બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sabarkanthas Wadali Three ATMs break in one night

સાબરકાંઠા / એક જ રાતમાં ત્રણ ATM તૂટતા સમગ્ર પંથકમાં ચકચાર, ચોરોની ગજબ ટેક્નિક જોઇ પોલીસ પણ દ્વિધામાં

Kishor

Last Updated: 06:13 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ઈડર તેમજ વડાલી તાલુકામાં એક જ રાતમાં ત્રણ સ્થળોએ ATM મશીનો તૂટવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રેઢાપટ્ટ પડેલા ATMમાંથી લાખો રૂપિયાની ચોરી થતા પોલીસની ટાઢ ઉડી છે. બીજી બાજુ પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

  • સાબરકાંઠા જિલ્લાના ઈડર તેમજ વડાલી તાલુકામાં ચોરીની ઘટનાથી ચકચાર
  • એક જ રાતમાં ત્રણ સ્થળોએ ATM તૂટવાનો બનાવ
  • પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા

સાબરકાંઠા જિલ્લાના ઈડર તેમજ વડાલી તાલુકામા શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે જુદી જુદી બેંકના ત્રણ એ.ટી.એમમાં ચોરીની ઘટના સામે આવી હતી. મહત્વની વાતએ છે કે એસ.બી.આઈ બેંકનાં એ.ટી.એમ મશીનમાંથી લાખોની ચોરી કરવાના બનાવને લઈ બેંકના સિક્યુરિટી ગાર્ડ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. બેંક દ્વારા કોઈ સિક્યુરિટી ગાર્ડ કેમ મૂકવામાં આવતા નથી. તેવા સવાલો પણ ઉઠ્યા છે.

અન્ય સીસીટીવી ફૂટેજ કબજે લઈ પોલીસ દ્વારા તપાસ
ઈડર શહેરમાંથી પસાર થતો હાઈવે જે દિવસ રાત ધમધમતો હોય છે અને એકજ રાતમાં આ હાઈવે રોડ પર ઈડરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી આઈ.ડી.એફ.સી ફર્સ્ટ નામની બેન્કનું એ.ટી.એમ મશીન તોડીને ચોરએ ચોરીને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.વડાલી એસબીઆઇ બેન્કમાં 11લાખથી વધુની ચોરીની વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ચોરએ સીસીટીવી કેમેરા પર સ્પ્રે જેવો પદાર્થ છાંટી આચરી ચોરી
વાડાલી પોલીસ મથકેથી થોડે દૂર આવેલ એ.ટી.એમ સહિત વડાલીના ડોભાડા ચોકડી ખાતેના ATMને ગેસ કટર વડે કાપી એકજ રાતમાં લાખોની ચોરી થયાનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.ચોરોએ સીસીટીવી કેમેરા પર સ્પ્રે જેવો પદાર્થ છાંટી ચોરી કરી હોવાનું સામેં આવ્યું છે. આ મામલે ઈડર તેમજ વડાલી તાલુકાના એ.ટી.એમ મશીનોમાંથી થયેલી ચોરીને લઈ બેંક મેનેજરોએ ઈડર તેમજ વડાલી પોલીસ મથક ખાતે અજાણ્યાં ચોર ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ