હોય છે. 

સાઇબર ક્રાઇમ એસીપી વિશાલ રબારી

સમગ્ર બાબતે તપાસ કરાશે
પોલીસ દ્વારા હાલ રિમાન્ડની માંગણી અર્થે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ ટેકનિકલ બાબતોના જાણકાર છે જેથી તેઓ કયા આઈડી તેમજ પાસવર્ડના આધારે વેબસાઈટમાં લોગઈન કરતા હતા તેમજ આરોપી વેબસાઈટ સંચાલકો સાથે સીધા જ રીતે સંપર્કમાં હતા કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવશે. લોકલ લેવલે આરોપીઓ દ્વારા ભોગ બનનારના વીડિયો બનાવી શેરિંગ તેમજ સેલિંગ કરવામાં આવતું હતું કે કેમ તે બાબતે પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે વેબસાઈટ રિમૂવલ માટે પણ સંબંધિત વિભાગને રિપોર્ટ કરવામાં આવશે. 

ઘરમાંથી સીસીટીવી કેમેરા મળ્યા
પરણીતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ સાઈબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓના રહેણાંક બંગલો ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત બંગલાની અંદર સીસીટીવી કેમેરા લગાવેલા જાણવા મળ્યા હતા. પોલીસે ભોગ બનનારના બેડરૂમ તેમજ તેના બાથરૂમમાં તપાસ કરતા ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ભોગ બનનારની દરેક મૂવમેન્ટ પર નજર રાખતા હોય તેવું સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ