બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / rss meeting karnavati ahmedabad pm modi gujarat

ચિંતન / 100 વર્ષનું થશે RSS: અમદાવાદમાં 3 દિવસની બેઠક, PM મોદી અને જે.પી. નડ્ડા પણ રહી શકે છે ઉપસ્થિત

Pravin

Last Updated: 08:18 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)એ અમદાવાદના કર્ણાવતીમાં આજથી પોતાની 2 દિવસીય વાર્ષિક અખિલ ભારતીય પ્રતિનિધિ બેઠકની શરૂઆત કરી દીધી છે.

  • કોરોનાના કારણે 2 વર્ષ બાદ એપ્રિલથી સંઘ શિક્ષા વર્ગ શરૂ કરવાનો નિર્ણય
  • શતાબ્દી વર્ષ 2025 પહેલા સંઘની શાખાઓને 1 લાખ સુધી વિસ્તારની યોજના
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય અમદાવાદ પ્રવાસે પહોંચ્યા

આ સંઘની વાર્ષિક બેઠક છે. જેમાં સંઘનું શતાબ્દી વર્ષ મનાવવાની તૈયારીઓ, 2025માં શતાબ્દી વર્ષ મનાવવા સુધી સંઘની શાખા બેગણી કરવા જેવા તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિષયો પર ચર્ચા થશે.  જેમાં સંઘના અધિકારી ચિંતન મનન કરશે. સંઘની કર્ણાવતી બેઠકમાં શિક્ષણ સંસ્થાનોમાં ડ્રેસ કોડથી વકરેલા વિવાદ(હિઝાબ) અને PFI દ્વારા સંઘના કાર્યકર્તાઓ પર હુમલા જેવા હાલના મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદમાં 2 દિવસીય પ્રવાસ પર છે. તો અમિત શાહ પણ ગુજરાત આવી પહોંચ્યા છે.

PM મોદી બેઠકમાં ભાગ લઇ શકે છે

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની મીટિંગ આજથી(11 માર્ચ) અમદાવાદમાં શરૂ થઇ રહી છે. સંઘની આ બેઠકને પણ ગુજરાત ચૂંટણીની તૈયારીઓથી જોડીને જોવામાં આવી રહી છે. PM મોદી બેઠકમાં ભાગ લઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી રોડ શો અને સંઘની મીટિંગથી નિકળેલા મંથનનો સીધો મેસેજ પાર્ટી કેડરને જશે.

સંઘ અને તેમના અલગ અલગ સંગઠનોની મહત્વપૂર્ણ લોકોની આ બેઠકમાં 

કોરોનાના કારણે 2 વર્ષ બાદ આ વર્ષના એપ્રિલથી સંઘ શિક્ષા વર્ગને સામાન્ય રીતે ચલાવવાનો નિર્ણય થશે. આરએસએસના સંઘ શિક્ષા વર્ગ-તૃતીય વર્ષ છેલ્લા 2 વર્ષોથી કોરોના મહામારીના કારણે યોજી ન શકાયું તેને પણ પૂર્ણ કરવાનો નિર્ણય થશે. RSS 100 વર્ષનું થશે, સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ચલાવવામાં આવી રહેલા તમામ કાર્યક્રમ જેવા પરિવાર જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ, જાગૃતિ કાર્યક્રમોની પ્રગતિ રિપોર્ટ પર પણ વિચાર મંથન થશે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ થશે સામેલ

આરએસએસના શતાબ્દી વર્ષ 2025 પહેલા 1 લાખ સુધી સંઘની શાખાઓના વિસ્તારની યોજના છે. જોકે તેની સંખ્યા 55 હજાર નજીક છે. સંઘની શાખાઓના ભૌગોલિક વિસ્તાર પર સંઘ વિસ્તૃત યોજના બનાવશે. પ્રતિનિધિ સભામાં સંઘ આગામી 1 વર્ષ માટે સંઘ યોજના બનાવીને લક્ષ્ય નક્કી કરે છે. સંઘ અને તેમના અલગ અલગ સંગઠનોના મહત્વપૂર્ણ લોકો આ બેઠકમાં સામેલ થતા હોય છે. ભાજપ તરફથી સંઘની બેઠકમાં સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સામેલ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ