બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan talks about flop films on box office 'If you make bad films, how will it work'?

મનોરંજન / 'ખરાબ ફિલ્મો બનાવશો તો તે કેવી રીતે ચાલશે'? સલમાન ખાને બોક્સ પર ફ્લોપ થતી ફિલ્મો પર કહી આ વાત

Megha

Last Updated: 04:57 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્લોપ હિન્દી ફિલ્મો વિશે વાત કરતાં સલમાન ખાને કહ્યું હતું કે 'ફિલ્મો જ ખોટી બની રહી છે એટલે જ તે બોક્સ ઓફિસ પર ફ્લોપ જાય છે.

  • ફ્લોપ હિન્દી ફિલ્મો વિશે વાત કરતાં સલમાન ખાને કહી આ વાત 
  • ફિલ્મો જ ખોટી બની રહી છે એટલે જ તે બોક્સ ઓફિસ પર ફ્લોપ જાય છે
  • 'ખરાબ ફિલ્મો બનાવશો તો તે કેવી રીતે ચાલશે?'

સલમાન ખાન આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને લઈને ખૂબ ચર્ચામાં છે. જણાવી દઈએ કે ફિલ્મની રિલીઝ પહેલા સલમાને એક એવોર્ડ શોની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને એ વાતચીત દરમિયાન સુપરસ્ટારે બોલિવૂડની ફિલ્મો વિશે ઘણી વાતો કરતાં એમ પણ જણાવ્યું હતું કે ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ થઈ રહી છે તેની પાછળ શું કારણ છે. 

શા માટે ફિલ્મો ફ્લોપ થઈ રહી છે?
ફ્લોપ હિન્દી ફિલ્મો વિશે વાત કરતાં સલમાન ખાને કહ્યું હતું કે 'ફિલ્મો જ ખોટી બની રહી છે એટલે જ તે બોક્સ ઓફિસ પર ફ્લોપ જાય છે. ફિલ્મ મેકર્સને લાગે છે કે તેઓ શાનદાર ફિલ્મો બનાવી રહ્યા છે પણ એવું નથી. હું ઘણા સમયથી આ વાત કહી રહ્યો છું કે હિન્દી ફિલ્મો ચાલી રહી નથી.' 

'ખરાબ ફિલ્મો બનાવશો તો તે કેવી રીતે ચાલશે?'
આગળ સલમાન ખાને કહ્યું કે, 'જો તમે ખરાબ ફિલ્મો બનાવશો તો તે કેવી રીતે ચાલશે?' હવે દરેકના મનમાં આવું થાય છે અમે 'મુગલ-એ-આઝમ' 'શોલે' 'હમ આપકે હૈ કૌન' અને 'દિલવાલે દુલ્હનિયા' જેવી ફિલ્મો બનાવી રહ્યા છે. હું ઘણા નિર્દેશકોને મળ્યો છું અને તેઓ અંધેરીથી કોલાબા સુધી જ સમગ્ર ભારત સમજે છે. એમને એટલું કહીશ કે એ સમગ્ર ભારત નથી. રેલવે સ્ટેશનની બીજી બાજુ પણ હિન્દુસ્તાન છે. આજકાલના બધા જ દિગ્દર્શકોને લાગે છે કે તેઓ શાનદાર ફિલ્મો બનાવશે પણ એવું થતું નથી.' 

21 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ 
સલમા ખાન દ્વારા નિર્મિત કિસી કા ભાઈ કિસી કી જાનનું નિર્દેશન ફરહાદ સામજી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહેનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર છે. સલમાન ખાનની ફિલ્મમાં એક્શન, કોમેડી, ડ્રામા અને રોમાન્સ ભરપૂર જોવા મળશે અને આ ફિલ્મ 2023ની ઈદ પર રિલીઝ થવાની છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ