બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Sawan 2023: Know Importance Of Belptra In Shiv Pujan

આસ્થા / શ્રાવણ માસમાં શિવજીને બિલિપત્ર ચઢાવવું મનાય છે વધારે શુભ, સંકટ આવતા પહેલાં જ થઈ જશે દૂર!

Bijal Vyas

Last Updated: 06:01 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ દેવોના દેવ મહાદેવની વિશેષ કૃપા મેળવવા ઇચ્છો તો બિલિપત્રના મહત્વને સમજવુ ખૂબ જ જરુરી છે. આવો જાણીએ કે, શા માટે પ્રિય છે બિલિપત્ર અને તેનુ મહત્વ...

  • ભગવાન શિવની પૂજામાં બિલિપત્ર ઉપયોગ થાય છે
  • બિલિના પાન તૂટેલા કે કાણા વાળા ના હોવા જોઇએ
  • શ્રાવણ મહિનો 4 જુલાઇથી શરુ થશે અને 31 ઓગષ્ટ સુધી ચાલશે

Sawan 2023: આ વખતે શ્રાવણ મહિનો 4 જુલાઇના રોજ શરુ થશે. આ મહિનો મહાદેવનો પ્રિય છે, કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભક્તોના દ્વારા શિવની પૂજા દરમિયાન બિલિપત્ર અર્પિત કરવાના માત્રથી મહાદેવ પ્રસન્ન થઇ જાય છે. જો તમે પણ દેવોના દેવ મહાદેવની વિશેષ કૃપા મેળવવા ઇચ્છો તો બિલિપત્રના મહત્વને સમજવુ ખૂબ જ જરુરી છે. આવો જાણીએ કે, શા માટે પ્રિય છે બિલિપત્ર અને તેનુ મહત્વ...

બિલિપત્રનું મહત્વ 
બિલિના ઝાડના પાનને બિલિપત્ર કહે છે. બિલિપત્રમાં ત્રણ પાન એક સાથે જોડાયેલા હોય છે પરંતુ તેને એક જ પાન માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજામાં બિલિપત્ર ઉપયોગ થાય છે અને તેના વિના શિવની ઉપાસના સંપૂર્ણ નહીં હોય. પૂજાની સાથે બિલિપત્રના ઔષધિય પ્રયોગ થાય છે. તેનો પ્રયોગ કરવાથી તમામ બીમારીઓ દૂર કરી શકાય છે. 

આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આ રીતે કરો ભોળાનાથની પૂજા, જાણો શુભ મુહૂર્ત  અને આરતી | Today, on the holy day of Mahashivaratri, worship Bholanath in  this way, know Shubh Muhurat and ...

મળે છે પાપોથી મુક્તિ
જે મનુષ્ય ગંધ, પુષ્પ વગેરેથી બિલિના મૂળ ભાગનું પૂજન કરે છે, તે શિવલોકને પ્રાપ્ત કરે છે અને આ લોકમાં પણ તેની સુખ-સંપતિ વધે છે. બિલ્વના મૂળની પાસે દીવો પ્રગટાવી રાખવાથી તત્વ જ્ઞાનથી સમપન્ન થઇ ભગવાન શિવમાં જ મળી જાય છે. જે મનુષ્ય બિલિની શાખાને પકડીને હાથથી તેના નવા-નવા પાન ઉતારતા અને તેનાથી બિલિની પૂજા કરે છે, તે બધા પાપોથી મુક્ત થઇ જાય છે. 

દરિદ્રતાથી રહે છે દૂર 
બિલિના મૂળને નજીક રાખીને શિવ ભગવાનની ભક્ત ભોજન કરે છે, તેને કોટિગુના પુણ્ય પ્રાપ્ત થાય છે. જે બિલિના મૂળની પાસે શિવ ભક્તને ખીર અને ધૃતથી મુક્ત ભોજન કરે છે, તે ક્યારેય દરિદ્ર થતો નથી. 

તોડવાના પણ છે નિયમ 
આપણા ધર્મશાસ્ત્રોમાં એવા નિર્દેશ આપવામાં આવ્યા છે, જેનાથી ધર્મનું પાલન કરતા પૂરી રીતે પ્રકૃતિની રક્ષા પણ કરી શકે. આ કારણ છે કે દેવી-દેવતાઓને અર્પિત કરવામાં આવતા ફૂલ અને પત્રને તોડવાના અમુક નિયમ બતાવવામાં આવ્યા છે. 

ચાંદા, કબજિયાત અને હાર્ટ જેવી 10થી વધુ સમસ્યામાં લાભદાયી છે બિલિપત્ર | know  the health benefits of Bilva patra

જાણો બિલિપત્ર સાથે જોડાયેલી સાવધાનિઓ વિશે....

  • એક બિલિપત્રમાં ત્રણ પાન હોવા જોઇએ.
  • બિલિના પાન તૂટેલા કે કાણા વાળા ના હોવા જોઇએ
  • ભગવાન શિવને બિલિપત્ર ઊંધા જ અર્પણ કરવા જોઇએ
  • એક જ બિલિપત્રને પાણીથી ધોઇને ચઢાવી શકાય છે.
  • શિવજીને બિલિપત્ર અર્પિત કરવાની સાથે જ એક જળની ધારા જરુર ચઢાવો. 
  • જળ વિના બિલિપત્ર અર્પણ ના કરવુ જોઇએ. 

શ્રાવણ મહિનો ક્યારથી શરુ થશે અને સમાપ્ત થશે?
આ વર્ષે શ્રાવણ મહિનો 4 જુલાઇથી શરુ થશે અને 31 ઓગષ્ટ સુધી ચાલશે. આ વખતે પવિત્ર શ્રાવણ મહિનો 58 દિવસ સુધી ચાલશે. એટલા લાંબા શ્રાવણ 19 વર્ષ બાદ આવે છે. ઉલ્લેખનીય છે કે, એક મહિનો જેને હિન્દુ અધિક મહિનો તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષ ગણનાનુ કારણ આ વર્ષે શ્રાવણને પ્રભાવિત કરી રહે છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ