બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / RTO agent used mind to cancel car loan in Ahmedabad but it backfired

એજન્ટપ્રથા / અમદાવાદમાં ગાડીની લોન કેન્સલ કરવા RTO એજન્ટે ગજબનું ભેજુ વાપર્યું પણ બાજી ઊંધી પડી, જુઓ કેવા કાંડ થયા

Kishor

Last Updated: 11:58 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી બે RTO એજન્ટે એપ્લીકેશનમાં બનાવટી લાઈટ બીલ અપલોડ કર્યું હોવાનું ભોપાળુ છતું થતાં રાણીપ પોલીસે 2 RTO એજન્ટોની ધરપકડ કરી છે.

  • અમદાવાદમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી છેતરપિંડી 
  • RTO એજન્ટે એપ્લીકેશનમાં બનાવટી લાઈટ બીલ અપલોડ કર્યું 
  • લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવા આચર્યું કૃત્ય 

અમદાવાદમાં RTO એજન્ટે એપ્લીકેશનમાં બનાવટી લાઈટ બીલ અપલોડ કરી લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવા કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.RTO એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે RTO ઇન્સ્પેક્ટરે રાણીપ પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બેંક દ્વારા સીઝ કરવામાં આવેલી એક ટ્રક એક વ્યક્તિને વેચી હતી. જેમાં લોન કેન્સલ તેમજ એડ્રેસ ચેન્જ કરવા માટે મૂળ માલિકનાં ડોક્યુમેન્ટની જરૂર પડતા બારોબાર એજન્ટો થકી આ સેટીંગ કરાવવામાં આવ્યું હતું.  

તપાસમાં બોગસ ડોક્યુમેન્ટ હોવાનું ખૂલ્યું
અમદાવાદ એજન્ટપ્રથા બંધ હોવાનું માત્ર કહેવા પૂરતું હોય તેવી સ્થિતી છે. કારણકે તાજેતરમાં RTO ના બે એજન્ટોએ મળીને એક ગાડીની લોન કેન્સલ અને અન્ય કામગીરી કરાવવા માટે મૂળ માલિકનાં ઘરનું બોગસ લાઈટ બીલ બનાવી આરટીઓમાં જમા કરાવી દિધું હતું. જોકે તપાસમાં બોગસ ડોક્યુમેન્ટ હોવાનું ખુલતા મોટર વાહન નિરીક્ષકે ફરિયાદ નોંધાવતા બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.

વાહન ખરીદનારે આરોપીને 60હજારમાં સોંપી હતી જવાબદારી 
આરોપી વસીમ કછોટ અને રીયાઝ મંસૂરીએ ભેગા મળી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. જે ડોક્યુમેન્ટ RTOમાં વાહનની કામગીરી માટેની એપ્લીકેશનમાં લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવા  અપલોડ કર્યું હતું. જે લાઈટ બીલ અંગે ખરાઈ કરતા બનાવટી હોવાનું ભોપાળું છતું થયું હતું. જેને લઇને RTO ઇન્સ્પેક્ટરે રાણીપ પોલીસ સ્ટેશનમાં  બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે રાણીપ પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓની પોલીસે  તપાસ કરતા સામે આવ્યું કે બેંક દ્વારા સીઝ કરવામાં આવેલી એક ટ્રક એક વ્યક્તિને વેંચવામાં આવી હતી. જેમાં લોન કેન્સલ તેમજ એડ્રસ ચેન્જ કરવા માટે મૂળ માલિકના ડોક્યુમેન્ટની જરૂર પડતા બારોબાર એજન્ટો થકી આ સેટીંગ કરાવવામાં આવતુ હોવાનું સામે આવ્યું છે. મૂળ માલિકની ગાડી બેંકે સીઝ કરી હોવાથી તે મંજૂરી ન આપે તેવી બાબતને લઈને વાહન ખરીદનારે આ કામગીરી આરોપીઓને 60 હજાર રૂપિયામાં સોંપી હતી. જેથી આરોપીઓએ લાઈટ બીલની કંપનીના સાઈટ પરથી ઈ બીલ ડાઉનલોડ કરી તેમાં ચેડા કરી બોગસ બીલ બનાવ્યું હતું. 


રાણીપ પોલીસે બન્ને RTO એજન્ટોની કરી ધરપકડ 
હાલ તો રાણીપ પોલીસે બન્ને RTO એજન્ટોની ધરપકડ કરી અન્ય કોઈ ગુનાઓ આરોપીઓએ આચર્યા છે કે કેમ તે અંગે પૂછપરછ શરૂ કરી છે.પરંતુ સવાલ એ છે કે RTO અધિકારીઓની આંખ આડા કાન કરવાની નીતિ ક્યારે બંધ થાય છે અને એજન્ટ રાજ ક્યારે સંપૂર્ણ બંધ કરાવી શકેશે તે એક સવાલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ