બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / scientists developed insulin capsule for diabetic patient

હેલ્થ / ડાયાબિટિશના દર્દીઓને બહુ જલ્દી ઇંજેકશન લેવામાંથી મળશે મુકિત

Published By: Mehul

Last Updated: 11:20 PM, 15 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજ્ઞાનીઓએ ડાયાબિટિશના દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થાય તેવી કેપ્સ્યુલની શોધ કરી છે જે ઇન્સ્યુલિન સહિતની કેટલીક દવાઓને શરીરમાં ચોક્ક્સ સ્થાને પહોંચાડી શકે છે. જેના માટે અત્યારે ઇન્જેકશન આપવું પડે છે. ઘણી દવાઓ, ખાસ કરીને પ્રોટીનથી બનેલી ગોળી અથવા કેપ્સ્યુલના સ્વરૂપમાં લઇ શકાતી નથી.

  • વિજ્ઞાનીઓએ ડાયાબિટિશના દર્દીઓ માટે આશીર્વાદ સમાન કેપ્સ્યુલની શોધ કરી
  • વિજ્ઞાનીઓએ બનાવેલી નવા પ્રકારની કેપ્સ્યુલ નાના આંતરડામાં દવાને મુક્ત કરે છે
  • અમેરિકાની MITના વિજ્ઞાનીઓએ એક ફાર્મા કંપની સાથે મળીને આ કેપ્સ્યુલ બનાવી

આવી દવાઓ તેની અસર કરે તે પહેલા પાચનતંત્ર સુધી પહોંચતા જ નાશ પામે છે. ઇન્સ્યુલિન પણ તેવી જ દવા છે. વિજ્ઞાનીઓએ બનાવેલી નવા પ્રકારની કેપ્સ્યુલ નાના આંતરડામાં પહોંચે છે અને માઇક્રો સોયના રૂપમાં દવાને મુક્ત કરે છે. સુક્ષ્મ સોય આંતરડાની સપાટી સાથે વળગી રહે છે અને ધીમે ધીમે દવાને લોહીમાં પહોંચાડે છે અને સોય પણ ઓગળી જાય છે. અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) ના વિજ્ઞાનીઓએ એક ફાર્મા કંપની સાથે મળીને આ કેપ્સ્યુલ બનાવી છે.

નેચર મેડિસિન નામના જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં વધુમાં જણાવ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે નવી કેપ્સ્યુલ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તેમને દરરોજ ઇન્સ્યુલિન લેવાની જરૂર હોય છે. આ કેપ્સ્યુલમાં ઇન્સ્યુલિન અને પ્રોટીનથી બનેલી દવાઓ લઈ જવાની ક્ષમતા છે. તે આંતરડાની જટિલ કામગીરી સામે પણ ટકી શકે છે. 

એમઆઈટીના પ્રોફેસર રોબર્ટ લેન્ગર કહે છે કે કેપ્સ્યુલના પ્રયોગો ખુબ જ આશાસ્પદ છે. અમે આશા રાખીએ છીએ કે તે ભવિષ્યમાં ડાયાબિટીઝના દર્દીઓ તેમજ અન્ય લોકોને આ કેપ્સ્યુલના કારણે ઇન્જેકશન લેવામાંથી મુકિત મળશે.

ડુક્કર પર કરવામાં આવેલા પ્રયોગમાં જણાયું હતું કે કેપ્સ્યુલ ખાધા પછી તે શરીરને જેટલી જરુર હોય તેટલું જ ઇન્સ્યુલિનની મુક્ત કરે છે. કેપ્સ્યુલ પેટમાં ગયા પછી લોહીમાં ઓગળવા લાગે છે, તેમ તેમ લોહીનો પ્રવાહ પણ વધારે છે. વિજ્ઞાનીઓને ટીમે અગાઉ આવી ઘણી દવાઓ વિકસાવી હતી જે શરીરમાં ઇન્જેક્ટ કરીને આપવામાં આવતી હતી.

એમઆઈટીના સહાયક પ્રોફેસર જીયોવાનીએ જણાવ્યું હતું અને બ્લુબેરી આકારની કેપ્સ્યુલ બનાવી હતી. જેમાં ઇન્સ્યુલિનની નાની સોય મુકવામાં આવી હતી. પેટ સુધી પહોંચ્યા પછી, આ સોયથી દવાઓ રિલીઝ કરતી હતી. નવા પ્રયોગમાં કેપ્સ્યુલ સીધી આંતરડાની દિવાલોમાં દવા ઇન્જેક્ટ કરી શકે છે. આ કેપ્સ્યુલ્સ સલામત છે કે કેમ તે જોવા ડુક્કર પર તેના અનેક અખતરા કરવામાં આવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Health News Insulin Scientists diabetes lifestyle news ગુજરાતી ન્યૂઝ Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ