બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sant Sammelan was held at Gorakshanath Ashram Junagadh, Mayabhai Ahir made a severe attack

જૂનાગઢ / માયાભાઇ આહીરે સંત સંમેલનમાં ભરી હુંકાર: કહ્યું સનાતન સામે કોઈ લાલ આંખ કરશે તો સંતો શાંત નહીં બેસે

Malay

Last Updated: 04:13 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ સંત સંમેલનમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે કહ્યું કે, સનાતનનું મૂળિયું ખોદી શકે તેવી કોઈની તાકાત નથી, સનાતન સામે કોઈ લાલ આંખ કરશે તો સંતો શાંત નહીં બેસે.

  • જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમ ખાતે સંત સંમેલન યોજાયું
  • સંતોની હાજરીમાં અલગ-અલગ સમિતિઓની રચના કરાઈ
  • મે 1 મહિનો મૌન ધારણ કર્યું હતુંઃ માયાભાઈ આહીર

Junagadh News: સનાતન ધર્મ પર થતાં પ્રહારો સામે લડત માટે જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમ ખાતે સંત સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતભરના સંતો અને મહંતોની હાજરીમાં અલગ-અલગ સમિતિઓની પણ રચના કરવામાં આવી હતી. આજના સંત સંમેલનમાં સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ, સત્ય સંશોધન સમિતિ, મીડિયા પ્રવક્તા સમિતિ, કાયદાકીય સલાહકાર સમિતિની પણ રચના કરવામાં આવી હતી. આ સંત સંમેલનમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીર પણ હાજર રહ્યા હતા. તેઓએ હિન્દુ દેવી-દેવતા પર અપમાનજનક ટિપ્પણીઓ કરનારાઓને આડેહાથ લીધા હતા.

સનાતનનું મૂળિયું ખોદી શકે તેવી કોઈની તાકાત નથીઃ માયાભાઈ
માયાભાઈ આહીરે જણાવ્યું કે, સદીઓથી દેવોથી દાનવોથી લઈને આજ સુધી અનેક વિપતી સનાતન ઉપર આવી છે, પણ સનાતનનું મૂળીયું એટલું મજબૂત છે કે કોઈના બાપની તાકાત નથી કે ભારતવર્ષમાં આવીને સનાતનનું મૂળીયું ખોદી શકે. તેઓએ કહ્યું કે, હું એક મહિનો મૌન રહીને બોલવા આવ્યો તો મારે સીધું આ મુદ્દે જ બોલવાનું આવ્યું. 

અમારા વીડિયોનો ટૂકડો કાપીને વિરોધ ભડકાવેઃ માયાભાઈ આહીર
તેઓએ કહ્યું કે, હું જ્યારે બોલું ત્યારે નીચે ટિપ્પણી કરે કે માયાભાઈ તમે પણ ભગવાન શિવ અને શ્રી કૃષ્ણનું અપમાન કરેલું. હવે આ વીડિયોની બંને બાજુની 10-10 મિનિટ સાંભળી લો, તો ખબર પડશે કે આવું કોઈક બોલ્યા છે એ હું સમાજ સામે કહેતો હતો. મારા વીડિયોનો ટૂકડો કાપીને અમારી સામે મૂકી દેવામાં આવે. હું કઈ રીતે શિવ વિશે ખરાબ બોલી શકું, હું 13 વર્ષથી શ્રાવણ મહિનો રહું છું. હું 7 લાખ આહુતિઓ પૂરી કરું છું. આ કોઈ હું જાહેરાત નથી કરતો, આ વખતે મેં ત્રણ મહાઋદ્ર પૂરા કર્યા છે. 
 
ધર્મ અને ધરા હશે તો આપણે હશુંઃ માયાભાઈ
જ્યારે-જ્યારે રાષ્ટ્રને તકલીફ પડી છે, ત્યારે સમાજ ઉભો થયો છે. રાણા પૂજા ભીલે પોતાના હજારો ભીલોને હોમ્યા છે અને કહ્યું છે કે રાણા તમે રહેશો તો જ ધર્મ રહેશે. છેલ્લે તો રાણાપ્રતાપે એ જ કહ્યું હતું કે ધર્મ હશે તો હું હઈશ. ધર રે'શે, રે'શે ધરમ, ખપ જાશે ખુરસાણ, એક વિશંભર ઉપરે, તું રાખ ભરોંસો રાણ.

'ભગવો રંગ વિશ્વ ફલક પર ડંકો વગાડી રહ્યો છે'
તેઓએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિ એવી છે કે ભારત હવે સોનેરી ફલક ઉપર જઈ રહ્યું છે, હવે અમેરિકામાં પણ ગુજરાતીઓને જોઇને પાસપોર્ટ ચેક નથી કરતા અને લાઈનમાં પણ ઊભા નથી રાખતા. એટલો પડઘો અત્યારે નરેન્દ્ર મોદીના કારણે પડી રહ્યો છે. ભગવો રંગ વિશ્વ ફલક પર ડંકો વગાડી રહ્યો છે. સનાતન સામે કોઈ લાલ આંખ કરશે તો સંતો શાંત નહીં બેસે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ