બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / Security lapse of US President Joe Biden, car crashes into convoy at full speed, watch video

BIG NEWS / અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની સુરક્ષામાં ચૂક, કાફલા સાથે ફૂલ સ્પીડમાં ધડામ દઇને કાર અથડાઈ, જુઓ Video

Megha

Last Updated: 10:48 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિના જો બાયડન અને જીલ બાયડનના કાફલામાં સામેલ કારને બીજી કારે ટક્કર મારી હતી. અકસ્માત બાદ તરત જ કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

  • રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મોટી દુર્ઘટના ટળી
  • જો બાયડનના કાફલાની એક કારણે બીજી કારે ટક્કર મારી હતી
  • અકસ્માત બાદ તરત જ કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો

રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મોટી દુર્ઘટના ટળી હતી. અમેરિકાના ડેલાવેર રાજ્યમાં રાષ્ટ્રપતિના જો બાયડન અને તેમની પત્ની જીલ બાયડનના કાફલામાં સામેલ કારને બીજી કારે ટક્કર મારી હતી.

આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડેલવેરમાં તેમના કેમ્પેન હેડક્વાર્ટરથી નીકળી રહ્યા હતા. આ દરમિયાન રોડ પર એક સ્પીડમાં આવતી કારે તેમના કાફલાની એસયુવીને ટક્કર મારી હતી. જો કે અકસ્માત બાદ તરત જ કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર બાયડન અને તેની પત્ની સુરક્ષિત છે, બંનેમાંથી કોઈને પણ કોઈ ઇજા પંહોચી નથી, ટક્કર મારનાર કારને જપ્ત કરી લીધી છે.

મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ બાયડન રવિવારે રાત્રે વિલ્મિંગ્ટન સ્થિત બેડન-હેરિસ 2024 હેડક્વાર્ટરથી રવાના થયા હતા. તેઓ તેમની ચૂંટણી પ્રચાર ટીમ સાથે હતા. તેમની કાર થોડે દૂર ગઈ હતી જ્યારે એક ઝડપી કારે તેમના કાફલાની SUVને ટક્કર મારી હતી.

એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ બાયડનથી લગભગ 40 મીટર (130 ફીટ) દૂર પાર્ક કરેલી એસયુવી સાથે સેડાનની ટક્કર થઈ ત્યારે જોરદાર ધમાકો થયો અને સુરક્ષા કર્મચારીઓએ રાષ્ટ્રપતિ બાયડનને ઝડપથી કારમાં બેસાડ્યા અને ડાઉનટાઉન વિલ્મિંગ્ટનથઈ દૂર લઈ ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ