બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Secretary level officials were removed from the post by the government

કાર્યવાહી / મોદી સરકારે ફરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ખોલ્યો મોરચો, બે સચિવ સ્તરના અધિકારીને પદ પરથી હટાવ્યા, અધિકારીઓ ફફડયા

Kishor

Last Updated: 12:06 AM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શંકાસ્પદ ભૂમિકાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા સચિવ સ્તરના અધિકારીઓને પદ પરથી હટાવી દેવામાં આવતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફટાડ ફેલાયો છે.

  • સરકાર દ્વારા વધુ એક વખત ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ મોરચો
  • બે સચિવ સ્તરના અધિકારીઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા
  • અધિકારીઓમાં સોપો પડી ગયો 

કેન્દ્રની મોદી સરકાર દ્વારા વધુ એક વખત ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ મોરચો ખેલવામાં આવ્યો છે. જેમાં બે સચિવ સ્તરના અધિકારીઓને સામે તાબડતોબ પગલાં લઈ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. શંકાસ્પદ ભૂમિકાને પગલે સચિવ સ્તરના અધિકારીઓ સામે આવા આકરા પગલા ભરાતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફટાડ ફેલાયો છે. દેશમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠતા અધિકારીઓ સામે પગલાં ભરી તેમને નોકરીમાંથી કાઢી મૂકવા સહિતના પગલાં લેવાય રહ્યા છે. તેવામાં મોદી સરકારે કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલયના અધિક ખાનગી સચિવ જયેશ એન રાવલ અને સહાયક ખાનગી સચિવ રાહુલ ઘોષને તાત્કાલિક અસરથી ઘરભેગા કરી દીધા છે. જેને લઈને અધિકારીઓમાં સોપો પડી ગયો છે.

નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવામાં

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવું સિંહ ચૌહાણમાં મંત્રાલયના કર્મીને સસ્પેન્ડ કરાયા છે. મંત્રાલય વતી આ અંગેની સત્તાવાર માહિતી વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર 16 જૂન, 2023 થી, આ બંને અધિકારીઓને તેમની ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા તેમજ તેમની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

ભ્રષ્ટાચારના આરોપસર હટાવી દેવામાં આવ્યા
રાજ્યકક્ષાના મંત્રીની લીલીઝંડી બાદ આવી વાતચીત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના અન્ડર સેક્રેટરી સુમિશ દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, જયેશ એન રાવલને 6 ઓગસ્ટ 2021ના રોજ મંત્રાલયમાં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે રાહુલ ઘોષને 1 સપ્ટેમ્બરે મંત્રાલયમાં ફરજ સોંપાઈ હતી.બનેં અધિકારીઓને ભ્રષ્ટાચારના આરોપસર હટાવી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો માંથી માહિતી મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ