બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Sadhguru suddenly had to undergo brain surgery? How Brain bleed treated

હેલ્થ / સદગુરુને અચાનક કરવી પડી બ્રેન સર્જરી? કેવી રીતે થાય છે આ બ્રેન સર્જરી

Dinesh

Last Updated: 04:01 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રેન બ્લીડની સારવાર એ વાત પર આધાર રાખે છે કે લોહી ક્યાં જમા થયું છે અને કેટલું થયું છે. સારવારનું મુખ્ય ધ્યેય લોહીનો સ્ત્રાવ રોકવા અને તેનું કારણ શોધીને સારવાર કરવાનો છે.

આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવને મગજમાં લોહીની ગાંઠ જામવાના કારણે બ્રેનની સર્જરી કરાવવી પડી હતી. 17 માર્ચ, રવિવારના રોજ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમની સ્થિતિમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. ઈશા ફાઉન્ડેશને તેના બ્લોગમાં કહ્યું કે સદગુરુ જગ્ગી વાસુદેવને છેલ્લા ચાર અઠવાડિયાથી બહુ જ વધારે માથાનો દુખાવો થતો હતો. આ દર્દ એટલો વધારે હતો કે બીજો કોઈ સહન પણ નાં કરી શકે. તો પણ સદગુરુએ તેમના બધા કામ ચાલુ રાખ્યા, તેમણે રોજબરોજના કાર્યક્રમો કેન્સલનાં કર્યા.   8 માર્ચ, 2024 ના રોજ આખી રાત ચાલેલા મહાશિવરાત્રિ કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા.

દિલ્હી પહોંચ્યા પછી, 15મી માર્ચની બપોર સુધીમાં, સદગુરુ જગ્ગીનો માથાનો દુખાવો ઘણો વધી ગયો. ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનિત સૂરીની સલાહ પર તે જ દિવસે સાંજે 4:30 વાગ્યે સદગુરુનું MRI સ્કેન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના મગજમાં ઘણી બધી   લોહીની ગાંઠ હતી.   આ કારણથી તેમને તાત્કાલિક બ્રેન સર્જરી કરાવવી પડી. 

પહેલા જાણો મગજમાં લોહી જામવું (બ્રેન બ્લીડ)નો અર્થ
મગજમાં લોહીની ગાંઠ જામવી એ એક પ્રકારનું બ્રેન સ્ટ્રોક છે. મગજમાં રક્ત પુરવઠામાં અચાનક વિક્ષેપ આવે ત્યારે આવું થાય છે. મગજને ઓક્સિજન મળતો નથી. મગજમાં ઓક્સિજન પહોંચાડવા માટે નાની રક્તવાહિનીઓ છે. જ્યારે મગજની એક નળી લીક થવા લાગે છે અથવા બ્લોક થાય છે, ત્યારે મગજની અંદર લોહીની ગાંઠ બનવાનું સારું થાય છે. આ સંગ્રહ થયેલ લોહી મગજ પર દબાણ બનાવે છે. જો ઝડપથી સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે. તેની સારવાર વહેલી તકે ઓપરેશન દ્વારા જ શક્ય છે.

Cleveland Clinicના અનુસાર મગજમાં બ્રેન બ્લીડ એ એક ગંભીર બીમારી છે. જે ઘણી વાર 2 કારણથી જ થાય છે.   એક તો કોઈ કારણસર પડી જવાથી માથામાં વાગવાથી   લોહીની એક નળી ફાટવાનાં કારણે લોહી જામે છે. બીજું કારણ દવા લીધા પછી પણ બ્લડ પ્રેસર વધવું તો તે મગજની નળીને   કમજોર કરે છે ને તે ફાટી શકે છે. 

કેટલા પ્રકારના બ્રેન બ્લીડ હોય છે?

મગજ ઘણા જુદા જુદા ભાગોનું બનેલું હોય છે, તેથી ડોકટરો માટે બ્રેન બ્લીડ કહેવું પૂરતું નથી. મગજમાં લોહી ક્યાં જામ્યું છે તે જાણવું સારવાર માટે ખૂબ જ જરૂરી છે. બ્રેન બ્લીડ બે જગ્યાએ થઈ શકે છે. મગજના બાહ્ય પડમાં લોહીના જામવું. એટલે કે ખોપરીની અંદર અને બહાર બંને જગ્યાએ. બીજું, મગજના ચોક્કસ ભાગમાં લોહી જામવું.

બ્રેન બ્લીડના લક્ષણો
આના લક્ષણો પણ ક્યાં લોહી જામ્યું છે તેના પર આધાર રાખે છે. પણ થોડા સામાન્ય લક્ષણ છે જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ. જેમ કે સુન્ન થઈ જવું, વધારે પડતો માથાનો દુખાવો થવો, વગેરે 

બ્રેન બ્લીડનું પહેલું લક્ષણ
મગજમાં લોહીના જામવાનું પહેલું લક્ષણ મોટાભાગના લોકોમાં અચાનક અને તીવ્ર માથાનો દુખાવો છે. આ માથાનો દુખાવો એટલો ગંભીર છે કે લોકો તેને તેમના જીવનનો સૌથી ખરાબ માથાનો દુખાવો કહે   છે.

બ્રેન બ્લીડનો ખતરો કોને હોય છે. 
બ્રેન બ્લીડ કોઈને કોઈ પણ ઉમરે થઈ શકે છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાને આ બીમારી થઈ શકે છે. પણ 65 વર્ષથી વધારે લોકોમાં જોવા મળે છે. બ્રેન બ્લીડનો ખતરો એવા લોકોને વધારે હોય છે જે લાંબા સમયથી હાઇ બ્લડ પ્રેસરની તકલીફ કે વધારે પડતું દારૂ અને નશાની દવા લેવી આવી વસ્તુ મગજને કમજોર કરે છે. આ સિવાય ધૂમ્રપાન પણ નુકસાન પહોંચાડે છે. ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બ્લડ પ્રેશર અથવા ડિલિવરી પછી શરીરમાં થતા ફેરફારોના કારણે મગજમાં લોહી જામી શકે છે. કેટલાક રોગોમાં લોહીની નળી નબળી પડે છે જેના કારણે ફાટવાનો ભય રહે છે.

બ્રેન બ્લીડની ખબર કેવી રીતે પડે છે. 
બ્રેન બ્લીડની તપાસ કરવા ડૉક્ટર ઘણા પ્રકારના ટેસ્ટ કરે છે. સૌથી પહેલા ન્યુરોલૉજીકલ ટેસ્ટ કરે છે. જો ડૉક્ટરને લાગે તો તે આગળ બીજા ટેસ્ટ કરે છે.   CT સ્કેન , MRI સ્કેન.   MRI ANGIOGRAM, જેવા ટેસ્ટથી ડૉક્ટરને લોહી ક્યાં, કેટલું અને કેમ જામ્યું તે ખબર પડે છે.

CT સ્કેન એક પ્રકારનું x-ray છે. જેમાં કમ્પ્યુટરની મદદથી ફોટા લેવામાં આવે છે. CT સ્કેનમાં લોહીની ગાંઠ જોઈ શકો છો. જ્યારે MRI સ્કેનએ એક પ્રકારનું imaging ટેસ્ટ છે.   જેમાં મેગનેટ અને રેડિયો તરંગોની મદદથી વધારે સચોટ રીતે ફોટો લઈ શકો છો. MRI સ્કેનમાં મગજનું સૂજવું કે લોહીની ગાંઠ વધારે સારી રીતે જોઈ શકો છો. જ્યારે MRI ANGIOGRAMમાં એક ખાસ પ્રકારનું MRI સ્કેન છે , જેની મદદથી મગજની નળી જોઈ શકો છો. જેથી ડૉક્ટરને ખબર પડે કે મગજમાં કઈ નળીમાં લોહી જામ્યું છે. 

બ્રેન બ્લીડની સારવાર લોહી ક્યાં એકઠું થયું છે અને કેટલું એકઠું થયું છે તે પર આધાર રાખે છે. સારવારનો મુખ્ય ધ્યેય રક્તસ્રાવ બંધ કરવાનો અને તેનું કારણ શોધીને તેની સારવાર કરવાનો છે. ડોકટરો ઘણીવાર સારવારની બે પદ્ધતિઓ સૂચવે છે. મગજની સર્જરી. જ્યારે સમસ્યા ખૂબ મોટી હોય ત્યારે મગજના બ્લીડ માટે ઓપરેશન કરવું પડે છે.બીજું દવાઓ છે. જો સમસ્યાની વહેલી ખબર પડી જાય, તો મગજના રક્તસ્રાવને રોકવા અથવા ઘટાડવા માટે દવાઓ આપી શકાય છે. હાઈ બ્લડ પ્રેશર અથવા દુખાવો ઘટાડવા માટે ડૉક્ટરો દવાઓ પણ આપી શકે છે.

કેવી રીતે થાય છે સર્જરી
બ્રેન બ્લીડ જમા થયેલું લોહીને કાઠવું અને તેના કારણને દૂર કરવા સર્જરી કરવી પડે છે.   આ ઓપરેશન ઘણા પ્રકારના હોય છે જેમ કે Decompression, Craniectomy, અને Craniotomy

1) Decompression માં ડૉક્ટર મગજની અંદર છેદ કરીને જમા થયેલું લોહી બહાર નિકાળે છે. 
2) Craniectomy માં ડૉક્ટર મગજ પર પડે તેવા દબાવને ઓછું કરી ખોપડીનો એક નાનો ભાગ બહાર કાઢે છે. 
3) Craniotomy માં ડૉક્ટર પહેલા એક ટુકડાને બહાર કાઢીને સારવાર કરી તે ટુકડાને પાછું લગાડી દે છે. 
પણ દરેક વ્યકિતને સર્જરિની જરૂર નથી હોતી ડૉક્ટર તેનો નિર્ણય ઉમર, સ્વાસ્થ, લોહી ક્યાં જામ્યું અને કેટલું જામ્યું તેના પર કરે છે. 

બ્રેન સર્જરી કોણ કરે છે?
મગજનું ઓપરેશન મગજના સ્પેશિયાલિસ્ટ ડોકટરો કરે છે જેને ન્યુરોસર્જન કહે છે. તેઓ એકલા કામ કરતા નથી. તેમની સાથે અન્ય ઘણા પ્રશિક્ષિત સ્ટાફ હોય   છે. Anesthesiologist પણ હોય   છે. આ ડોકટરો ઓપરેશન દરમિયાન દર્દીને બેહોશીની   (એનેસ્થેસિયા) આપે છે જેથી દર્દીને કોઈ દુખાવો ના થાય. 

મગજમાં બ્રેન બ્લીડ ઘાતક છે કારણ કે મગજના કોષોને સતત ઓક્સિજનની જરૂર હોય છે. જો મગજ સુધી લોહી ના જાય, તો આ કોષો માત્ર 3-4 મિનિટમાં મૃત્યુ પામે છે. તેથી, મગજમાં લોહી જામવું જેવા કિસ્સામાં જેટલી જલ્દી ડોક્ટર પાસે સારવાર શરુ કરશો તેટલી જ જલ્દી સરખા થવાની સંભાવના વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ