બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan booked a ticket of a movie Jawaan after watching the trailer, ShahRukhKhan Thanked him

કરણ-અર્જુન / સલમાન ખાને સૌથી પહેલા જોયો જવાનનો પ્રિવ્યૂ, તરત જ બુક કરાવી ફર્સ્ટ શોની ટિકિટ, શાહરુખ ખાનનું રીએક્શન જોવા જેવું

Vaidehi

Last Updated: 07:56 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખની મૂવિ Jawaanનું ટ્રેઈલર સૌથી પહેલા ભાઈજાન સલમાન ખાને જોયું અને એટલું જ નહીં પહેલી ટિકિટ પણ બુક કરી દીધી. વાંચો શાહરૂખે શું જવાબ આપ્યો?

  • શાહરૂખની ફિલ્મ જવાનનો પ્રિવ્યૂ ચર્ચામાં
  • ભાઈ સલમાને સૌથી પહેલા જોયો ટ્રેલર
  • પહેલા શૉની ટિકિટ પણ કરી દીધી બુક

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નો પ્રિવ્યૂ રિલીઝ થઈ ચૂક્યો છે ત્યારે બોલિવૂડનાં ફેન્સ ચારેયબાજુ આ મૂવિની જ ચર્ચા કરી રહ્યાં છે.  માત્ર ફેન્સ જ નહીં બોલિવૂડનાં ભાઈજાન એવા સલમાન ખાને તો આ મૂવીનો પ્રિવ્યૂ જોઈને તેને બ્લોકબસ્ટર જાહેર કરી દીધી છે. સલમાન ખાને ટ્રેલર જોતાંની સાથે જ ફિલ્મની પહેલી ટિકિટ પણ બુક કરી દીધી છે.

સલમાનને ગમી ગયું ટ્રેલર
સલમાનખાને પોતાના મિત્ર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ Jawaanનાં ટ્રેલરનાં ખૂબ વખાણ કર્યાં. તેમણે વીડિયો શેર કરતાં લખ્યું કે પઠાન જવાન બની ગયો. શાનદાર ટ્રેલર છે આ, મને તો ખુબ ગમ્યું. આ એક એવી ફિલ્મ લાગી રહી છે જેને આપણે સૌએ થિયેટરમાં જઈને જોવી જોઈએ. હું તો આ ફિલ્મને જોવા પહેલા જ દિવસે જવાનો છું. મજા આવી ગઈ વાહ!

શાહરૂખે લખ્યું Love You
સલમાન ખાનનો વીડિયો રિપોસ્ટ કરતાં શાહરૂખે લખ્યું કે એટલા માટે તો તમને સૌથી પહેલા પ્રિવ્યૂ દેખાડ્યો હતો.  તમારી શુભેચ્છા બદલ અને પહેલી ટિકિટની બુકિંગ બદલ પણ તમારો આભાર. Love You.

બંને વચ્ચે સમાધાન
બોલિવૂડ વર્લ્ડમાં શાહરૂખ અને સલમાન વચ્ચે થયેલા વિવાદો ચર્ચાનો વિષય બન્યો હતો જો કે થોડા સમયથી બંને મિત્રો વચ્ચે સમાધાન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં સલમાન ખાનનો કેમિયો રોલ હતો. જેમાં બંને એકસાથે ફાઈટિંગ કરતાં નજરે પડ્યાં હતાં. હવે સૂત્રો અનુસાર સલમાનની ટાઈગર 3માં પણ શાહરૂખનો કેમિયો રોલ છે.  ફેન્સ બંને ખાનને ફરીથી એક પડદા પર જોવા માટે તત્પર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ