બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / russian billionaires lose 39 billion dollar in a day on ukraine attack

વૉર ઇફેક્ટ / યુક્રેન સાથેના યુદ્ધથી રશિયાના અબજોપતિઓના આટલાં લાખ કરોડ ધોવાયા, પ્રતિબંધોની માઠી અસર

Dhruv

Last Updated: 02:52 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે સતત ત્રણ દિવસથી સંઘર્ષ શરૂ છે. ત્યારે તેનો સૌથી મોટો ફટકો માત્ર ગરીબ વર્ગને જ નહીં એટલે કે આમ આદમી જ નહીં પરંતુ પૈસાદાર વર્ગને પણ પડી રહ્યો છે. રશિયાના અનેક અબજોપતિઓને માત્ર એક જ દિવસમાં તેનાથી અનેક ગણું નુકસાન થયું છે.

  • રશિયા-યુક્રેન યુુદ્ધથી અબજોપતિઓને રોવાના દહાડા
  • અનેક દેશોએ રશિયા વિરૂદ્ધ લગાવ્યા એક બાદ એક પ્રતિબંધો
  • એક જ દિવસમાં રશિયાના અબજોપતિઓને અંદાજે 3 લાખ કરોડનું નુકસાન

આ યુદ્ધની સૌથી મોટી અસર રશિયાના અબજોપતિઓને થઇ રહી છે. એક રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિએ જેવી યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી કરવાની જાહેરાત કરી કે તુરંત અમેરિકા સહિત અનેક દેશો રશિયા વિરૂદ્ધ એકજૂથ થઇ ગયા અને એક બાદ એક પ્રતિબંધો લગાવવાના શરૂ કરી દીધાં. જેના લીધે શેરબજારમાં ભારે ધરખમ ઘટાડો આવ્યો અને માત્ર એક જ દિવસમાં રશિયાના અબજોપતિઓને 39 અરબ ડોલર (અંદાજે 3 લાખ કરોડ રૂપિયા) નું નુકસાન ઉઠાવવું પડ્યું.

માર્કેટના ઇતિહાસનો પાંચમો મોટો ઘટાડો

24 કલાકની અંદર થયેલા આ મોટા નુકસાને દેશના સૌથી અમીર લોકોને હલબલાવી મૂક્યાં. આ સાથે તેમની અંદર એ વાતનો પણ ડર પેસી ગયો કે, યુદ્ધ જો વધારે દિવસ સુધી ચાલશે તો તેઓએ હજુ વધારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમને જણાવી દઇએ કે, હુમલા દરમ્યાન ગુરૂવારના રશિયા શેરબજારમાં આવેલો મોટો ઘટાડો સ્ટોક માર્કેટના ઇતિહાસનો પાંચમો મોટો ઘટાડો હતો. રશિયાનું બેંચમાર્ક મોએક્સ ઇન્ડેક્સ 33 ટકા સુધી તૂટીને બંધ થયો હતો.

1987 ના બ્લેક મંડે બાદ સૌથી ખરાબ દિવસ

શેરબજાર બિલકુલ ખરાબ રીતે તૂટતાની સાથે જ રશિયાની કરન્સી રૂબલે પણ પોતાના સર્વકાલિન નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, શેરબજારના ઇતિહાસમાં આ ઘટાડો વર્ષ 1987ની બ્લેક મંડે દુર્ઘટના બાદ સૌથી મોટી રહી છે. બ્લેક મંડેના રોકાણકારોને 50 અરબ ડોલરથી વધારે નુકસાન થયું હતું. આ રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે, રશિયાના શેરબજારમાં આવેલો ઘટાડો દેશના સ્ટોક ઇન્ડેક્સ ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાંનો એક છે.

દ્રિતીય વિશ્વયુદ્ધ બાદ સૌથી વધારે પ્રભાવિત

દ્રિતીય વિશ્વયુદ્ધ બાદ આ સમયે યુરોપમાં ચાલી રહેલા સૌથી ખરાબ સમયના કારણે શેરબજાર ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. યુક્રેન સાથે વિવાદના લીધે રશિયાએ અમેરિકા સહિત અનેક મોટા દેશોના આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણોસર રસિયાના અબજોપતિઓને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જેની સીધી જ અસર દેખાવા લાગી. થોડાંક દિવસો પહેલાં આવેલા એક અન્ય રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે, રશિયા-યુક્રેન વિવાદના કારણે દેશના ટોચના 23 અબજોપતિઓની સંપતિમાં 32 અરબ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ