બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rush to go home on Diwali, pushed to board the train, one died, had to give CPR...: Look at the state of railway stations in Gujarat!

સુવિધાનો અભાવ / દિવાળી પર ઘરે જવા ઉતાવળ, ટ્રેનમાં બેસવા ધક્કા-મુક્કી, એકનું નિધન, CPR આપવું પડ્યું...: ગુજરાતનાં રેલવે સ્ટેશનોના હાલ તો જુઓ!

Vishal Khamar

Last Updated: 08:04 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી. દિવાળીના તહેવારને લઈને લોકોના વતન તરફ જવા નીકળ્યા છે. ટિકિટ બારી પર મુસાફરોની લાંબી લાઈન જોવા મળી. સુરત રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની ભીડ જોવા મળી. ટ્રેનમાં ચઢવા મુસાફરોએ પડાપડી કરી હતી. ટ્રેનમાં ચઢવા ધક્કામુક્કી થતા 4 મુસાફરો બેભાન થયા હતા.

  • અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ 
  • સુરતમાં રેલ્વે સ્ટેશનમાં ધક્કામુકીમાં એક મુસાફરનુ મૃત્યુ
  • વડોદરામાં મુસાફરોને મુશ્કેલી ન પડે એના માટે રિઝર્વેશન વિન્ડો વધારાઈ

ટિકિટ બારી પર મુસાફરોની જોવા મળી લાંબી લાઈન 
અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભીડ જામી છે. દિવાળીનાં તહેવારને લઈને લોકોનાં વતન તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે. ટિકિટ બારી પર મુસાફરોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે મુસાફરે જણાવ્યું હતું કે, મુંબઈ પરિવાર સાથે વેકેશન માટે જવું છે પણ ટિકિટ મળતી નથી. દિવાળીની ઉજવણી કરવા પરિવાર પાસે જઈ રહ્યા છીએ.

ટ્રેનમાં ચઢવા જતા ધક્કામુક્કી થતા મુસાફર બેભાન
સુરત રેલ્વે સ્ટેશન પર પણ મુસાફરોની ભીડ ઉમટી હતી. દિવાળી, છઠ્ઠ પૂજાનાં પર્વ અગાઉ વતન જવા મુસાફરોનો ઘસારો છે. તાપ્તી ગંગા  ટ્રેનમાં જવા મુસાફરોનો ઘસારો છે. તેમજ છઠ્ઠ પૂજા પર્વની ઉજવણી કરવા બિહારનાં છપરા જવા મુસાફરોનો ઘસારો છે.  મુસાફરોનાં ઘસારાને લઈ સુરત રેલ્વે સ્ટેશન ખાતે આરપીએફ અને રેલવે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરતમાં ઉત્તર ભારતીય સમાજનાં લોકોની અંદાજીત 20 લાખ જેટલી સંખ્યા છે. ટ્રેનોમાં ચઢવા માટે મુસાફરો પડાપડી કરી રહ્યા છે.  ત્યારે ટ્રેનમાં ચઢવા જતા ધક્કામુક્કી થતા મુસાફર બેભાન થઈ ગયો હતો. બેભાન થઈ ગયેલ મુસાફરને તાત્કાલીક પોલીસ દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હતું.  જે બાદ મુસાફરને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો.  જ્યાં સારવાર દરમ્યાન મુસાફરનું મૃત્યું થયું હતું. ત્યારે ધક્કામુક્કીમાં ચાર લોકો બેભાન થયા હતા. 

સુરતની ઘટનાને લઈને વડોદરા રેલવે વિભાગ થયુ એલર્ટ
સુરતમાં રેલવે સ્ટેશનમાં ધક્કામુકીમાં એક મુસાફરનું મૃત્યું નિપજ્યું હતું. સુરતની ઘટનાને લઈ વડોદરા રેલવે વિભાગ એલર્ટ થયું હતું. DRM જીતેન્દ્રસિંહએ રેલવે સ્ટેશનની વ્યવસ્થાનું નીરીક્ષણ કર્યું હતું. તેમજ રેલવેનાં અધિકારીઓ સાથે પોલીસનાં જવાનો સાથે રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. મુસાફરોને મુશ્કેલ ન પડે એના માટે રિઝર્વેશન વિન્ડો વધારાઈ છે. તેમજ રેલવે સ્ટેશન પર ભીડભાડ ન થાય તે માટે રેલવે પોલીસની સંખ્યા પણ વધારાઈ છે. ત્યારે હાલ વડોદરા રેલ્વે સ્ટેશન પર હાલ પરિસ્થિતિ સામાન્ય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ