બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / scst youth killed in Khanpur taluka of Mahisagar district

હત્યા / વડોદરામાં ખાવાનું લેવા ગયેલા દલિત યુવકને હોટલ માલિકે માર્યો ઢોર માર, થયું દર્દનાક મોત, હવે રાજનીતિ તેજ

Kishor

Last Updated: 10:28 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિસાગરના ખાનપુર તાલુકામાં હોટલ માલિક અને તેના સ્ટાફ દ્વારા રાજુ ઉર્ફે જયંતિ ચૌહાણ નામના 45 વર્ષીય દલીલ યુવાનને આડેધડ મારવામાં આવતા યુવાનનું મોત નીપજ્યું હતું.

  • ખાનપુર તાલુકામાં દલિત યુવાનની હત્યાનો ચકચારી બનાવ
  • હોટલ માલિક અને સ્ટાફ દ્વારા 45 વર્ષીય દલીલ યુવાનને માર મરાયો
  • સારવાર કારગત ન નિવાડતા યુવાનનું મોત નીપજ્યું

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં દલિત યુવાનની હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં હોટલે જમવાનું પાર્સલ લેવા ગયેલ યુવાન સામગ્રી બાબતે દલીલ થયા બાદ હોટલ માલિક અને તેના સ્ટાફ દ્વારા રાજુ ઉર્ફે જયંતિ ચૌહાણ નામના 45 વર્ષીય દલીલ યુવાનને આડેધડ મારવામાં આવ્યો હતો. જેને પગલે યુવાને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત ન નિવાડતા યુવાનનું મોત નીપજ્યું હતું અને મામલો હત્યામાં પલટાયો હતો. બાદમાં પોલીસે હત્યાની કલમ નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

BIG NEWS : MLA જીગ્નેશ મેવાણી સહિત 19 આરોપીઓને 6-6 મહિનાની સજા, બાદમાં  મળ્યા જામીન, જાણો શું છે કેસ | Vadgam MLA Jignesh Mevani sentenced 6 months  Ahmedabad Metro Politan Court

જીગ્નેશ મેવાણીએ કહ્યું કે...

બાકોર પોલીસ મથકના અધિકારીઓના જણાવ્યા અનુસાર 45 વર્ષીય દલિત યુવાન રાજુભાઈ વણકરને માર મારવામાં આવ્યા બાદ બે દિવસ પછી તેઓએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચ્યા હતા. ઝઘડા દરમિયાન હોટલ માલિક અને તેના કર્મચારીઓ દ્વારા કથિત રીતે દલિત યુવાનની જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હોવાની પણ રાવ ઉઠી રહી છે. તો આ મામલે દલિત નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આરોપીઓને જ્ઞાતિવાદના ગુંડા ગણાવી તેઓને તાત્કાલિક દબોચી લેવા માંગ ઉઠાવી છે. આ સાથે જ જીગ્નેશ મેવાણીએ આરોપીઓની ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપી હતી.

શુ હતો સમગ્ર કેસ?

રાજુ ઉર્ફે જયંતિ ચૌહાણ ઓટોરિક્ષા ડ્રાઈવર, 7 જૂનના રોજ જમવા માટે હોટલ ગયો હતો. જ્યા જમ્યા બાદ તેણે હોટલના કર્મચારીઓને ભોજપ પાર્સલ માટે કહ્યું હતું. આ દરમિયાન જ્યારે વણકર યુવાને પેકેડ ફૂડના સામે વાંધો ઉઠાવ્યો અને ચૂકવેલી રકમ ફૂડની માત્રા ઘણી ઓછી હોવાથી તે ને સવાલો કર્યા હતા. જેને લઈને હોટેલ માલિક અને સ્ટાફના સભ્ય બંને આરોપીઓએ તેની સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું અને તેની વિરુદ્ધ જાતિવાદી ટીપ્પણીઓ કરી હતી. જેને લઈને યુવાનની લોહીલુહાણ હાલત થઈ હતી. બાદમાં યુવાનને પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વધુ સારવારની જરૂર જણાતા તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ