બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Safe and assured returns to investors through government savings schemes

નફો જ નફો / 8% સુધી વ્યાજ અને રૂપિયાની પૂરેપૂરી ગેરંટી, 5 સૌથી જોરદાર સરકારી બચત યોજના, ઉઠાવી લેજો લાભ

Kishor

Last Updated: 01:11 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અઢળક સરકારી બચત યોજનાઓ મારફતે રોકાણકારોને સલામત અને ખાતરીપૂર્વકનું વળતર આપવામાં આવે છે. વધુમા સરકારની કેટલીક બચત યોજનાઓ પર કર મુક્તિમાં રાહત પણ આવાપમાં આવે છે.

  • 5 લોકપ્રિય સરકારી બચત યોજના
  • નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં વળતરની ખાતરી
  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સૌથી લોકપ્રિય યોજના

હાલની સ્થિતિએ મોંઘવારીના આ યુગમાં બચત કરવી તમામ લોકો માટે આવશ્યક બની છે ત્યારે સરકારી બચત યોજનાઓ અઢળક છે જે મારફતે રોકાણકારોને સલામત અને ખાતરીપૂર્વકનું વળતર આપવામાં આવે છે. સરકારની કેટલીક બચત યોજનાઓ પર કર મુક્તિમાં રાહત પણ આવાપમાં આવે છે. જેને લઈને કર બચાવવા માંગતા લોકો માટે આકર્ષક રોકાણ બનાવે છે. વધુમાં ભવિષ્યની જરૂરિયાતને લઈને સહાયરૂપ પણ થઈ શકે છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજના
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) એટલે કે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર એ ભારત સરકારની કર બચત રોકાણ યોજના છે. જેને કોઈ પણ સ્થળે પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકો છો. બીજી તરક સરકારના સમર્થનથી ચાલતી હોવાથી સો ટકા વળતરની ખાતરી પણ મળે છે અને જોખમ પણ ઓછું છે. વધુમાં નાણા મંત્રાલય દ્વારા દર ત્રિમાસિક ગાળામાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટનો વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. હાલમાં તેનો વ્યાજ દર 7.7 ટકા છે.

PPF, સુકન્યા સમૃદ્ધિ, NPS ના રોકાણકારો માટે ગુડ ન્યૂઝ! કેન્દ્ર સરકાર કરી  શકે છે મોટું એલાન | govt may increase interest rate for nsc sukanya  samriddhi yojana ppf and kisan vikas patra


પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના નાની બચત યોજના છે જેમાં માસિક આવક મેળવી શકો છો. આમાં ઓછામા ઓછી રોકાણ મર્યાદા 1000 રૂપિયા છે. આમાં એક ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે. આ એકાઉન્ટમાં રોકાણ શરૂ કર્યાના એક વર્ષ પછી સમય પહેલા બંધ કરી શકાય છે. આ અંતર્ગત હાલમાં 7.4 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

શું તમે પણ સરકારી નાની બચત યોજનામાં રોકાણ કરવા ઇચ્છો છો! તો જોઇ લો આ લિસ્ટ  નહીંતર.... small saving schemes check full list here invest for higher  return


સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ
વરિષ્ઠ નાગરિક બચત યોજના પણ સરકાર દ્વારા સમર્થિત છે જે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે. આ યોજનાનો ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોને નિવૃત્તિ પછી નિયમિત આવક મળી રહે તેવો છે. જાહેર અથવા ખાનગી ક્ષેત્રની બેંકો અને પોસ્ટ ઓફિસ દ્વારા ખાતું ખોલાવી શકાય છે અને હાલમાં 8.2 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે.

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર આ સ્કીમ દ્વારા 2 વર્ષ માટે જમા રકમ પર 7.5 ટકાના નિશ્ચિત દરે વ્યાજ આપવામાં આવે છે. જેમાં અરજી કરનાર મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર 7.5 ટકાના દરે વ્યાજ મળશે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF એ સૌથી લોકપ્રિય બચત યોજનાઓમાંની એક છે. જેમાં ઓછામાં ઓછા 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. આ સાથે તેમાં રોકાણ કરનારા લોકોને ટેક્સ બેનિફિટ પણ મળે છે. પીપીએફ માટેનો વ્યાજ દર દર ત્રિમાસિક ગાળામાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. હ PPFનો વ્યાજ દર 7.1 ટકા ચાલી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ