બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / sachin tendulkar filed a criminal case in cyber cell of mumbai crime branch

શૉકિંગ / સચિન તેંડુલકર સાથે થઈ છેતરપિંડી, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે નોંધાવી ફરિયાદ

Arohi

Last Updated: 02:44 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sachin Tendulkar: સચિન તેંડુલકરે ગુરૂવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાઈબર સેલમાં ઈન્ટરનેટ પર ચાલી રહેલી ફેક જાહેરાતમાં તેમનું નામ, ફોટો અને અવાજનો ઉપયોગ થવાને લઈને કેસ નોંધાવ્યો છે.

  • મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં સચિન તેંડુલકરે નોંધાવી ફરિયાદ 
  • ફેક જાહેરાતમાં થયો તેના નામ અને ફોટોનો ઉપયોગ 
  • સાઈબર સેલમાં નોંધાવ્યો છેતરપિંડીનો કેસ

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે ગુરૂવારે મુંબઈ ક્રાઈમ બ્રાંચની સાઈબર સેલમાં ઈન્ટરનેટ પર ચાલી રહેલી ફેક જાહેરાતોમાં તોમનું નામ, ફોટો અને અવાજનો ઉપયોગ થવાને લઈને કેસ નોંધાવ્યો છે. તેમણે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેમનું નામ, ઈમેજ અને અવાજનો ઉપયોગ કરીને લોકો સાથે ઢગી કરવામાં આવી રહી છે. 

આટલું જ નહીં, આ ફેક જાહેરાત એવો પણ દાવો કરે છે કે તેમના પ્રોડક્ટ ખરીવા પર સચિન તેંડુલકરની સાઈન કરેલી ટી-શર્ટ પણ મળશે. સચિન તેંડુલકરની ફરિયાદ બાદ મુંબઈ પોલીસની સાઈબર સેલે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. 

સચિને નોંધાવ્યો કેસ 
જાણકારી અનુસાર તેંડુલકરના પર્સનલ આસિસ્ટન્ટ કેસ નોંધાવ્યો છે. ફરિયાદ અનુસાર પાંચ મેએ ફેસબુક પર એક ઓયલ કંપનીની એડ જોવા મળી. જેમાં ઓયલ કંપનીએ તેંડુલકરના ફોટોનો ઉપયોગ કર્યો હતો સાથે જ જાહેરાતમાં નીચે લખ્યું હતું કે પ્રોડક્ટને ખુદ સચિન તેંડુલકરે રેકમેન્ડ કરી છે. તેંડુલકરના પર્સનલ આસિસ્ટન્ટની ફરિયાદ અનુસાર આવી જ એડ ઈન્સ્ટાગ્રામ પર પણ જોવા મળી છે. 

ઘણી કલમો હેઠળ કેસ દાખલ 
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ફરિયાદ અનુસાર સચિન તેંડુલકર એવા કોઈ પણ પ્રોડક્ટને સપોર્ટ નથી કરતા. આ જાહેરાતમાં સચિન તેંડુલકરનો અવાજ ખોટી રીતે ઉપોયગ કરવામાં આવ્યો છે. સાથે જ તેમના ફોટાનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદ મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં આઈપીસીની વિવિધ કલમ 420, 465 અને 500 હેઠળ કેસ નોંધ્યો છે. તેમાં છેતરપિંડી અને ફ્રોડ અને આઈટી અધિનિયમ સંબંધિત કલમ શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ