બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / satwiksairaj rankireddy and chirag shetty win swiss open 2023 men doubles title

ખેલ / સ્વિઝરલેન્ડમાં લહેરાયો તિરંગો, સાત્વિક-ચિરાગની જોડીએ બેડમિન્ટનમાં રચ્યો ઈતિહાસ, પહેલી વાર જીત્યું ટાઈટલ

Hiralal

Last Updated: 06:15 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય બેડમિન્ટન સ્ટાર સાત્વિક-ચિરાગે પહેલી વખત સ્વિસ ઓપનનું ટાઇટલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

  • બેડમિન્ટનમાં ભારતે મોટી સફળતા હાંસલ કરી
  • સાત્વિક-ચિરાગે સ્વિસ ઓપનનું ટાઇટલ જીત્યું
  • સાત્વિક-ચિરાગે પહેલી વખત સ્વિસ ઓપનનું ટાઇટલ જીત્યું

બેડમિન્ટનમાં ભારતે મોટી સફળતા હાંસલ કરી છે. સ્વિસ ઓપન સુપર સિરિઝ 300 ટુર્નામેન્ટમાં સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સ ટાઈટલ જીતી લીધું છે. સાત્વિક અને ચિરાગની જોડીએ બ્રસેલ્સમાં રમાયેલી આખરી મેચમાં ચીનના રેન જિયાંગ યુ અને તાન કિએંગની જોડીને 54 મિનિટના મુકાબલામાં 21-19, 24-22થી પરાજય આપ્યો હતો. સાત્વિક-ચિરાગે પહેલી વખત સ્વિસ ઓપનનું ટાઇટલ જીત્યું છે. ઓક્ટોબર 2022માં ફ્રેન્ચ ઓપન સુપર 750 જીત્યા બાદ આ તેનું પ્રથમ ટાઇટલ હતું.

સાત્વિક-ચિરાગની જોડી જોરદાર લયમાં રમી 
ફાઇનલ મેચમાં શરૂઆતથી જ સાત્વિક-ચિરાગની જોડી જોરદાર લયમાં હતી. જ્યારે બીજો સીડ ધરાવતા સાત્વિક-ચિરાગે પ્રથમ ગેમ 21-19ના માર્જિનથી જીતી લીધી હતી. જોકે બીજી ગેમમાં ચીની ખેલાડીઓએ ભારતીય જોડીને જબરજસ્ત સ્પર્ધા આપી હતી. આમ છતાં, સાત્વિક-ચિરાગે નાજુક પળોમાં તેમની ગતિ જાળવી રાખી હતી અને હરીફોને પછાડીને ખિતાબ જીતી લીધો હતો. સાત્વિક અને ચિરાગની જોડીએ સેમિ ફાઈનલમાં ત્રીજો સીડ ધરાવતી ઓંગ યુ સિન અને ટીઓ ઈ યીની જોડીને 21-19 17-21-21-17થી પરાજય આપ્યોનથી. અગાઉ ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કના જેપી બે અને લાસે મોલ્હડેને 15-21, 21-11, 21-14થી પરાજય આપ્યો હતો. 

સ્વિસ ઓપન જીતીને શાનદાર પુનરાગમન
વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠું સ્થાન ધરાવતા સાત્વિક-ચિરાગે 2022માં ત્રણ ટાઈટલ જીત્યા હતા, જેમાં કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલ પણ સામેલ છે. બંનેએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. સાત્વિક છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પીડાઈ રહ્યો છે અને તેને ફેબ્રુઆરીમાં યોજાયેલી એશિયન મિક્સ્ડ ટીમ બેડમિંટન ચેમ્પિયનશીપ ગુમાવવી પડી હતી. તાજેતરમાં યોજાયેલી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં સાત્વિક-ચિરાગને પ્રથમ રાઉન્ડમાં જ બહાર થવું પડયું હતુ, પણ હવે તેઓએ સ્વિસ ઓપન જીતીને શાનદાર પુનરાગમન કર્યું છે.

સાત્વિક-ચિરાગ સિવાયના ખેલાડીઓ ન ચાલ્યાં 
સાત્વિક-ચિરાગને બાદ કરતાં સ્વિસ ઓપનમાં ભારતીય ખેલાડીઓનો દેખાવ નિરાશાજનક રહ્યો. પીવી સિંધુ વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં અને લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ હતી. આ સાથે જ કિદામ્બી શ્રીકાંત અને એચએસ પ્રણય પણ ખાસ કંઈ ઉકાળી શક્યા નહોતા. ગાયત્રી ગોપીચંદ અને જોલી ટ્રિસા પણ ખાસ કમાલ કરી શક્યા ન હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ