બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / S Jaysankar in Uganda talked about New India and how country is fighting against China-Pak bravely

મેરા દેશ મહાન! / 'નવા ભારતને જવાબ દેતા આવડે છે' ભારત સામે આંખ ઉઠાવનારને ધમકાવતાં બોલ્યાં જયશંકર, ચીન-પાકની બત્તી ગૂલ

Vaidehi

Last Updated: 06:26 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે 'આજનું ભારત, નવું ભારત છે અને તે પહેલાથી ઘણું અલગ છે. ભારત પોતાના પડકારોનો સામનો કરી શકે છે અને મુશ્કેલી ઊભી કરનારાઓને વળતો જવાબ પણ આપી શકે છે.'

  • વિદેશમંત્રીએ દુશ્મન દેશોને આપ્યો વળતો જવાબ
  • કહ્યું આજનું ભારત નવું અને અલગ છે
  • 'પડકારોનો વળતો જવાબ આપવા તૈયાર છે ભારત'

ભારતનાં વિદેશમંત્રી એસ જયશંકર પોતાના તીખા અને સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા છે. તે ભારતની સામે આંખો ઉઠાવનારને સીધ્ધોસટ્ટ જવાબ આપવાનો કોઈ મોકો છોડતાં નથી. તેમણે ફરી એકવાર ચીન અને પાકિસ્તાનને દેખાડ્યું છે કે આજનું ભારત અલગ છે અને નવું ભારત છે.

દેશ તમામ પડકારોનો સામનો કરવા તૈયાર
તેમણે કહ્યું કે 'જે શક્તિઓ દશકાઓથી ભારતમાં આતંક ફેલાવાનું કામ કરી રહી છે તેઓ જાણે છે કે આ અલગ ભારત છે જે તેમને વળતો જવાબ આપશે. તેમણે આગળ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને જે પડકારો છે, દેશ તેનો સામનો કરવા માટે તૈયાર છે.'

'નવું ભારત પોતાની સુરક્ષા કરવામાં સક્ષમ'
યુગાંડામાં ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કરતાં વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું કે દેશ કેવી રીતે ન્યૂ ઈન્ડિયા બની રહ્યું છે. દેશ ચીન અને પાકિસ્તાન સાથેની સીમાઓ પર જે પડકાકોનો સામનો કરી રહ્યું છે તેના પર તેમણે કહ્યું કે,' આજે લોકો એક નવું-અલગ ભારત જોઈ રહ્યાં છે. નવું ભારત સ્ટેન્ડ લે છે અને પોતાની સુરક્ષા કરવામાં સક્ષમ પણ છે પછી તે URI હોય કે પછી બાલાકોટ.'

ચીન સીમા પર ચાલી રહેલા તણાવ પર બોલ્યાં જયશંકર
ચીન બોર્ડર પણ ચાલી રહેલા તણાવ અંગે જયશંકરે કહ્યું કે છેલ્લાં 3 વર્ષોમાં કરારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ચીને સીમા પર મોટી સંખ્યામાં પોતાની સેના તૈનાત કરી છે. આજે ભારતીય સેના ઊંચાઈઓ પર તૈનાત છે અને ત્યાંની સ્થિતિ ઘણી મુશ્કેલ છે. તેમણે આગળ જણાવ્યું કે પહેલાની સરખામણીમાં હવે ભારતીય સૈનિકોને સંપૂર્ણ સપોર્ટ મળે છે.  હવે તેમની પાસે યોગ્ય ઉપકરણો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ